ETV Bharat / opinion

કોવિડ-19 બાદ આર્થિક પ્રવૃત્તિઓ પુનઃ ધમધમતી કરવા WEF દ્વારા બ્લોકચેઇન ટેકનોલોજી ખુલ્લી મુકાઇ - કોવિડ-19

કોવિડ-19નો પ્રકોપ પૂરો થયા બાદ આર્થિક પ્રવત્તિઓ પુનઃ ધમધમતી કરવામાં મદદરૂપ થવા અને ભવિષ્યમાં નવા કોઇ રોગચાળા સામે લડવાની તૈયારીઓ કરવામાં વિવિધ સંગઠનોને મદદરૂપ થવા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા “રિડીઝાઇનિંગ ટ્રસ્ટઃ બ્લોકચેઇન ડિપ્લોયમેન્ટ ટુલકીટ“ ખુલ્લી મુકવામાં આવી હતી. આ એક એવી ટેકનોલોજી છે જે વિશ્વાસ, પારદર્શિતા અને પ્રમાણિકતા આધારિત પૂરવઠાની સમગ્ર કડીને પુનઃ ઝડપથી સ્થાપિત કરવામાં સંપૂર્ણ સક્ષમ છે જેને એક વિશ્વાસપૂર્ણ એવી બ્લોકચેઇન ટેકનોલોજીનો અમલ કરીને સુધારી શકાય તેમ છે.

WEF releases blockchain 'toolkit'
WEF દ્વારા બ્લોકચેઇન ટેકનોલોજી ખુલ્લી મુકાઇ
author img

By

Published : May 4, 2020, 8:57 PM IST

જીનીવાઃ કોવિડ-19ના પ્રકોપના કારણે પૂરવઠાની છિન્નભિન્ન થઇ ગયેલી કડીને ફરીથી શરૂ કરવામાં તથા આર્થિક પ્રવૃત્તિઓને ફરીથી ધમધમતી કરવામાં આ બ્લોકચેઇન ટેકનોલોજી મદદરૂપ થઇ શકે તેમ છે એમ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું હતું.

કોવિડ-19નો પ્રકોપ પૂરો થયા બાદ આર્થિક પ્રવત્તિઓ પુનઃ ધમધમતી કરવામાં મદદરૂપ થવા અને ભવિષ્યમાં નવા કોઇ રોગચાળા સામે લડવાની તૈયારીઓ કરવામાં વિવિધ સંગઠનોને મદદરૂપ થવા બ્લોકચેઇન ડિપ્લોયમેન્ટ ટુલકીટ ખુલ્લી મુકતા જીનીવા સ્થિત ફોરમે કહ્યું હતું કે આ ટેકનોલોજીનો મુખ્ય આશય મહત્તમ લાભ કરાવવા અને ટેકનોલોજીના જોખમને ઘટાડવામાં નેતાઓને મદદ કરવાનો છે.

પોતાને સરકારી-ખાનગી ભાગીદાર એવા આંતરરાષ્ટ્રીય સંગઠન ગણાવતા ફોરમે કહ્યું હતું કે કોરોના વાઇરસ જેવી કટોકટીએ મજબૂત અને સક્ષમ એવી પૂરવઠાની સમગ્ર કડીને પુનઃ જાળવી રાખવા બાબતે સરકારો અને ઉદ્યોગો ઉપર નાટ્યાત્મક રીતે એક પ્રકારનું દબાણ ઉભું કર્યું છે.

કોવિડ-19ના રોગચાળા દ્વારા વૈશ્વિક વેપારની સમગ્ર સિસ્ટમ ઉપર જે દબાણ ઉભું કર્યું છે તે પૂરવઠાની આંતરરાષ્ટ્રીય મજબૂત કડીને પુનઃ શરૂ કરી તેને વધુ સક્ષમ બનાવી બાદમાં તેને જાળવી રાખવા માટે વૈશ્વિક સહકારની તાતી જરૂરિયાત ઉપર ભાર મૂકે છે કે એમ ફોરમે કહ્ય. હતું.

પૂરઠાની આ કડીને ફરીથી મજબૂત અને સક્ષમ બનાવવાની સમગ્ર બાબત વિશ્વાસ, પારદર્શિતા અને પ્રમાણિકતા ઉપર આધારિત છે જેમાં પરસ્પર સાચી માહિતી અને સત્યોનું આદાન-પ્રદાન કરવાની ઓફર કરતી બ્લોકચેઇન ટેકનોલોજીનો અમલ શરૂ કરીને સુધારો લાવી શકાય.

ફોરમે વધુમાં કહ્યું હતં કે પ્રવર્તમાન રોગચાળાએ સંખ્યાબંધ મેડિકલ સાધનોના પૂરવઠાની, ફાર્માસ્યૂટિકલ ઉત્પાદનોની, ખોરાક, ખાદ્યપદાર્થો, માલસામાન અને ઔદ્યોગિક તથા ગ્રાહકલક્ષી ચીજવસ્તુઓની પ્રમાણિકતા અને ઉદગમસ્થાનમાં સુધારો લાવવાની જરૂરિયાત ઉપર સરકારો અને વિવિધ સંગઠનો વિશેષ ભાર મૂકે છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કહ્યું હતું કે પોતાના વર્ગમાં આગવા પ્રકારની ગણાતી આ ટેકનોલોજી એ વિશ્વભરના તમામ ઉદ્યોગોમાં બ્લોકચેઇન ટેકનોલોજીનો અમલ શરૂ કરી સારામાં સારા પરિણામો પ્રાપ્ત કરવાની વિવિધ પધ્ધતિઓ અપનાવવાના એક થી વધુ વર્ષના પરિણામોની ફલશ્રુતિ છે, એટલું જ નહીં પરંતુ તેને 100થી વધુ વૈશ્વિક પક્ષકારોના અનુભવના આધારે તેયાર કરાઇ છે, અને આ પક્ષકારોમાં વિવિધ દેશોની સરકારો, કંપનીઓ, સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ, સિવિલ સોસાયટીઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને ટેકનોલોજી તથા સપ્લાય ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાયછે.

બ્લોકચેઇન ડિપ્લોયમેન્ટ ટુલકીટ નાના વેપારીઓ સહિતના એવા સંખ્યાબંધ પક્ષકારો માટે ઉપયોગી વિવિધ ઉપાયો ઘડી કાઢવાના કાર્યમા અત્યંત આવશ્યક છે જેઓ પાસે બ્લોકચેઇન ટેકનોલોજીના અસલ મૂલ્યને ખુલ્લુ મૂકવાના સંસાધનો સુલભ નથી, અને આ જ કારણસર આ ટુલકીટ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે વેપાર-ધંધાની તકોને એકસમાન કરી આપવા એક વિશેષ લેવલ ઉભું કરી આપશે એમ WEF, યુએસના બ્લોકચેઇન અને ડિજીટલ કરન્સી પ્રોજેક્ટના હેડ નાદિયા હ્યુલેટે કહ્યું હતું.

જે કંપનીઓ અને સંગઠનો પોતાના પૂરવઠાની કડીને વધુ મજબૂત બનાવવા બ્લોકચેઇન ટેકનોલોજી વિકસાવી રહ્યા છે એવી કંપનીઓએ વિવિધ સંદર્ભમાં આ ટુલકીટને એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકી છે અને આ કંપનીઓ અને સંગઠનોમાં અબુ-ધાબી ડિજીટલ ઓથોરિટી, હિટાચી, સાઉદી અરેબિયાની અરામેકો તથા સંખ્યાબંધ નાના ને મધ્યમ કદની કંપનીઓનો સમાવેશ થાય છે.

રસી બનાવવા ઉભા કરાયેલા એક વ્યાપક સંગઠનમાં જોડાયેલી એક કંપની ગાવીના સીઇઓ સેઠ બર્કલેએ કહ્યું હતું કે વિશેષ કરીને કોવિડ-19ના પરિપ્રેક્ષ્યમાં એક મજબૂત ને સક્ષમ એવા રસીના પૂરવઠો તૈયાર કરવામાં બ્લોકચેઇન જેવી ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે માટે ગાવી તમામ શક્યતાઓ ચકાસવાનું ચાલુ રાખશે. WEF દ્વારા તૈયાર કરાયેલી ટુલકીટ શક્યતાઓ ચકાસવાનું અને બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનુ કાર્ય એક જવાબદાર અને સર્વગ્રાહી પદ્ધતિએ થાય તે બાબતને સુનિશ્ચિત કરે છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમે સાઉદી અરામેકો, ડેલોઇટ અને હિટાચી જેવી ખ્યાતનામ કંપનીઓના નિષ્ણાતોના બનેલા સેન્ટર ફોર ફોર્થ ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશનના સહયોગમાં આ ટુલકીટ વિકસાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.