ETV Bharat / opinion

હોલિવૂડની ફિલ્મ અને વાઇરસ - હોલિવૂડની ફિલ્મ

2011ની સાલમાં હોલિવૂડની એક ફિલ્મ કન્ટેજીયન રૂપેરી પડદે આવી હતી જેની શરૂઆત ખાંસી અને ઉધરસના અવાજ સહિત એક કાળા દૃશ્યથી થતી હતી, પરંતુ હવે લાગે છે કે સ્ટિવન સોલ્ડરબર્ગની તે કલ્પનાએ વાસ્તવિકતા ધારણ કરી લીધી છે. અમેરિકામાં 9-11નો જે ત્રાસવાદી હુમલો થયો હતો તેના બરાબર દસ વર્ષ બાદ 9મી સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલિઝ થઇ હતી. જેમાં દર્શાવવામાં આવ્યુ હતું કે ચીનમાંથી ફક્ત એક વ્યક્તિના સ્પર્શથી તાત્કાલિક ચેપ લાગી જાય છે, તે ઉપરાંત ફિલ્મમાં કચરાના ઢગલે ઢગલાંથી ઉભરાતી શેરીઓ અને રસ્તાઓ, ખાલી ખાલી એરપોર્ટ અને ગભરાટમાં ખરીદી કરતાં લોકો દર્શાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં તે ફિલ્મમાં માનવજાતનું એક દુઃસ્વપ્ન ખડું કરવામાં આવ્યું હતું જ્યાં એક માતા પોતાના વ્હાલસોયા સંતાનને જો હૃદય સરસો ચાંપે તો તે સંતાનને ચેપ લાગી જતો અને એક પ્રેમી જો પોતાની પ્રેમીકાને ચુંબન કરે તો તે મોતનું કારણ બની જતું હતું. આજકાલ લગભગ સમાન સ્થિતિ સર્જાઇ હોવાનું જોવા મળે છે, કેમ કે તમે કોઇને ફોન કરો તો સામે છેડેથી ખાંસી કે ઉધરસ સાથે તમારું અભિવાદન કરવામાં આવશે. તમે તમારું કરિયાણું ખરીદવા કોઇ પણ દુકાને જાવ અને જો ત્યાં કોઇ યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવી હોય તો લોકો પોતાના સાલસામનની ખરીદી માટે એકબીજા ઉપર પડાપડી કરતાં જોવા મળશે. અને જો તમે એરપોર્ટની વાત કરો તે ત્યાં પણ કોઇ રસી કે સારવાર આપવાની વ્યવસ્થા નથી.

Contagion
હોલિવૂડની ફિલ્મ અને વાઇરસ
author img

By

Published : Apr 13, 2020, 9:04 PM IST

પરંતુ જ્યારે હોલિવૂડની વાત કરવામાં આવે તો ત્યાં ચલચિત્રનું જીવન અને તેમાં કરાયેલી કલ્પના હંમેશા વાસ્તવિકતાથી આગળ જ જોવા મળી છે. 1995માં ડસ્ટિન હોફમેન અને મોર્ગન ફ્રિમેનની અદાકારી દર્શાવતી એક ફિલ્મ આવી હતી જેમાં આ બંને હિરો પ્રાણઘાતક ફ્લુના તાવમાંથી સમગ્ર માનવજાતને બચાવી લેવા ભારે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. 2015મં મેડમેક્સઃ ફ્યુરી રોડ નામની એક ફિલમ આવી હતી જેમાં પર્યાવરણમાં આવેલા ગંભીર ફેરફારોના કારણે ઘરઆંગણે સમગ્ર જળાશયો ખાલી થઇ જતાં અને એક જલવિહિન રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી હતી. 2016ની સાલમાં માર્ગારેટ એટવૂડની ધ હેન્ડમેડ ટેઇલ નામની અન્ય એક ફિલ્મ આવી હતી જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે લગ્નપ્રથાનો સખત વિરોધી એવો એક પ્રમુખ કહે છે કે જો તેની સત્તા ચાલે તો તે ખુશી ખુશી દેશનું બંધારણ જ રદ કરી નાંખે.

આ ફિલ્મો આપણી અંદર ઉંડે ઉંડે રહેલા ભય અને કાળમુખી રોમાંચિકતાને ઝકઝોળે છે. તેથી એ વાતનું સહેજપણ આશ્ચર્ય થવું જોઇએ નહીં કે હોલિવૂડ સમગ્ર વિશ્વમાંથી 42 અબજ ડોલરની કમાણી કરે છે જે પૈકી 30 અબજ ડોલરની કમાણી તો ફક્ત અમેરિકામાંથી જ કરે છે, જે તેને સુપર ઇન્ટરનેશનલ પાવર બનાવે છે. માનવીના હૃદયના ઉંડાણમાં રહેલા ભય અને ચિંતાના વિષયને પકડવો અને બાદમાં તેને અત્યંત ઉચ્ચ કક્ષાની અદકારી સુધી પહોંચાડી દેવાની હોલિવૂડની ક્ષમતા ખરેખર અત્યંત પ્રભાવશાળી અને કાબિલેદાદ છે. મેક્સિકોના ધુંઆધાર ડાયરેક્ટર આલ્ફોન્સો કુઆરોન દ્વારા દિગ્દર્શીત ચિલ્ડ્રન ઓફ મેન નામની ફિલ્મની વાત કરો તો તેમાં એવા વિશ્વની કહાની કહેવામાં આવી છે જ્યાં એક વિચિત્ર એવો વાઇરસ ત્યાંની તમામ મહિલાઓના પ્રજનન તંત્ર ઉપર હુમલો કરી તેઓને વાંઝણી બનાવી દે છે જ્યાં હવે ભાવિ પેઢીનું સર્જન થવાની કોઇ આશા રહી નહોતી. અલબત્ત એક મહિલા ગર્ભવતી બને છે અને તેને મારો-કાપોની બુમો પાડતા એક ટોળાની વચ્ચેથી સલામત રીતે બહાર કાઢીને કોઇ સલામત સ્થળે લઇ જતી દર્શાવવામાં આવી હતી.

અત્યંત દર્દનાક તકલીફો અને મુશ્કેલીઓથી ભરેલા ભાવિ વિશ્વની કલ્પના લઇને 2002ની સાલમાં આવેલી સિલિયન મર્ફીની 28 ડેઝ લેટર નામના ફિલ્મમાં માનવીની અંદર પડેલી ગુસ્સા અને આક્રોશની આગને મુખ્ય વિશેષતા તરીકે દર્શાવવામાં આવી હતી જેમા કોમામાં સરી પડેલો એક માણસ અચાનક એક દિવસ બેઠો થાય છે ત્યારે તેને ગુસ્સાના વાઇરસનો ચેપ લાગી ગયેલો જોવા મળે છે. અંધાપાના વાઇરસથી ચેપગ્રસ્ત બનેલી સમગ્ર દુનિયાના લોક આંધળા બની જાય છે એવા કથાનક ઉપર જોસ સારામેગો દ્વારા લખાયેલી એક ભવ્ય નવલકથાના આધારે 2008ની સાલમાં બ્લાઇન્ડનેસ નામની એક ફિલ્મ આવી હતી જેમાં માનવીના સ્વભાવની સપાટીની નીચેના ભાગે ગુસ્સાનો પરપોટો છુપાયેલો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત તે ફિલ્મમાં માનવીની વાસનાની ભૂખ કઇ હદ નિમ્નકક્ષાની સુધીની હોય છે તે દર્શાવતું એક દૃશ્ય દર્શાવવામાં આવ્યું હતું જેમાં ખાવાની તમામ ચીજવસ્તુઓ સંભાળવાનું કામ એક અંધ પુરુષને સોંપવામાં આવ્યું હોય છે, અને તેની પાસે ઘણા દિવસોથી ભૂખે ટળવળતી એક સ્ત્રી ખાવાનું માંગવામાં આવે છે ત્યારે તે અંધ વ્યક્તિ ખોરાકના બદલામાં તેની સાથે જાતિય સુખ માણવા દેવાની શરત મૂકે છે. ભૂખથી ટળવળતી તે સ્ત્રી પાસે પોતાની ઇજ્જત-આબરુ ગુમાવી દેવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હોવાથી તે પોતાના શિયળનું બલિદાન આપી દે છે.

અત્યારના સમયમાં માનવતા રસાતાળ ગઇ હોય તેમ લાગે છે, કેમ કે લોકો સહેજપણ સહાનુભૂતિ, અનુકંપા, કરૂણા કે લાગણીઓ વિનાના નેતાને ચૂંટી કાઢે છે, તે ઉપરાંત ધર્મ, જાતિ કે જ્ઞાતિના આધારે એકબીજાની સાથે ભેદભાવ રાખે છે અને એવા એક સમુદાય કે સમાજમાંથી બહાર નીકળી જવાનો પ્રયાસ કરે છે જ્યાં પ્રત્યેક વ્યક્તિ એકબીજાને “પોતાનો” માને છે. તેથી એમ કહી શકાય કે હવે તો ફિલમોના વિલનો પણ બદલાઇ ગયા છે કેમ કે અનેક સરકારો યુધ્ધ કરવા સદા તત્પર રહેતી હોય છે જ્યારે કેટલીક સરકારો તો વળી ત્રાસવાદીઓના સંગઠનોનું જ સર્જન કરતી જોવા મળી રહી છે, પરંતુ યુદ્ધ અને ત્રાસવાદીઓ મોત સિવાય માનવજાતને બીજું કશું આપી શકતા નથી. ફિલ્મોએ હવે પૂરવાર કરી બતાવ્યું છે કે આપણો સૌથી મોટો ભય તો આપણી અંદર રહેલો હોય છે.

જો કે વિવિધ રોગચાળા દર્શાવતી ફિલ્મોમાંથી જે પદાર્થપાઠ શીખવા મળ્યો છે તે તદ્દન સ્પષ્ટ છે કે રોગચાળો જેટલો આપણને એકબીજાના દુશ્મન બનાવશે, જેટલું સામાજિક અંતર જાળવવાની ફરજ પાડશે એટલાં જ આપણે એકબીજાની સૌથી વધુ નજીક આવી જઇશું. કોઇપણ વ્યક્તિ એકલા હાથે અદૃશ્ય એવા દુશ્મન સામે લડી શકે નહીં. તેની સામેની લડાઇમાં ટીમવર્ક અને સાથ-સહકારની જરૂર પડે છે. કોઇપણ જાતના સંદર્ભ વિનાની નીતિ અર્થહિન છે. લોકો સારવાર લઇને સાજા થઇ જાય છે પરંતુ બીજી બાજુ ભૂખમરાથી લોકોના મોત થતાં હોય તો તેને માનવીય જુસ્સાનો વિજય કહી શકાય નહીં, પરંતુ તે બાબત એવા તમામ લોકોનો પરાજય છે જે “સજ્જન” છે અને જે “માનવી” છે. ભારતના વિખ્યાત વાઇરોલોજિસ્ટ શાહિદ જમીલે કહ્યું હતું કે આ વાઇરસ ગરીબ અને શ્રીમંત, રાજઘરાનાના કે સામાન્ય એમ તમામ માનવીઓ ઉપર હુમલો કરે છે. તે માનવીની જાતિ, જ્ઞાતિ, ધર્મ કે આર્થિક દરજ્જો એવો કોઇપણ જાતનો ભેદભાવ કરતો નથી. તે તમામને પોતાનામાં સમાવી લેનારો વાઇરસ છે.

2019ની સાલમાં આશીક અબુએ મલાયલમ ભાષામાં વાઇરસ ફિલ્મ બનાવી હતી જેમાં મલાયલમ ફિલ્મ ઉદ્યોગની શ્રેષ્ઠ અભિનેત્રી-અભિનેતાઓએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ વાસ્તવમાં 2018ની સાલમાં નિપાહ વાઇરસના કારણે વાસ્તવિક જીવનમાં ફેલાયેલા રોગચાળા સંબંધી હતી જેમાં ડોક્ટરો, નર્સો સહિત સમગ્ર આરોગ્ય વિભાગ કેવા જુસ્સાથી આ રોગચાળાને મહાત કરે છે તે દર્શાવ્યું હતું. કેએસ શૈલજા નામની શિક્ષિકા (ફિલ્મમાં તેનુ પાત્ર મલાયલન અભિનેત્રી રેવથીએ સીકે પ્રમિલા બનીને ભજવ્યું હતું)થી લઇને કોઝીકોડની હોસ્પિટલના ડોક્ટરો, નર્સો અને રાજ્ય સરકારના સરકારી અમલદાર (કે જેને સૌ પ્રથમ ચેપ લાગ્યો હતો)ની ભૂમિકા દર્શાવવામાં આવી હતી અને ફિલ્મમાં જે ઘટનાક્રમ દર્શાવવામાં આવ્યો હતો તેણે પૂરવાર કરી બતાવ્યું હતું કે કટોકટીના સમયમાં એક જાગૃત એવી હેલ્થ સિસ્ટમે કેવી રીતે રોગચાળા સામે કામ લીધું હતું. તે ફિલ્મે તમામ લોકો સાથે ભેગા મળીને કામ કરે તો તેની શું તાકાત છે તે પણ પૂરવાર કરી દીધું હતું. જો કે ભારતને પણ મોડે મોડે આ વાત સમજાઇ હતી અને રાજ્ય સરકારોએ દેશના શ્રીમંતો, એનજીઓ, મોટી મોટી કંપનીઓ અને કેટલાંક ઉદાર નાગરિકોને સાથે લઇને કામ શરૂ કરી દીધું છે.

જ્યારે દિપા મહેતાએ પોતાના દિગ્દર્શન હેઠળ નેટફિક્સ માટે બનાવેલી લીલા નામની વેબ સિરિઝનું પ્રમોશન કરી રહ્યાં હતા ત્યારે કહ્યું હતું કે “હવે આપણે સૌ પણ શાલિની છીએ“. શાલિની તે વેબ સિરિઝની મુખ્ય અભિનેત્રી હતી જેમાં તે ચારેબાજુએથી દિવાલોથી સંરક્ષિત એવા એક રહેણાંક વિસ્તારમાં એક મધ્યમ વર્ગના નાગરિક તરીકેનું જીવન જીવતી હતી અને આપણી જેમ જ તે પણ એવિયનનું પાણી પીતી અને મોં ઉપર વોગમાસ્ક પહેરતી હતી. તે પણ એક અસ્તવ્યસ્ત દુનિયાની વાત હતી જે વાસ્તવમાં પ્રયાગ અકબરની લખેલી નવલકછા આધારિત હતી જે ખરેખર ખુબ જ વાસ્તવિક હતી કેમ કે તેમાં કુદરત વિરુધ્ધ યુદ્ધ છેડવાથી લઇને સ્ત્રીના ગર્ભાશય ઉપર હુમલો કરવા સુધીની વાસ્તવિકતા વણી લેવામાં આવી છે. વેબ સિરિઝ લિલામાં પણ દર્શાવવામાં આવ્યું છે કે આ વિશ્વ ક્યારેય ફરીથી તેના અસલ સ્વરૂપમાં આવી શકશે નહીં, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આ બ્રહ્માંડની પાસે હજુ સમય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.