નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે બાળકો માટે દવાઓ અને માસ્કના (Ministry of Health guidelines on Medicines and masks) ઉપયોગ અંગે સુધારેલી માર્ગદર્શિકા (Health Ministry New Guideline) જાહેર કરી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, કોરોના વાઈરસના ચેપની ગંભીરતાને ધ્યાનમાં લીધા વગર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર એન્ટિ વાયરલ અથવા મોનોક્લોનલ એન્ટિબોડીઝનો ઉપયોગ કરી શકાતો નથી. એસિમ્પટમેટિક અને હળવા કેસોની સારવાર માટે એન્ટિમાઈક્રોબાયલ અથવા પ્રોફિલેક્સિસની ભલામણ કરવામાં આવતી નથી. જો સ્ટેરોઈડ્સનો ઉપયોગ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કરવામાં આવે છે તો સુધારણાના આધારે ડોઝ 10થી 14 દિવસમાં ઘટાડવો જોઈએ.
આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં વધુ 24,485 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસ 1 લાખને પાર
યુનિસેફ અને WHOએ પણ કહ્યું નાના બાળકોને માસ્ક જરૂરી નથી
આરોગ્ય મંત્રાલયે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે સુધારેલી માર્ગદર્શિકામાં (Health Ministry New Guideline) સ્પષ્ટતા કરી છે કે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્કની ભલામણ (Ministry of Health guidelines on Medicines and masks) કરવામાં આવતી નથી. જ્યારે 6થી 11 વર્ષનાં બાળકો માતાપિતાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે માસ્કનો ઉપયોગ કરી શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોએ પુખ્ત વયના લોકોની જેમ જ માસ્ક પહેરવા જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુનિસેફની માર્ગદર્શિકા (WHO and UNICEF guidelines for children) પણ કહે છે કે, નાના બાળકોને માસ્ક પહેરવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો- જો તમે કોરોનાને કારણે હોમ આઈસોલેશનમાં છો, તો આ રીતે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
ઓમિક્રોન ઓછો ગંભીર, પરંતુ દેખરેખની જરૂર
ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે કોરોનાના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોના જૂથે કોવિડ સંબંધિત માર્ગદર્શિકાઓની (Health Ministry New Guideline) સમીક્ષા કરી હતી. ઉપલબ્ધ માહિતી અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ્સથી થતો રોગ ઓછો ગંભીર છે તેવું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. જોકે, કોરોનાની લહેરના કારણે સાવચેતીપૂર્વક દેખરેખની જરૂર છે.