ન્યૂઝ ડેસ્ક : ડૉક્ટરો, ખાસ કરીને વિષયના નિષ્ણાતો,એ ક્યારેય આપણને ઊંચા ઘોડા પર સવારી કરનારાઓ દ્વારા જે બાબતો દર્શાવવામાં આવી તેના પ્રત્યે આત્મસંતોષના જોખમ અંગે ક્યારેય ચેતવવાનું અટકાવ્યું નહીં. કૉવિડ-૧૯ના પહેલા મોજા પછી કથિત સફળતાની જે લોકોએ ઉજવણી કરી હતી તેઓ તબીબી વ્યવસાયના નહોતા તેમાં કોઈ આશ્ચર્ય નથી.
૨.૧ કરોડ વસતિનો દેશ એવા શ્રીલંકા વિશ્વમાં પહેલો દેશ હતો જેણે રોગચાળા વચ્ચે ચૂંટણી યોજી. પરંતુ તે ૧.૩ અબજના દેશ માટે પ્રેરણા ન હોવી જોઈએ. ભારતમાં, બિહારમાં કૉવિડ-૧૯ના પહેલા મોજા દરમિયાન ચૂંટણી યોજાઈ હતી. આજે જેટલી છે તેટલી પરિસ્થિતિ ખરાબ નહોતી, પરંતુ ચૂંટણીનો મોટા ભાગનો પ્રચાર આભાસી/ઑનલાઇન પ્રકારે યોજાયો હતો.
તે પછીની તમામ ચૂંટણીમાં નિઃશુલ્ક રસીકરણનું વચન અપાયું હતું. પરંતુ અત્યારે જે પગલું આફતકારી લાગી રહ્યું છે તે એ કે જ્યારે દેશની વસતિના એક નાના ભાગને પણ રસી નહોતી અપાઈ ત્યારે રસીઓ અન્ય દેશોને દાન આપી દેવાઈ હતી.
આ અયોગ્ય દાનની ઊંચી કિંમત ચૂકવવી પડી છે.
રોજ ૩,૦૦,૦૦૦ કરતાં વધુ લોકો ટેસ્ટમાં પૉઝિટિવ આવે છે અને કબ્રસ્તાન તેમજ સ્મશાન મૃતદેહોથી ભરાયેલા છે. ત્રણ બાબતો છે જેમણે આપણને આનાથી બચાવી શક્યા હોત-માસ્ક અને એકબીજાથી અંતર (સૉશિયલ ડિસ્ટન્સ) અને રસી. જોકે ઘણું બીજું પણ ઈચ્છનીય છે, લોકો હવે મોટા ભાગે તો માસ્ક વાપરે છે, પરંતુ જ્યાં સુધી રસીનો પ્રશ્ન છે, સંબંધિત વિવિધ ખૂણાએ યુદ્ધા ધોરણે તૈયારી કરવી પડશે. જ્યાં સુધી વસતિના મોટા ભાગને રસી ન અપાય, ત્યાં સુધી એવું લાગે છે કે લોકો પોતાના ભરોસે છે.
દેશમાં રોજ આવતા પૉઝિટિવ કેસોની સંખ્યા ભય પમાડે તેવી છે. તેના કરતાં ભય પમાડે તેવી છે નિષ્ણાતોની ચેતવણી કે કોરોનાના પ્રસારનું શિખર હજુ આવવાનું બાકી છે. જ્યાં સુધી ચેપનું શિખર આવે ત્યાં સુધીમાં આપણે આશા રાખીએ કે આરોગ્યનું આંતરમાળખું, ખાસ કરીને ઑક્સિજન પૂર્તિની પૂરતી વ્યવસ્થા થઈ જાય.
ભારતભરમાં, ખાસ કરીને વસતિની રીતે ગીચ એવાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ રાજધાનીનું શહેર- નવી દિલ્હીમાં, સ્મશાનોમાં લાગતી લાંબી કતારો દર્શાવે છે કે કૉવિડ-૧૯ કઈ રીતે બેફામ બન્યો છે કારણકે લોકોએ માર્ગદર્શિકા અનુસરવાનું બંધ કરી દીધું હતું અને અધિકારીઓ આત્મપ્રશંસા કરવા લાગ્યા હતા. આ મહત્ત્વના તબક્કે, લોકો પરિસ્થિતિ નિયંત્રણમાં આવે તે માટે ન્યાયતંત્ર તરફ વળ્યા. આ સંદર્ભમાં, એ જાણવું દુઃખદ છે કે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે ભારતીય ચૂંટણી પંચને કૉવિડ-૧૯ના ઝેરી બીજા મોજા માટે 'એક માત્ર જવાબદાર' ગણ્યા. ન્યાયાલયે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓની સામે હત્યાનો કેસ થવો જોઈએ.
ચૂંટણીવાળાં રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણી સભાના સંદર્ભમાં, ન્યાયાલયે ચૂંટણી પંચને પૂછ્યું કે જ્યારે ચૂંટણી સભાઓ થઈ રહી હતી ત્યારે શું તે બીજા ગ્રહ પર હતું? હકીકતે, જ્યારે રોજેરોજ મૃતદેહોથી કબ્રસ્તાન અને સ્મશાન ઉભરાતું હોય ત્યારે ચૂંટણીવાળાં રાજ્યોમાં ટોળાંઓની તસવીરો અને વિડિયો વાઇરસની અસર વિશેના અહેવાલો કરતાં વધુ વાર બતાવાયાં. પશ્ચિમ બંગાળમાં મોટી ચૂંટણી સભા માટે જેટલી સ્પર્ધા હતી તેટલી ક્યાંય નહોતી. અત્યારે અગત્યની રાજ્ય ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ યુદ્ધનું મેદાન બની ગયું છે.
રાજકારણીઓનાં ભાષણોમાં તેમને સાંભળવા આવતા લોકો માટે સાવચેતીનો એક શબ્દ પણ ભાગ્યે જ સાંભળવા મળતો હતો. એમાં કોઈ આશ્ચર્ય નથી કે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાનો દરેક બીજો નિવાસી ગત થોડા દિવસો દરમિયાન કૉવિડ-૧૯ના ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં યોજાયેલા કુંભ મેળાની વાત તો કરાય તેવી જ નથી જ્યાં સપ્તાહો માટે એક જ સ્થાને લાખો લોકો એકત્ર આવ્યા હતા અને તે ખુલ્લા આકાશ નીચે થતો કાર્યક્રમ છે તેવો તેનો બચાવ થયો હતો અને એમ કહેવાયું હતું કે તે જોખમથી મુક્ત છે. જે નેતાઓએ અગાઉ કોરોના માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હતું તે જ નેતાઓ આ માર્ગદર્શિકાનું પાલન કરવા વિધાનો કરી રહ્યા છે.
- બિલાલ ભટ