ETV Bharat / opinion

ચાલો ભવિષ્યનું પુનઃનિર્માણ કરીએ!

દુનિયાભરમાં કોરોનાના સંકટના કારણે સંચારબંધી લાગી ગઈ છે અને ઉદ્યોગધંધા ઠપ થઈ ગયા છે. જોકે આશા રાખવી રહી કે ચેપ ફેલાતો અટકે તે પછી ફરી ઉદ્યોગો ધમધમતા થાય અને સ્થિતિ સુધરે. વડા પ્રધાન મોદીએ મંત્રાલયોને જણાવ્યું છે કે કોરોના પછી કેવી રીતે ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા અને કેવી રીતે નિકાસ વધારવી તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.

#IndiaFightsCorona
ભવિષ્યનું પુનઃનિર્માણ
author img

By

Published : Apr 13, 2020, 6:59 PM IST

ન્યૂઝ ડેસ્કઃ એવું જાણવા મળ્યું છે કે જુદા જુદા સરકારી વિભાગો દેશમાં સ્પેરપાર્ટ્સ અને ઉત્પાદનો વધારવા માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે. દવા, વસ્ત્રો, ઇલેક્ટ્રોનિક્સ, ફૂડ પ્રોસેસિંગ અને સંરક્ષણ ઉદ્યોગો દેશને નવી આર્થિક ગતિ માટે ઉપયોગી સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે. વડા પ્રધાને આગામી પાંચ વર્ષમાં 35,000 કરોડ રૂપિયાના શસ્ત્રો અને દારૂગોળાની નિકાસ કરવાનું લક્ષ્યાંક નક્કી કરેલું જ છે. ધારણા પ્રમાણે તેને હાંસલ કરી શકાશે તો 'મેક ઇન ઇન્ડિયા'ના લક્ષ્યાંકમાં નવો પ્રાણ ફૂંકાશે.

પાંચ વર્ષ પહેલાં 'મેક ઇન ઇન્ડિયા'ની શરૂઆત થઈ ત્યારે કેન્દ્ર સરકારે ગૌરવ સાથે કહ્યું હતું કે 2022ના વર્ષ સુધીમાં જીડીપીના 22 ટકા સુધી ઉત્પાદન સેક્ટરને લઈ જવાની નેમ છે. તેના મારફત વધારાની એક કરોડ રોજગારી ઊભી કરવાનું લક્ષ્યાંક હતું. જોકે થોડા જ વખતમાં આ માટેનો ઉત્સાહ શમી ગયો હતો.

હાલના આર્થિક સર્વેક્ષણમાં રિવાઇઝ કરેલો 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા' કાર્યક્રમ પાંચ વર્ષમાં ચાર કરોડ રોજગારી ઉત્પન્ન કરશે તેવો દાવો કરાયો હતો. નામોની વાત જવા દઈએ પણ આજની જરૂરિયાત એ છે કે સ્થાનિક કામદારને રોજગારી મળી શકે તેવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે. હાલમાં કારપેટ, સાદડી અને વસ્ત્રોનું ઉત્પાદન અટકી પડ્યું છે, ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ માસ્ક તૈયાર કરવા માટે આગળ આવી રહ્યો છે.

ઘણા રાજ્યોમાં અનાજ માટેની ગુણોની અને તારપોલિનની અછત વર્તાઇ રહી છે. નાના ઉદ્યોગો સ્થાનિક જરૂરિયાત પ્રમાણે તેનું કામ કરી શકે છે. હાથના મોજા જેવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તરત મેળવી શકાય છે. બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં 4 કરોડ કામદારો માટે યોગ્ય રોજગારી ઊભી કરવાનું આયોજન કરવું અનિવાર્ય છે!

હાલના સમયમાં ભારતે બલ્ડ ડ્રગ અને દવાઓના કાચા માલ માટે 67 ટકા જથ્થો ચીનથી આયાત કર્યો છે. આ રીતે ભારતનો દવા ઉદ્યોગ એક્ટિવ ફાર્મા ઇનગ્રેડિયન્ટ્સ (APIs) માટે ચીન પર આધારિત થઈ ગયો છે. 20 વર્ષ પહેલાં દવાની ટિકડીઓ અને કેપ્સુલ બનાવવા માટેના કાચા રસાયણોનું ઉત્પાદન ભારતમાં જ થતું હતું. તેને ફરી ચાલુ કરવામાં આવે તો ભારતમાંથી APIની નિકાસમાં કોઈ સ્પર્ધા નહિ કરી શકે.

નાના ઉદ્યોગોમાં વાંસની ખુરશીઓ, શણની વસ્તુઓ, ચામડાંની વસ્તુઓ, હાથ બનાવટના ઉત્પાદનો વગેરેમાં સહાય કરવામાં આવે અને સરકારી મદદ મળે તો ખૂબ સારું પરિણામ આવી શકે છે. સ્પેર પાર્ટ્સ, ઉપકરણો અને પેટા સાધનોને નિયંત્રિત કરવામાં આવે તો શસ્ત્ર ઉદ્યોગમાં સ્વાવલંબી શકાય છે. ફૂડ પ્રોસેસિંગમાં ટેક્નોલૉજી જેવા ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે બહુ ઉપયોગી છે. આપણા માટે જરૂરી હોય તેવી અને નિકાસ કરી શકાય તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે ભારત સ્વાવલંબી બની શકે અને બેરોજગારીની નાબુદી થાય!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.