ન્યૂઝ ડેસ્કઃ તામિલનાડુના બંને મુખ્ય પક્ષો દ્રમુક અને અન્નાદ્રમુક બંને પક્ષની સ્થાપના પાછળની ભાવના, પેરિયાર અને અન્ના જેવા સ્થાપકોને યાદ કરીને તમિળ રાષ્ટ્રવાદને મુદ્દાને મુખર કર્યો છે. આમ છતાં બંનેના ટોન અને ટેનોરમાં ફરક દેખાઈ આવે છે.
થોડા દિવસ પહેલાં મુખ્યપ્રધાન અને એઆઈએડીએમકના મુખ્ય સંકલનકર્તા એડ્ડાપલ્લી કે. પલાનીસામીએ એક મીડિયા કૉન્ક્લેવમાં જણાવ્યું હતું કે ભાજપ સાથેનું તેમનું જોડાણ માત્ર ચૂંટણી પૂરતું જ મર્યાદિત છે. તે ક્યારેય વિચારધારાને આધારે નહિ હોય. આ રીતે અન્નાદ્રમુક ભાજપ સાથેની પોતાની નીકટતાને હવે સમજાવવા માટે કોશિશ કરતો દેખાય છે. CAA લોકસભામાં પસાર કરવામાં આવ્યો ત્યારે એઆઈએડીએમકેના સાંસદોએ તેને ટેકો આપ્યો હતો. પરંતુ હવે તેનો વિરોધ કરીને પોતાનું વલણ બદલી નાખ્યું છે. ભાજપ સાથે રહીને આ કાયદાને પડતો મૂકવા સમજાવાશે એવું હવે પક્ષના નેતાઓ કહી રહ્યા છે.
જોકે CAA પડતા મૂકવાની વાત આવે તે ભાજપને હજમ થાય તેવી નથી. આસામમાં અને બંગાળમાં પણ ભાજપે ચૂંટણી જીતવાની છે એટલે આ મુદ્દે તેની કફોડી હાલત થાય. બીજી બાજુ ડીએમકે તરફથી વાયદો કરવામાં આવ્યો છે કે તે CAAમાં સુધારો લાવશે અને તેમાં શ્રીલંકાનું નામ પણ જોડશે. તે રીતે શ્રીલંકાના તમિળોને પણ ભારતમાં નાગરિકતા મળી શકશે. રાહત છાવણીઓમાં રહેતા શ્રીલંકાના તમિળોને નાગરિકતા અપાવવાનું વચન આ રીતે દ્રમુકે આપ્યું છે.
શ્રીલંકાના તમિળોનો મુદ્દો
એઆઈએડીએમકે તરફથી ફરી એક વાર રાજીવ ગાંધી હત્યા કેસના ગુનેગારોને છોડી દેવા માટેની માગણી થઈ છે. અલગ તમિળ ઇલમની રચના તથા શ્રીલંકામાં તમિળોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તેની સામે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં લડત આપવાની પણ કરી છે. ડીએમકે તરફથી પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે કે શ્રીલંકામાં તમિળોને તેમના પ્રાંતમાં સંપૂર્ણ સ્વાયત્તતા મળે તે જરૂરી છે. શ્રીલંકાના તમિળોને ભારતમાં રહેવું હોય તો તેમને નાગરિકતા આપવાના મુદ્દે બંને પક્ષોએ એક સરખું વલણ લીધું છે.
જોકે ભારતના કેટલાક માર્ક્સવાદીઓ કહે છે કે શ્રીલંકાના તમિળોનો મુદ્દો ચૂંટણીમાં અસરકર્તા નથી, પરંતુ બંને દ્રવિડ પક્ષો માટે આ હંમેશા અગત્યનો મુદ્દો રહ્યો છે. આ વખતે પણ તેમાં કોઈ ફરક પડ્યો નથી અને બંને મુખ્ય પક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સમાવી લીધો છે.
તમિળ રાષ્ટ્રવાદ
બંને પક્ષોની માગણી છે કે તમિળ ભાષાને સત્તાવાર રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળવો જોઈએ. ડીએમકે વાયદો કર્યો છે કે તે સત્તામાં આવશે તો વિધાનસભામાં કાયદો કરીને સરકારી નોકરીઓમાં 100 ટકા નોકરીઓ તમિળો માટે અને ખાનગી સેક્ટરમાં પણ તમિળો માટે 75 ટકા નોકરીઓ અનામત રખાવશે. તમિળ રાષ્ટ્રવાદીઓ લાંબા સમયથી આવી માગણી કરી રહ્યા છે.
મદ્રાસ હાઈ કોર્ટનું નામ બદલીને તામિલનાડુ હાઈ કોર્ટ કરવું અને ચેન્નઇમાં પણ સુપ્રીમ કોર્ટેની બેન્ચ શરૂ કરવી તથા હાઈ કોર્ટમાં કામકાજની ભાષા તમિળ કરવાની વાત એઆઈએડીએમકેના ચૂંટણી ઢંઢેરામાં સમાવી લેવામાં આવી છે. UPSCમાં ભરતી માટેની પરીક્ષાઓ કેન્દ્રીય રીતે લેવાય છે તેના બદલે તે રાજ્ય કક્ષાએ લેવાવી જોઈએ તેવી માગણી કરવા સાથે અન્નાદ્રમુકે જણાવ્યું છે કે SC અને ST સમુદાયમાંથી ધર્મ પરિવર્તન કરનારાને પણ અનામતનો લાભ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે.
બંને પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં તમિળ રાષ્ટ્રવાદના મુદ્દાઓ સમાવી લેવાયા તે નવાઈની વાત નથી. કોંગ્રેસે સત્તા ગુમાવી તે પછી છેલ્લા 50 વર્ષોથી આ બંને મુખ્ય દ્રવિડ પક્ષો જ તામિલનાડુમાં રાજ કરતા આવ્યા છે. જસ્ટિસ પાર્ટી અને દ્રવિડર કઝગમ સંગઠનો તરફથી ચળવળ ચાલી હતી અને તેના દિગ્ગજ સ્થાપકોએ તમિળ રાષ્ટ્રવાદ જગાવ્યો હતો તેને જ આ બંને પક્ષો અનુસરતા આવ્યા છે.
થિયરી અને વિચારધારામાં બંને પક્ષોના મુદ્દા લઘુમતીઓ માટે અને સામાજિક ન્યાયની બાબતમાં એક સમાન છે. બંને માટે આમ કરવું એ ઐતિહાસિક મજબૂરી છે. તામિલનાડુમાં જે પણ પક્ષ જીતવા માગતો હોય તેમણે આ મૂળભૂત મુદ્દાઓને પોતાનામાં સમાવી લેવા પડે. તેમાં જરા પણ આનાકાની દેખાય ત્યારે તેનું પરિણામ ચૂંટણીમાં તરત દેખાતું હોય છે.
-આર. પ્રિન્સ જેબકુમાર
CAA લાગુ કરવાની મનાઈ અને તમિળ ઇલમના મુદ્દા સાથેનો અન્નાદ્રમુકનો ચૂંટણી ઢંઢેરો - આર. પ્રિન્સ જેબકુમાર
તામિલનાડુના શાસક પક્ષ એઆઈએડીએમકે - અન્નાદ્રમુકે પાયાની રાજનીતિ તરફ પાછા ફરવાનું નક્કી કર્યું છે અને સિટિઝનશીપ એમેન્ટમેન્ડ ઍક્ટનો વિરોધ અને શ્રીલંકામાં અલગ તમિળ ઇલમની સ્થાપનાની વાત કરી છે. આ રીતે અન્નાદ્રમુક પક્ષની સ્થાપના જે મુખ્ય મુદ્દાઓને આધારે થઈ હતી તેના તરફ પરત ફરવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.