ETV Bharat / opinion

સિંધુ જળ કરાર: ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અગત્યનો મુદ્દો

author img

By

Published : Mar 22, 2021, 8:58 PM IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના જળની વહેંચણી મુદ્દે વાટાઘાટો કરવા માટે પરમેનન્ટ કમિશન ઓન ઇન્ડસ વૉટર્સની બેઠક મળી રહી છે. 1960માં બંને દેશો વચ્ચે સિંધુ જળ વહેંચણી થઈ હતી, પરંતુ તે પછી તેમાં થયેલા વિખવાદોના નિવારણ માટે વાટાઘાટો થશે. મંગળવારે એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હી પહોંચવાનું છે. જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બની રહેલા હાઇડ્રો પ્રૉજેક્ટ્સની વિશેષ ચર્ચા કરવામાં આવશે.

સિંધુ જળ કરાર: ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અગત્યનો મુદ્દો
સિંધુ જળ કરાર: ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં અગત્યનો મુદ્દો

ન્યૂઝ ડેસ્ક: છેલ્લે 2018માં લાહોરમાં પંચની બેઠક મળી હતી. દર વર્ષે તેની બેઠક કરવાનું નક્કી થયું હતું, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધેલી તંગદિલી પછી બેઠકો થઈ શકી નહોતી. કલમ 370ની નાબુદી અને બાદમાં વાસ્તવિક અંકુશ રેખા પર શસ્ત્રવિરામના ભંગના કારણે ઊભી થયેલી તંગદિલીને કારણે બેઠકો થઈ નહોતી. જોકે પાછલા બારણે વાતચીત થઈ હતી અને તેના કારણે આખરે બંને દેશો ફરી આ મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર થયા છે. તેની પૂર્વતૈયારી રૂપે જ એક મહિના પહેલાં નવેસરથી શસ્ત્રવિરામ માટેની સમજૂતિ કરવામાં આવી હતી.

ભારતમાંથી વહેતી અને પાકિસ્તાનમાં પહોંચતી નદીઓના પાણીની વહેંચણી કેવી રીતે કરવી તે માટે સિંધુ જળ કરાર થયા હતા અને તેમાં અન્ય નદીઓના મુદ્દે પણ ચર્ચા થશે તેવી શક્યતા છે. આ સંધી ના થઈ ત્યાં સુધી 1948ના કરારના આધારે બંને વચ્ચે નદીઓના જળની વહેંચણી થતી રહી હતી.

સિંધુ, જેલમ, ચેનાબ, રવિ, સતલજ અને બિયાસ એમ છ નદીઓના જળ ભારતમાંથી વહીને પાકિસ્તાન પહોંચે છે. આમાંથી પશ્ચિમ દિશામાં વહેતી ત્રણ નદીઓ જેલમ, ચેનાબ અને સિંધુના જળ પાકિસ્તાનના ફાળે સંધી પ્રમાણે આપવામાં આવ્યા હતા. ભારતે આ નદીઓ પર બંધ બાંધીને પાણીને અટકાવવું નહીં તેવી માગણી પાકિસ્તાનની રહી છે.

સંધી પ્રમાણે બાકીની ત્રણ નદીઓના જળ પર ભારતનો સંપૂર્ણ હક છે. રવિ, બિયાસ અને સતલજના જળનો ઉપયોગ ભારત કરી શકે છે. સિંધુ નદીનું ઉદગમસ્થાન તીબેટના ઉચ્ચ પ્રદેશમાં છે, પરંતુ આ જળ કરારમાં ચીનને સામેલ કરાયું નહોતું. બીજી બાજુ આ કરારમાં ત્રીજા પક્ષ તરીકે વિશ્વ બેન્કે સહી કરેલી છે. વિશ્વ બેન્કની ભૂમિકા મધ્યસ્થીની છે અને આ કરારનો ઉલ્લંઘન કરતી હોય તેવી કોઈ પણ સિંચાઈ યોજનાને તે લોન આપશે નહીં. હકીકતમાં વિશ્વ બેન્કે જ બંને દેશોને આવી સંધી કરવા માટે સમજાવ્યા હતા.

સિંધુ, ચેનાબ અને જેલમ આ ત્રણેય નદીઓ પાકિસ્તાન માટે અગત્યની છે. પાકિસ્તાન માટે આ નદીઓના જળ જીવાદોરી સમાન છે. સમગ્ર કૃષિ ક્ષેત્ર આ નદીઓ પર આધારિત છે. ચેનાબ અને જેલમ જમ્મુ અને કાશ્મીરમાંથી વહીને અંકુશ રેખા પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશે છે.

સિંધુ નદીના જળ માટેના પાકિસ્તાન પરમેનન્ટ કમિશનના વડા તરીકે સઇદ મેહર અલી શાહ છે, જ્યારે ભારતમાંથી પ્રતિનિધિ તરીકે પી. કે. સક્સેના છે. તેમની સાથે સિંચાઈ, હવામાન અને સંબંધિત વિભાગોના નિષ્ણાતો પણ જોડાશે. ખાસ કરીને ચેનાબ નદી પર બાગલીહાર અને પકાલ દલ હાઇડ્રો પ્રૉજેક્ટ બની રહ્યા છે તેના વિશે ચર્ચાઓ થશે. જમ્મુના જિલ્લા ડોડા અને કિશ્તવરમાં આ બે જળવિદ્યુત યોજના આકાર લઈ રહી છે.

પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો અને બંધના સ્થળે મુલાકાત માટેની મંજૂરી માગી હતી. હકીકતમાં નિષ્ણાતોની ટીમ ઘણી વાર મુલાકાત લઈ પણ ચૂકી છે. થોડો સમય માટે કામ અટકાવી દેવાયું હતું, પરંતુ વિશ્વ બેન્કની દરમિયાનગીરી પછી કામ ફરી શરૂ થયું છે.

જોકે ભારત હિમાલયથી વહેતી નદીઓ પર વધારે જળ વિદ્યુત યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. તેની સામે પાકિસ્તાનનો વિરોધ છે અને વારંવાર ભારત સરકાર સામે તેનો વિરોધ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન તરફથી વડા પ્રધાન ઇમરાન ખાને સૌ પ્રથમ આ મુદ્દે વાટાઘાટો કરવા તૈયારી બતાવી હતી. તેમને પાકિસ્તાન સેનાના વડા કમર જાવદે બાજવાનું પણ સમર્થન મળ્યું હતું. તેમણે ગયા અઠવાડિયે જ ઇસ્લામાબાદમાં એક મહત્ત્વની સંરક્ષણને લગતા કાર્યક્રમમાં ભારતને અનુરોધ કર્યો હતો કે શાંતિપૂર્ણ રીતે વાટાઘાટો કરવા માટે કાશ્મીરમાં સાનુકૂળ સ્થિતિ સર્જવી જોઈએ.

બાજવાએ એક કદમ આગળ વધીને કહ્યું હતું કે ભૂતકાળ ભૂલી જઈને આગળ વધવું જોઈએ. કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના વલણમાં આ મહત્ત્વનું પરિવર્તન છે એમ બંને દેશોના જાણકારો કહી રહ્યા છે. આ વાત કરતી વખતે કલમ 370 અથવા સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ વિશે ઉલ્લેખ કરાયો નહોતો. સાથે જ નવેસરથી શસ્ત્રવિરામ પણ કરાયો છે.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાને વલણ બદલ્યું હોવાનું અન્ય રીતે પણ જોવા મળી રહ્યું છે. સઇદ અલી ગીલાણીએ શસ્ત્રવિરામને સમાધાન ગણાવ્યું ત્યારે પાકિસ્તાને તેમને ભીંસમાં લીધા હતા. ગીલાણી જેવા ભાગલાવાદી સામે પાકિસ્તાનનું કડક વલણ પણ ઈશારો કરી રહ્યું છે.

પાકિસ્તાન જેલમ નદીના જળ કરતાંય કાશ્મીરના મુદ્દે જડ વલણ છોડીને વાટાઘાટો કરવા માટે તૈયાર થયું હોય તેમ લાગે છે. કાશ્મીરના કારણે જ પાકિસ્તાને FATF જેવા મુદ્દે ભીંસમાં આવવું પડે છે અને વિખવાદ વધે તો જળ સંકટ ઉલટાનું વધી શકે છે. તેથી જ બાજવા અને ઇમરાન ખાન ભારત સાથે જળ વહેંચણી સહિતના મુદ્દે વાટાઘાટ માટે તૈયાર થયા લાગે છે.

દુનિયાભરમાં મહત્ત્વના ભૌગોલિક-રાજકીય પરિવર્તનો આવી રહ્યા છે ત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ કેન્દ્રમાં આવી રહ્યા છે. બંને દેશો જુદા જુદા પક્ષ માટે કેન્દ્ર સ્થાને છે. એક તરફ ચીન સામેના QUADમાં ભારત અગત્યનું સાથી છે, જ્યારે પાકિસ્તાન પોતે ચીનનું દોસ્ત છે. ચીનના BRI પ્રૉજેક્ટ માટે પાકિસ્તાનનો સાથ જરૂરી છે. ચીન અને રશિયા વચ્ચે પણ સંબંધો બહુ સુધરી ગયા છે.

આવા સંજોગોમાં સિંધુ જળ વહેંચણી મુદ્દે વાટાઘાટો કેટલી આગળ વધે છે તે જોવાનું રહે છે. શું બંને દેશો પોતાની જૂની દુશ્મનાવટ ભૂલશે તે પણ સવાલ છે. અત્યારે એટલું દેખાય છે કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે નીતિ પરિવર્તન દર્શાવી રહ્યું છે. સાથે જ પાકિસ્તાન કાશ્મીર કરતાંય પોતાની આંતરિક અને સ્થાનિક સમસ્યાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

-બિલાલ ભટ, ન્યૂઝ એડિટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.