ETV Bharat / opinion

મુંબઈની કરિમી લાયબ્રેરીમાં હિન્દુ ધર્મના જૂના ઉર્દૂ પુસ્તકોનું શું થશે?

હેરિટેજ ઇમારતમાં બેસતી મુંબઈની કરિમી લાયબ્રેરીમાં હિન્દુ ધર્મગ્રંથો વિશેના અનેક ઉર્દૂ પુસ્તકો ધરાવે છે. આ બહુ સમૃદ્ધ અને વિશાળ પુસ્તક સંગ્રહ ધરાવતી આ લાયબ્રેરી મુંબઈની સૌથી જૂની અને મોટી શૈક્ષણિક સંસ્થા અંજુમન-એ-ઇસ્લામની છે. લાયબ્રેરીની ઇમારત મુંબઈની સૌથી જૂની ઇમારતોમાંની એક છે, પણ આજેય અડિખમ ઊભી છે.

Karimi library
કરિમી લાયબ્રેરી
author img

By

Published : Sep 26, 2020, 5:26 PM IST

Updated : Sep 26, 2020, 6:27 PM IST

મુંબઈ: હેરિટેજ ઇમારતમાં બેસતી મુંબઈની કરિમી લાયબ્રેરીમાં હિન્દુ ધર્મગ્રંથો વિશેના અનેક ઉર્દૂ પુસ્તકો ધરાવે છે. આ બહુ સમૃદ્ધ અને વિશાળ પુસ્તક સંગ્રહ ધરાવતી આ લાયબ્રેરી મુંબઈની સૌથી જૂની અને મોટી શૈક્ષણિક સંસ્થા અંજુમન-એ-ઇસ્લામની છે. લાયબ્રેરીની ઇમારત મુંબઈની સૌથી જૂની ઇમારતોમાંની એક છે, પણ આજેય અડિખમ ઊભી છે.

અંજુમન-એ-ઇસ્લામ 147 વર્ષ જૂની સંસ્થા છે. તેના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં 97 શૈક્ષણિક સંકુલો ચાલે છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. જુદા જુદા ધર્મોના આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે ત્રણ હજારથી વધારેનો શિક્ષણગણ પણ છે. આ સંસ્થાઓમાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં પણ સેટલ થયા અને સારી જગ્યાએ કામ કરી રહ્યા છે.

મુંબઈની કરિમી લાયબ્રેરીમાં હિન્દુ ધર્મના જૂના ઉર્દૂ પુસ્તકો

હિન્દુ ધર્મ વિશેના અલભ્ય એવા ઉર્દૂ પુસ્તકોનો સારો એવો સંગ્રહ કરિમી લાયબ્રેરીમાં છે. તેમાં રામાયણ અને હનુમાન ચાલીસા સહિતના અગત્યના ધર્મગ્રંથોનો સમાવેશ થાય છે. આ બધા પુસ્તકો લાયબ્રેરીના વાચકોને વાંચવા માટે સહેલાઈથી મળી શકે છે. જોકે કેટલાક જૂના ગ્રંથો હવે જીર્ણશીર્ણ થવા લાગ્યા છે. તેથી લાયબ્રેરી સંચાલકોએ તેમને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાનું કામ ઉપાડ્યું છે.

અંજુમન-એ-ઇસ્લામના સંચાલકોને ગૌરવ છે કે છેલ્લા દોઢસો વર્ષ દરમિયાન તેમની સંસ્થાએ અગત્યની ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. સંસ્થાના અગ્રણીઓ સ્વાતંત્ર્ય માટેની લડાઈમાં પણ જોડાયા હતા. અંજુમન પણ એક ઐતિહાસિક સંસ્થા છે અને સ્વતંત્રતા આંદોલનમાં લડેલા તેમના કેટલાય નેતાઓને જેલમાં જવું પડ્યું હતું. અંગ્રેજોએ તેમને લડતમાં સક્રિય થવા બદલે જેલમાં નાખ્યા હતા.

રોગચાળો હોય કે કુદરતી આપત્તિ આવી હોય, આ સંસ્થાએ હંમેશા સેવાકાર્યો ઉપાડી લીધા છે. ખાસ કરીને કુદરતી આપત્તિ પછી લોકોને થાળે પાડવાના કામમાં સંસ્થા પોતાનો ફાળો આપતી રહી છે. અંજુમન-એ-ઇસ્લામ સંસ્થાએ ગંગા જમની તહેઝીબના સંવર્ધન માટે હંમેશા પ્રયાસો કર્યા છે, જેથી ભાઈચારો જળવાઈ રહે. 147 વર્ષ જૂની આ સંસ્થાની વિશેષતા એ છે કે શિક્ષણ ક્ષેત્રે કામ કરનારી તે સૌથી જૂની મુસ્લિમ સંસ્થા છે.

- શાહિદ અન્સારી

Last Updated : Sep 26, 2020, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.