ETV Bharat / opinion

COVID-19 મહામારી વચ્ચે ભારતમાં વધી રહેલી બેરોજગારી

author img

By

Published : Apr 11, 2020, 7:39 PM IST

ખતરનાક કોરોના વાયરસ દુનિયાભરમાં લોકોના જીવન અને જીવનનિર્વાહ બંને છીનવી રહ્યો છે. બેરોજગારીનો દર ભયાનક રીતે વધી રહ્યો છે. ભારતમાં માત્ર બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે જ નહિ, પરંતુ આઈઆઈટી કેમ્પસમાંથી ભરતી થનારા ફ્રેશર્સ માટે પણ મહામારી મુશ્કેલી ઊભી કરી રહી છે.

unemployment
COVID-19 મહામારી

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)એ હાલમાં જ અંદાજ મૂક્યો છે કે દુનિયાભરમાં 125 કરોડ લોકો પર બેકારી તોળાઈ રહી છે. એવી ચેતવણી અપાઈ છે કે ભારતમાં બિનસંગઠિત ક્ષેત્રમાં 40 કરોડ કામદારો ગરીબીમાં સરી જશે.

ILOના આ અભ્યાસ ઉપરાંત સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલમાં પણ જણાવ્યું છે કે માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં ભારતમાં બેરોજગારી ત્રણ ગણી વધી ગઈ છે. છ મહિના અગાઉ વૈશ્વિક મંદી સ્પષ્ટ થવા લાગી હતી. આર્થિક મંદીને કારણે કૃષિ, વાહન, બાંધકામ, સંદેશવ્યવહાર અને હોટેલ ક્ષેત્રમાં અસર વધુ દેખાવા લાગી હતી.

COVID-19 મહામારી પછી હવે કોઈ પણ દેશ મુશ્કેલ સમયગાળામાંથી બહાર રહી શકે નહિ તેવી સ્થિતિમાં છે. આવા સંજોગોમાં ભારત સરકાર કેટલા અંશે સંકટમાંથી માર્ગ કાઢવામાં સફળ થશે?

મંદીનો સામનો કરવા માટે આ અગાઉ અમેરિકા, યુકે અને જર્મનીમાં સરકારોએ વધુ ખર્ચ કરવા માટેની તૈયાર કરી હતી તેને અર્થશાસ્ત્રીઓએ આવકારી હતી. એ જ રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાએ COVID-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી તે પછી પણ લાંબા ગાળાનું આયોજન જોવા મળ્યું હતું. યુકે સરકારે £330 બિલિયન પાઉન્ડ (30 લાખ કરોડ રૂપિયા)ની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમાં મોર્ગેજ ભરવામાં રાહત, વેરામાં ઘટાડો અને ગ્રાન્ટ્સનો સમાવેશ થાય છે. જુદીજુદી કંપનીઓના કર્મચારીઓનો 80 ટકા પગાર ચૂકવી દેવા માટે પણ સરકારે જાહેરાત કરી હતી.

એ જ રીતે અમેરિકાએ જંગી રાહત પેકેજ તૈયાર કર્યું છે અને નાગરિકોની સીધી આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ બેકારી ભથ્થું બમણું કરી દીધું છે. જર્મની, ફ્રાન્સ, સિંગાપોર અને સંયુક્ત અરબ અમિરાતે નાના ઉદ્યોગો માટે રાહતો જાહેર કરી છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આઝાદ ભારત સામેનું આ સૌથી મોટું સંકટ છે, પણ ક્યાંય પદ્ધતિસરની સહાય કરવાની યોજના દેખાતી નથી.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ હાલમાં જ કંપનીઓને સૂચના આપી છે કે તેમણે કર્મચારીઓને છુટ્ટા કરવા નહિ કે પગાર કાપી લેવા નહિ. કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇકોનોમી (CII)એ ખરેખર કેવી રીતે પગલાં લઈ શકાય તેની યોજના તૈયાર કરી છે. CIIએ જણાવ્યું છે કે 100થી ઓછા કર્મચારી ધરાવતી કંપનીઓના કર્મચારીઓનો PFનો હિસ્સો કેન્દ્ર સરકારે ભોગવવો જોઈએ. આ ઉપરાંત ESIમાં નોંધાયેલા અને GST માટેનું રજિસ્ટ્રેશન ધરાવતી કંપનીના કર્મચારીઓના પગાર સરકારે ચૂકવવા જોઈએ.

રોજગારી ગુમાવવાનું આવ્યું છે ત્યાં તેની જગ્યાએ નવી રોજગારીની તકો ઊભી થાય અને આર્થિક સહાય મળી રહે તે સરકારનો ધ્યેય હોવો જોઈએ. માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) સેક્ટરની કંપનીઓ સરકારી સહાયની રાહ જોઈ રહી છે, કેમ કે સૌથી વધુ બોજ તેમના પર પડ્યો છે. MSME સેક્ટર દેશના ઉત્પાદનમાં 45 ટકાનો અને નિકાસમાં 40 ટકાનો હિસ્સો ધરાવે છે અને અર્થતંત્ર માટે સૌથી અગત્યનું છે. 70 ટકા જેટલા MSME એકમો માર્ચના મહિનામાં કર્મચારીઓને પગારો ચૂકવી શક્યા નથી. બેરોજગારીનો સામનો કરવા માટે સરકારે નાના વેપારઉદ્યોગોને જ સહાય કરીને શરૂઆત કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.