ETV Bharat / opinion

અનામતના સમગ્ર મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં થશે ચર્ચા - અનામત મુદ્દે ચર્ચા

સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અનામતના મુદ્દા સાથે સંકળાયેલી ઘણી બધી અગત્યની બાબતો પર ચર્ચા કરવાનું આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે. આ નિર્ણયના લાંબા પડઘા પડી શકે છે અને છેલ્લા ત્રણેક દાયકાથી ચાલી રહેલી અનામતની જુદી જુદી રીતે જોગવાઈ કરવાની નીતિ પર વ્યાપક અસર પડી શકે છે.

suprim court news
suprim court news
author img

By

Published : Mar 11, 2021, 6:51 PM IST

ત્રણ દાયકા અગાઉ સર્વોચ્ચ અદાલતે જ અનામતની મહત્તમ મર્યાદા 50%થી વધવી ના જોઈએ તેવો ચૂકાદો આપ્યો હતો તેના વિશે પણ વિચાર કરવો જરૂરી છે તેવી દલીલો પણ સાંભળશે. કેન્દ્ર સરકારે 102મો બંધારણીય સુધારો કરીને રાજ્યમાં કયો વર્ગ પછાત છે તે નક્કી કરવાની રાજ્યોની સત્તા પર કાપ મૂક્યો છે તેની તથા મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે કાયદો પસાર થયો છે તે યોગ્ય છે કે નહિ તેના પર પણ વિચારણા થઈ શકે છે.

અન્ય એક બાબતમાં પણ પાંચ ન્યાયાધીશોની બેન્ચ વિચારણા કરશે કે 103મો બંધારણીય સુધારો કરીને વધારાના 10 ટકાની અનામત અપાઈ છે તેની કાયદેસરતા પણ તપાસશે. આ સુધારો કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકારોને અધિકાર અપાયો છે કે આર્થિક રીતે પછાત વર્ગોને 10% અનામત આપી શકે. ઇન્દ્રા સાહની કેસમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે 50%થી વધારે અનામત રાખવી જોઈએ નહિ, તેનો પણ આ નિર્ણયથી ભંગ થયો છે.

પશ્ચાદભૂમિકા

આ બધી બાબતો ફરી એક વાર સર્વોચ્ચ અદાલતમાં ચર્ચા થશે, કેમ કે ઘણા અરજદારોએ અને શિક્ષણશાસ્ત્રીઓએ આ બાબતોમાં અરજીઓ કરી છે. મરાઠા અનામત કાયદાને પણ પડાકારાયો છે, કેમ કે તેમાં સરકારે સીધા જ 16 ટકા મરાઠાઓને અનામત આપી દીધી છે. રાજકીય રીતે શક્તિશાળી મરાઠા કોમને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આટલી ઊંચી અનામત આપી દીધી છે. જૂન 2019માં મુંબઈ હાઈ કોર્ટે અલગથી અનામત આપવાના કાયદાને માન્ય રાખ્યો હતો, પરંતુ અનામતનું પ્રમાણ નોકરીઓમાં ઘટાડીને 13% અને પ્રવેશમાં 12% કરી દીધું હતું.

મહારાષ્ટ્ર રાજ્ય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અનામત ઍક્ટ (SEBC), 2018 કાયદો નવેમ્બર 2018માં વિધાનસભામાં પસાર કરાયો હતો.

મરાઠા અનામત સામે અદાલતમાં પડકાર

મુંબઈ હાઈ કોર્ટના ચુકાદાથી હતાશ થયેલા કાર્યકરોના એક જૂથે જુલાઈ, 2019માં તેની સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે આ માત્ર એક જ જ્ઞાતિને અનામત આપવા માટેનો કાયદો હતો, જે બંધારણમાં દર્શાવવામાં આવેલી સમાનતાની ભાવનાનો ભંગ કરનારો છે.

સર્વોચ્ચ અદાલતની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે સપ્ટેમ્બર 2020માં વચગાળાનો આદેશ આપીને આ કાયદાના અમલ સામે સ્ટે આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલત સામે શું મામલો છે

મરાઠા અનામત કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકવા સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે 1992માં પસાર આવેલા ઐતિહાસિક ઇન્દ્રા સાહની વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસના ચુકાદાને આધારે સ્ટે આપવામાં આવ્યો છે. તે ચુકાદામાં નવ જજોની બેન્ચે જણાવ્યું હતું કે અનામતનું પ્રમાણ 50%થી વધવું જોઈએ નહિ. જોકે આ બંધારણીય બેન્ચે કેટલાક અપવાદરૂપ કિસ્સામાં 50%ની મર્યાદાને વળોટવાની છૂટ આપી હતી, કે જ્યાં મુખ્ય ધારાથી દૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા કોઈ સમુદાયને અનામત આપવી હોય તો આપી શકાય.

સપ્ટેમ્બર 2020ના વચગાળાના આદેશમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે મરાઠા કોમ માટે અપાયેલી અનામત વાજબી નથી, કેમ કે તેમના માટે આવો અપવાદ થઈ શકે નહિ. મરાઠા કોમ કંઈ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં રહેતી નથી.

102મા બંધારણીય સુધારાની કાયદેસરતા

2018 અને 2019માં કેન્દ્ર સરકારે પસાર કરેલા બે બંધારણીય સુધારાઓ કાયદેસર છે કે કેમ તેનો મામલો પણ સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો છે.

પહેલો છે 102મો બંધારણીય સુધારો, જે ઑગસ્ટ 2018માં અમલમાં આવ્યો હતો. આ બંધારણીય ચુકાદાથી નેશનલ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસિઝ (NCBC)ને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. બંધારણીય સુધારો કરીને બંધારણમાં કલમ 338-B અને 342-A બંધારણમાં ઉમેરવામાં આવી છે.

કલમ 338-(B)(9) જણાવે છે કે કેન્દ્ર અને રાજ્યો બંનેએ મહત્ત્વની નીતિગત બાબતો માટે આ પંચનો (NCBC) સંપર્ક કરવો જોઈએ. પરંતુ કલમ 342-A કહે છે કે રાજ્યપાલ સાથે ચર્ચા કરીને રાષ્ટ્રપતિ કોઈ પણ વર્ગને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ જાહેર કરી શકે છે.

મરાઠા અનામતના કાયદા સામે અરજી કરનારા અરજદારો જણાવે છે કે 102મો બંધારણીય સુધારો પસાર કરીને કોઈ પણ વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર કરવા કે તેમાંથી બાકાત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિના હાથમાં આપી દેવાયો છે. અરજદારોએ દલીલ કરી છે કે 102મો બંધારણીય સુધારો પસાર થયો તેના બે મહિના પછી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે નવેમ્બર 2018માં મરાઠા અનામત કાયદો પસાર કર્યો હતો. તેનો અર્થ એ કે કોઈ વર્ગને અથવા તો મરાઠા કોમને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાહેર કરવાનો કોઈ અધિકાર વિધાનસભા પાસે રહ્યો નહોતો.

આર્થિક આધાર પર અપાયેલા અનામતની કાયદેસરતા

મરાઠા અનામત કાયદાને પડકારનારા અરજદારોએ એમ પણ જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા વર્ગ માટે અલગથી 10% અનામત આપી દેવા માટે કરાયેલો 103મો બંધારણીય સુધારો પણ તપાસવાની જરૂર છે.

આ બંધારણીય સુધારા પ્રમાણે કેન્દ્ર સરકારને અધિકાર અપાયો છે કે તે આર્થિક રીતે પછાત હોય તેવી વ્યક્તિઓને 10% અનામત આપે. આ અનામત 1992માં સુપ્રીમ કોર્ટે જે 50% મહત્તમ મર્યાદા અનામતની રાખી હતી તેને વટાવીને પણ આપી શકાય તેવી જોગવાઈ કરાઈ હતી. ઘણા બધા રાજ્યોમાં આ જોગવાઈનો લાભ લઈને 10%ની આર્થિક અનામતનો અમલ શરૂ પણ કરી દેવાયો છે.

કલમ 15 (6) હેઠળ કેન્દ્ર અને રાજ્યોને લઘુમતીઓ સિવાયની સંસ્થાઓમાં, વર્તમાનમાં ઉપલબ્ધ અનામતની ઉપર વધુ 10% સુધીની અનામત પ્રવેશ રાખવાનો અધિકાર આપે છે, જ્યારે કલમ 16 (6) સરકારી નોકરીઓમાં ઉપલબ્ધ અનામતની ઉપર વધુ 10% અનામત રાખવાનો અધિકાર આપે છે.

103મા બંધારણીય સુધારાને જનહિત અભિયાન વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં પડકારવામાં આવ્યો છે, અને તેની સુનાવણી પણ બંધારણીય બેન્ચમાં પેન્ડિંગ છે.

મરાઠા અનામત કાયદાના બીજા ફણગાં

મરાઠા અનામત કાયદા વિરુદ્ધ અરજી કરનારાઓએ જણાવ્યું છે કે 102 અને 103મા બંધારણીય સુધારા પસાર થયા તે પછી બંધારણની કલમ 14, 15, 16, 338-B અને 342-A આ બધા વચ્ચે કેવી રીતે સમતુલા જળવાશે તેના પર વિચારણા થઈ નથી.

આગળ શું થઈ શકે

ગત 8 માર્ચના રોજ જસ્ટિસ અશોક ભૂષણની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે એ વાતે સહમતી આપી હતી કે આ બાબતમાં બધા જ રાજ્યોને પણ જોડવામાં આવશે. તેથી બધા રાજ્યોને પણ નોટિસો મોકલાઈ છે કે તમારી રજૂઆતો અદાલત સમક્ષ કરવી. બધા રાજ્યોને પણ રજૂઆત કરવાની નોટિસ અપાઈ છે, કેમ કે કલમ 342-A હેઠળ રાજ્યો પોતાના રાજ્યના વર્ગોને સામાજિક કે આર્થિક રીતે પછાત જાહેર કરવા માટે સક્ષમ રહે છે કે નહીં તે મુદ્દો પણ ઉપસ્થિત થયો છે. સાથે જ અદાલતે એમ જણાવ્યું હતું કે 102મા બંધારણીય સુધારામાં નેશનલ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસિસને બંધારણીય દરજ્જો અપાયો છે તે પણ બહુ અગત્યનો મુદ્દો છે.

આ બધા ફેરફારોને કારણે ઇન્દ્રા સાહની કેસના ચુકાદાને થયેલી અસર, બદલાયેલી સામાજિક પરિસ્થિતિ અને બીજી બધી બાબતોની પણ ચર્ચા કરવા માટે પણ સર્વોચ્ચ અદાલતે સહમતી દાખવી છે. 15 માર્ચથી જસ્ટિસ અશોક ભૂષણની પાંચ જજોની બેન્ચ સુનાવણી શરૂ કરશે અને 25 માર્ચ સુધી ચાલશે તેવી શક્યતા છે.

-કૃષ્ણાનંદ ત્રિપાઠી, ઈટીવી ભારત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.