ETV Bharat / opinion

કોરોના મહામારીને નાથવા કેન્દ્રએ મદદ માટે આગળ આવવું જોઈએ - Center should come-forth to salvage

મુખ્ય રસી ઉત્પાદક જેવા પ્રતિષ્ઠિત દ્વારા દેશને સામનો કરવો પડી રહેલ રસીની અછત એ સ્પષ્ટપણે આયોજનના અભાવનું પરિણામ છે. દેશમાં છેલ્લા દાયકાઓથી કેન્દ્ર રાષ્ટ્રીય નિઃશુલ્ક રસીકરણ કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સામે એક સ્પષ્ટ પ્રશ્ન તાજેતરમાં પૂછ્યો છે કે રોગચાળાના કારણે મોટા પાયે સર્જાયેલ આર્થિક વિનાશની પૃષ્ઠ ભૂમિમાં દેશમાં ગરીબમાં ગરીબ વર્ગોનું ભવિષ્ય કેવું રહેશે. આ પૃષ્ઠભૂમિમાં વિપક્ષોએ અનુરોધ કર્યો કે જીવન જીવવાના અધિકારની રક્ષા માટે ૧૦૦ ટકા સમર્થનની આવશ્યકતા છે.

કોરોના મહામારીને નાથવા કેન્દ્રએ મદદ માટે આગળ આવવું જોઈએ

author img

By

Published : May 19, 2021, 3:38 PM IST

  • વિપક્ષોના વિવિધ નેતાઓએ કેન્દ્રને મદદ કરવા વિનંતી કરી હતી
  • સરકારને વાઇરસને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ માગણી કરી
  • બાઇડેને અમેરિકન્સ માટે 138 લાખ કરોડનું કાહત પેકેજ જાહેર કર્યું

ન્યૂઝ ડેસ્ક: વિપક્ષોએ કોરોના મહા કટોકટીના સંદર્ભમાં જવાબદારીથી વર્તન કર્યું છે. 10 દિવસ પહેલાં, વિપક્ષોના વિવિધ નેતાઓએ કેન્દ્રને વિનંતી કરી હતી કે, સમગ્ર દેશમાં તમામ મેડિકલ કેન્દ્રને ઑક્સિજન વિના વિઘ્ને પૂરું પાડવાનું અને નિઃશુલ્ક એક સમાન રસીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે. સંયુક્ત વિનંતીને યોગ્ય પ્રતિસાદના અભાવની ટીકા કરતા, ચાર મુખ્ય પ્રધાનો અને 12 વિપક્ષોએ સંયુક્ત રીતે વડા પ્રધાનને ફરી એક વાર લખ્યું છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. દેશના તમામ લોકોને નિઃશુલ્ક રસીકરણ માટે બજેટમાંથી રૂપિયા 35,000 કરોડ છૂટા કરવામાં આવે તેવી માગણી ઉપરાંત, વિપક્ષોએ સરકારને વાઇરસને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ માગણી કરી. પૃષ્ઠભૂમિમાં સાચે જ ઊંડી અને વિષાદી પરિસ્થિતિએ વિપક્ષોને કેન્દ્રને સંયુક્ત અપીલ કરવાની ફરજ પાડી છે.

એક તરફ જુલાઈ સુધી દેશમાં રસીની અછત ચાલુ રહેશે અને બીજી તરફ ઑક્સિજન અને અન્ય જીવન રક્ષક દવાઓની તંગી રહેશે તેવા અંદાજની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રએ રાજ્યોના સમર્થન સાથે પરિસ્થિતિ સુધારવા ઝડપથી કાર્ય કરવું જોઈએ. લગભગ 14 મહિના પછી પહેલી વાર ઇંગ્લેન્ડમાં થોડા દિવસો પહેલાં કૉવિડથી કોઈનું મૃત્યુ નોંધાયું નહોતું. આ દેશમાં નવા કેસોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. ભારતમાં 13 રાજ્યોમાં એક લાખ કરતાં વધુ સક્રિય કેસો ફેલાયા છે. આવા 37 લાખ કરતાં વધુ કેસો સમગ્ર દેશમાંથી નોંધાયા છે. કુલ 2.37 કરોડ પૉઝિટિવ કેસ અને 2.6 લાખ મૃત્યુ સાથે ભારતમાં કોરોનાથી દૈનિક મૃત્યુ દર 4,000થી નીચે આવી રહ્યો નથી. આ ડરામણી સ્થિતિમાં, ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR)એ 10 ટકા કરતાં વધુ પૉઝિટિવ કેસો જ્યાં નોંધાયા છે, તેવા 530 જિલ્લાઓમાં 8 સપ્તાહના લૉકડાઉનનું સૂચન કર્યું છે.

જો લૉકડાઉન બે મહિના માટે લાદવામાં આવે તો ગયા વર્ષના ઘર-વાસના કારણે આર્થિક વિનાશ સહન કર્યો છે તેવા ગરીબ દાડિયા શ્રમિકો અને કામદારોની જિંદગીઓને શું થશે? જાણીતા ભારતીય અર્થશાસ્ત્રી જીન ડ્રેઝે ચેતવણી આપી છે કે ભારત મોટી આજીવિકા કટોકટીના ઉંબરે છે. અસંખ્ય લોકોની આકરી મહેનતની બચત રોગચાળાના કારણે બાષ્પીભૂત થઈ ગઈ છે તેવું જાળવતા, જીન ડ્રેઝે આ પરિસ્થિતિનો ઉકેલ તરીકે ચોક્કસ સૂચનો કર્યાં છે. સરકારે અગાઉ જાહેર કરેલા રાહત પગલાંને વધારવાનો અનુરોધ કરવા ઉપરાંત તેમણે ગરીબ અને આવશ્યકતાવાળાને સહાય માટે રોકડ હસ્તાંતરણ પણ સૂચવ્યું હતું.

એ પણ નોંધવું જોઈએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં બાઇડેન સરકારે તેમના દેશના નાગરિકો માટે રૂ. 138 લાખ કરોડ જેટલી રકમનું પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું જેની હેઠળ બેરોજગારી ભથ્થું આપવા અને કફોડી સ્થિતિમાં મૂકાયેલા વેપારીઓને સહાય સાથે લોકોને સીધા આર્થિક લાભો પૂરા પાડવામાં આવશે.

દરમિયાનમાં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર અને દિલ્લી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારોને રઝળી પડેલા સ્થળાંતરિત શ્રમિકોને રાશન પૂરું પાડવા નિર્દેશ આપ્યો છે. સરકારોએ ગરીબો અને ઓછી આવકવાળાં જૂથોને નિઃશુલ્ક રાશન પૂરું પાડીને ભૂખથી મૃત્યુ અટકાવવાની જવાબદારી તેમના માથે લેવી જોઈએ. દેશના ખાદ્ય અને અન્નના જથ્થાને કરોડો ગરીબ લોકોની ભૂખ શમાવવા માટે શ્રેષ્ઠ ઉપયોગમાં લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.