ETV Bharat / opinion

હૈદરાબાદમાં જીવનજરૂરી વસ્તુઓ પહોંચાડવા માટે ફ્લિપકાર્ટ-સ્પેન્સર્સ રીટેઇલની ભાગીદારી - Flipkart

ઇટેઇલર ફ્લીપકાર્ટે હૈદરાબાદમાં રીટેઈલ ચેઇન સ્ટોર સ્પેન્સર્સ સાથે મળીને કરીયાણા સહીતની કેટલીક રોજીંદી જરૂરીયાતની વસ્તુઓની હાઈપરલોકલ ડીલીવરીના પાઇલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

Flipkart
ફ્લિપકાર્ટ
author img

By

Published : Apr 10, 2020, 7:47 PM IST

હૈદરાબાદ : ઇટેઇલર ફ્લીપકાર્ટે હૈદરાબાદમાં રીટેઈલ ચેઇન સ્ટોર સ્પેન્સર્સ સાથે મળીને કરીયાણા સહીતની કેટલીક રોજીંદી જરૂરીયાતની વસ્તુઓની હાઈપરલોકલ ડીલીવરીના પાઇલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાહકો ફ્લીપકાર્ટ એપ પર જઈને કરીયાણુ અને અન્ય જરૂરી સામાન સ્પેનસર્સ સ્ટોરમાંથી ઓડર કરી શકશે.

ઇટેઇલર ના કહેવા પ્રમાણે, ફ્લીપકાર્ટના એક્ઝીક્યુટીવ્ઝ દ્વારા હૈદરાબાદમાં આવેલા તમારી પસંદગીના સ્પેન્સર્સ સ્ટોર પરથી તમે ઓર્ડર કરેલો સામાન તમારા ઘરે પહોંચાડવામાં આવશે.

ફ્લીપકાર્ટના ગૃપ CEO, કલ્યાણ કૃષ્નમુર્તીના કહેવા પ્રમાણે, “જે લોકો ઘરે રહીને Covid-19 સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેવા લોકોની જરૂરીયાતોને પહોંચી વળવા માટે સ્પેન્સર્સ સાથે મળીને આ પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરતા અમને આનંદ થાય છે.”

“ગ્રાહકને પોતાના નજીકના વિસ્તારમાં આવેલી સ્પેન્સર્સ સ્ટોરમાં રહેલી વસ્તુઓના જથ્થા વીશે ગ્રાહક જાણી શકે અને તેમના ઘર સુધી એ ચીજ-વસ્તુઓ ક્યારે પહોંચશે તેની માહિતી પણ તે મેળવી શકે તે માટે અમે એક મજબુત ડીજીટલ પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે.”

આ ભાગીદારીથી બંન્ને કંપનીઓ વચ્ચે એક સુસંગતા બનશે જેનાથી ગ્રાહકો સુધી જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડવામાં સરળતા રહેશે.

સ્પેન્સર્સ રીટેઇલના એમડી અને સીઇઓ, દેવેન્દ્ર ચાવડાના કહેવા પ્રમાણે, “કટોકટીના આ સમયમાં, અમારી આ ભાગીદારી જે ગ્રાહકોને લોકડાઉન દરમીયાન કરીયાણુ અને જરૂરી સામાનની ખરીદી કરવા માટે સ્પીનસર્સ એપ સીવાય બીજુ કોઈ પ્લેટફોર્મ/માર્કેટપ્લેસ પુરૂ પાડશે.”

પોતાની એક ટ્વીટમાં સ્પેન્સર્સના સ્ટાફ માટે પ્રોત્સાહન પરૂ પાડવા બદલ દેવેન્દ્ર ચાવડાએ સોહેલ સેઠનો આભાર માન્યો હતો.

હાલમાં 21 દીવસના લોકડાઉનના પગલે ઓછા મેનપાવરના કારણે ફ્લીપકાર્ટ અને એમેઝોન જેવા ઇટેઇલર્સની કામ કરવાની ક્ષમતા ઘટી છે.

બેંગલુરૂ, મુંબઈ અને દિલ્હીમાં લોકોને જરૂરી અને કરીયાણુ પહોંચાડવા માટે ઉબરે પણ ગત અઠવાડીયે ફ્લીપકાર્ટ સાથેની ભાગીદારીની જાહેરાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.