ETV Bharat / opinion

ઇ-કૉમર્સનો વૈશ્વિક વ્યાપ વધીને 2018માં થયો $26 ટ્રિલિયન: UNCTAD

author img

By

Published : May 4, 2020, 8:40 PM IST

બિઝનેસ ટુ કન્ઝ્યુમર (B2C)ના આંકડાં દેશો વધારે આપતા હોય છે, જ્યારે બિઝનેસ ટુ બિઝનેસ (B2B) ઇ-કૉમર્સના આંકડાં ઓછા. વૈશ્વિક B2C ઇ-કૉમર્સ કેટલો હશે તેનો અંદાજ દેશોના GDPના B2C આંકડાં પરથી નક્કી થતો હોય છે. આવા દેશો 2018માં વિશ્વનો 92% GDP હિસ્સો ધરાવતા હતા

Global e-commerce continued to grow
ઇ-કૉમર્સનો વૈશ્વિક વ્યાપ

નવી દિલ્હીઃ સરકારો હવે ઇ-કૉમર્સ વિશેના આંકડાં એકઠાં કરવા લાગી છે, પરંતુ મોટા ભાગના દેશો હજી સત્તાવાર રીતે તે પ્રગટ કરતી નથી. આંકડા પ્રકાશિત થાય છે તેમાં ઇ-કૉમર્સનું મૂલ્ય નક્કી કરવાનું ધોરણ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા પ્રમાણે નથી હોતું અને તે આંકડાં વારંવાર સુધારાતા હોય છે.

હાલના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને UNCTAD તરફથી વૈશ્વિક ઇ-કૉમર્સનો અંદાજ લગાવવાની પદ્ધતિમાં ફેરફારો કરવામાં આવ્યા છે. પદ્ધતિમાં ફેરફાર તથા 2017ના આંકડાંઓમાં દેશોએ કરેલા ફેરફારને કારણે ઇ-કૉમર્સના અંદાજો આગલા વર્ષમાં UNCTAD તરફથી પ્રકાશિત થયેલા અંદાજો સાથે સરખાવવા મુશ્કેલ હોય છે.

બિઝનેસ ટુ કન્ઝ્યુમર (B2C)ના આંકડાં મોટા ભાગના દેશો આપતા હોય છે, જ્યારે બિઝનેસ ટુ બિઝનેસ (B2B) ઇ-કૉમર્સના આંકડાં બહુ પ્રગટ થતા નથી. તેથી વૈશ્વિક B2C ઇ-કૉમર્સ કેટલો હશે તેના અંદાજ માટે GDPના B2C આંકડાં પરથી લગાવાતો હોય છે. આવા દેશો 2018માં વિશ્વનો 92% GDP હિસ્સો ધરાવતા હતા.

Global e-commerce continued to grow
ઇ-કૉમર્સનો વૈશ્વિક વ્યાપ

આ દેશોમાં કુલ વેપારમાં ઇ-કૉમર્સ કેટલો હશે તેનો અંદાજ લગાવીને તેના આધારે વૈશ્વિક ઇ-કૉમર્સનો અંદાજ મૂકવામાં આવે છે. આ રીતે એકઠા થયેલાં આંકડાં 2018માં કુલ વૈશ્વિક GDPના 71% ટકા જેટલા છે. 2018માં ઇ-કૉમર્સમાં 8 ટકાનો વધારો થયો હતો, જેમાં B2C મુખ્ય હતો.

UNCTADના અંદાજ અનુસાર વૈશ્વિ ઇ-કૉમર્સ (B2B અને B2C) 2018માં લગભગ $26 ટ્રિલિયન ડૉલરને આંબી ગયો હતો. વૈશ્વિક GDPના તે લગભગ 30% થાય છે અને 2017ના આંકડાંથી (સુધારેલા અંદાજ પ્રમાણે $23.8 ટ્રિલિયન ડૉલરથી) 8% ટકાનો વધારો થયો હતો.

અમેરિકા હજી સુધી ઇ-કૉમર્સની સૌથી મોટી માર્કેટ છે. વૈશ્વિક B2B ઇ-કૉમર્સનું મૂલ્ય $21 ટ્રિલિયન ડૉલર હતી, જે બધા ઇ-કૉમર્સના 83% થાય છે. B2C ઇ-કૉમર્સનું મૂલ્ય 2018માં $4.4 ટ્રિલિયન ડૉલર હતું, જે 2017થી 16% વધારો દર્શાવતું હતું.

B2C ઇ-કૉમર્સમાં ટોચની ત્રણ કંપનીઓમાં ચીન, અમેરિકા અને યુકે આવે છે. GDPના પ્રમાણમાં સૌથી વધુ B2C ઇ-કૉમર્સ હાઁગ કાઁગ (ચીન), ચીન અને યુકેમાં થાય છે, જ્યારે સૌથી ઓછો ભારત, બ્રાઝીલ અને રશિયામાં થાય છે.

વિશ્વના ટોચના 20 અર્થતંત્રોમાં ઇન્ટરનેટ વપરાશકારો ઓનલાઇન ખરીદીમાં કેવી રુચિ ધરાવે છે તેના પ્રમાણમાં મોટો ફરક છે. દાખલા તરીકે 2018માં યુકેમાં 87% ઇન્ટરનેટ વપરાશકારોએ ઓનલાઇન ખરીદી કરી હતી, જ્યારે થાઇલૅન્ડમાં માત્ર 14% અને ભારતમાં માત્ર 11% ઇન્ટરનેટ વપરાશકારોએ ઓનલાઇન ખરીદી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.