ETV Bharat / opinion

પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે - મુખ્યપ્રધાન મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બાકી બધા તેવું સમીકરણ છે અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી જેમને જો ત્રીજી અવધિ માટે શાસન કરવા મળશે તો તેમને વધુ મોટી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે છે, તેમની સામે ભગવા પક્ષના આક્રમક અભિયાન ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે

author img

By

Published : Mar 19, 2021, 2:15 PM IST

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બાકી બધા તેવું સમીકરણ છે અને મુખ્ય પ્રધાન મમતા બેનર્જી જેમને જો ત્રીજી અવધિ માટે શાસન કરવા મળશે તો તેમને વધુ મોટી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે છે, તેમની સામે ભગવા પક્ષના આક્રમક અભિયાન ચાલી રહ્યું છે.

ભાજપ સામે રાષ્ટ્રીય મોરચો થાય તો તેમાં મુખ્ય ભૂમિકા માટેની મમતાની મહેચ્છા છૂપી નથી અને તેઓ વડા પ્રધાન મોદી અને તેમની નીતિઓ, ચાહે તે ૨૦૧૬માં વિવાદાસ્પદ નોટબંધી હોય કે માલ અને સેવા વેરો, જીએસટીની આવકની વહેંચણી, નાગરિકત્વ સુધારા અધિનિયમ, આઈએએસ અને આઈપીએસનું ડેપ્યુટેશન અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડ અપાતી કલ્યાણકારી યોજનાઓ હોય, તેની નિયમિત ટીકા દ્વારા તેઓ તેમની આ ભૂમિકા વિશે દાવો નિયમિત રીતે કરતા રહ્યાં છે.

તૃણમૂલ કૉંગ્રેસ નેતાનું આ વધુ મોટી રાષ્ટ્રીય ભૂમિકાનું સપનું એ હકીકત દ્વારા ઉત્તેજન પામે છે કે ભાજપનો એક માત્ર રાષ્ટ્રીય વિકલ્પ કૉંગ્રેસ હવે દેશભરમાં ડૂબી રહી છે.

કૉંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટીએમસી સામે તૃણમૂલના લાંબા સમયના શત્રુ ડાબેરી પક્ષો સાથે મળીને ચૂંટણી એવા સમયે લડી રહી છે જ્યારે બંને- શાસક પક્ષ અને વિપક્ષને અનુભવ થયો છે કે તેનાથી ભાજપ વિરોધી મતો વહેંચાશે જ.

આ પણ વાંચોઃ મમતા વિરુદ્ધ શુભેન્દુ વિરુદ્ધ મિનાક્ષી – નંદીગ્રામની 70-30 ફોર્મ્યુલા

ગત વર્ષોમાં હિન્દુત્વ/રાષ્ટ્રીયતાનું પત્તું ખેલીને ભાજપને લાભ થઈ રહ્યો છે તે સ્પષ્ટ છે અને તેની સાબિતી એ છે કે વર્ષ ૨૦૧૯માં રાજ્યની ૪૨ લોકસભા બેઠકમાંથી ૧૮ આ ભગવા પક્ષે જીતી છે.

ત્યારથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં ભગવા પક્ષ દ્વારા આક્રમક અભિયાન જય શ્રી રામના સૂત્ર આસપાસ કેન્દ્રિત રહ્યું છે અને ભ્રષ્ટાચાર તેમજ કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અંગે આક્ષેપો દ્વારા રાજ્ય સરકારની ટીકા કરી રહ્યો છે.

મમતાના 'સ્થાનિક વિરુદ્ધ બાહ્ય' અભિયાન, તેઓ બંગાળની દીકરી હોવાનો મુદ્દો દર્શાવવો, તેનો હેતુ ભગવા પક્ષનો સામનો કરવાનો છે જેણે ગત સપ્તાહોમાં તૃણમૂલના અનેક નેતાઓને પોતાના પક્ષમાં સમાવ્યા છે. આના દ્વારા ભાજપ એવો સંદેશ આપવા માગે છે કે પૂર્વના આ રાજ્યમાં બદલાવ માટે ભાજપ મજબૂત દાવેદાર છે.

શેરી યૌદ્ધા તરીકે જાણીતાં મમતાએ પોતાની પૂરી શક્તિ સાથે ભાજપનો સામનો કરવા નિર્ણય કર્યો છે અને વ્હીલ ચૅર પર રાજ્યભરમાં પ્રચાર કરીને ભગવા પક્ષના ચૂંટણી મુદ્દાનો સામનો કરવાની યોજના ધરાવે છે.

મુખ્ય પ્રધાને દાવો કર્યો છે કે ચૂંટણી પંચની નજર હેઠળ તેમના પર હુમલો કરાયો હતો. આ આક્ષેપ ચૂંટણી પંચ તેમજ ભાજપે નકાર્યો છે.

આ પણ વાંચોઃ જમ્મુ અને કાશ્મીરમાં અમલદારની વિદાય, રાજકારણીનું આગમન

જોકે, બેનર્જીના ભાંગેલા પગની તસવીર તેમના સમર્થકોમાં પ્રતિકારના મજબૂત પ્રતીક બની ગઈ છે અને તે ટીએમસીની તરફેણમાં વૉટ સ્વિંગમાં થોડી વધુ ટકાવારી મળી શકે છે.

ભાજપના તમામ આક્રમણ છતાં, પશ્ચિમ બંગાળમાં ભાજપનું મજબૂત સંગઠન નથી અને તેનો પુરાવો સ્થાનિક નેતાઓનો અભાવ પૂરવા તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓ પોતાના તરફે વધુ લેવા દ્વારા મળે છે.

જો મમતા ત્રીજી અવધિ માટે મુખ્ય પ્રધાન તરીકે એકલા હાથે જીતશે તો તે દર્શાવશે કે તે રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપના અશ્વમેઘના ઘોડાને અટકાવી શકે છે અને આથી તે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોના મોરચાનું નેતૃત્વ કરવા યોગ્ય છે.

જોકે કૉંગ્રેસના શીર્ષ નેતૃત્વને આ વિચાર નહીં ગમે પણ મમતા બેનર્જી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નેતા શરદ પવાર, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ડીએમકેના વડા એમ. કે. સ્ટાલીન સહિત અન્ય મહત્ત્વના વિપક્ષ નેતાઓનો ટેકો ધરાવે જ છે.

-અમિત અગ્નિહોત્રી, વરિષ્ઠ પત્રકાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.