ન્યૂઝ ડેસ્ક: ચીન અને બાંગ્લાદેશ અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારે છે, તો યુનાઇટેડ કિંગ્ડમ, બ્રાઝિલ, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશો દેખરેખની કાર્યવાહી વધારી રહ્યા છે અને ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્ઝ પર નજર રાખી રહ્યા છે. જો કે, સ્થાનિક બજારમાં યોગ્ય પ્રતિકારક કાર્યવાહીના અભાવનો ગેરલાભ ઊઠાવીને આવી ગેંગ તેમનો ધંધો ચલાવી રહી છે. કાયદો અને નિયંત્રણો માત્ર ત્યારે જ અસરકારક બની શકે, જ્યારે કોઇપણ પ્રકારના વિઘ્ન વિના તે ઘડવામાં આવે અને યોગ્ય રીતે તેનો અમલ કરવામાં આવે.
હાલની કટોકટીની સ્થિતિને લાભ ખાટવા માટેની તકમાં પલટાવવાની કામગીરીમાં રત આ પૈસાના પૂજારીઓને નાણાં રળવા માટેનો ગેરકાયદેસર વિચાર સ્ફૂર્યો છે. ચાંપતી દેખરેખની વ્યવસ્થા ભ્રષ્ટાચારીઓની ગેંગને નાબૂદ કરવામાં અને જનતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. આ દરમિયાન, કેગના અહેવાલે દેશમાં વહીવટી અને વ્યવસ્થાની દ્રષ્ટિએ રહેલી ખામીઓની નોંધ કરી છે, જેમાં દૂધ અને કઠોળથી માંડીને તેલ અને મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે.
કોરોના વાઇરસની મહામારીના સમયમાં વિવિધ ગેંગ હાથની સ્વચ્છતાના વધી રહેલા મહત્વમાંથી રોકડી કરવામાં લાગી ગઇ છે. સેનિટાઇઝર્સની માગમાં એકાએક વધારો થતાં, કેન્દ્ર સરકારે આશરે પાંચ મહિના પહેલાં 200 મિલી સેનિટાઇઝર માટે 100 રૂપિયાની મહત્તમ કિંમત નક્કી કરતી નીતિ રજૂ કરી હતી. ઇથાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત સેનિટાઇઝર્સ બનાવવા માટેની માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. જોકે, ગણતરીના અઠવાડિયાઓમાં જ, નકલી સેનિટાઇઝર બનાવતી ગેંગ નોઇડા, જમ્મુ અને કાશ્મીર, મુંબઇ, વડોદરા, બેંગલોર તથા હૈદરાબાદમાંથી ઝડપાઇ હતી.
નાની અમથી તપાસથી થયો મોટા રેકેટનો પર્દાફાશ
પ્રકાસમ, કડપા અને ચિત્તૂર જિલ્લાઓમાં દારૂની લત ધરાવનારી આશરે 50 જેટલી વ્યક્તિઓ આવેશમાં આવીને સેનિટાઇઝરનું સેવન કરતાં મોતને ભેટી હતી. મોતની આ ઘટનાના સ્વરૂપ મામલે તપાસ કરી રહેલી પોલીસ સમક્ષ ઘણા મોટા રેકેટનો અને તેને પગલે ગેરકાયદેસર ઉદ્યોગનો પર્દાફાશ થયો હતો!! કેમિકલ મિથેનોલ બજારમાં એક લીટરદીઠ સરેરાશ 10થી 15 રૂપિયાના સસ્તા ભાવે મળી રહે છે. આ જાણ્યા બાદ અસામાજિક ટોળકીઓએ કેમિકલ મિથેલોનમાં અન્ય કેમિકલો ભેળવવાનું શરૂ કર્યું અને આ રીતે ભેળસેળવાળાં ઉત્પાદનો બનાવવા માંડ્યાં. આ નકલી ચીજવસ્તુઓનો વ્યવસાય હવે હૈદરાબાદના પરાં વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગના સ્વરૂપમાં વિકસી રહ્યો છે. આ તકસાધુ વેપારીઓ અંગત સ્વચ્છતાના પ્રોટોકોલના સ્વાંગમાં કેવી રીતે લાખો લોકોના જીવન સાથે રમત રમી રહ્યા છે, તે જોઇને સાચે જ આશ્ચર્ય ઉપજે છે.
સત્યનિષ્ઠાનો અભાવ
આંધ્ર પ્રદેશની હાઇ કોર્ટે થોડા સમય પહેલાં નોંધ કરી હતી કે, "વહીવટી તંત્રોમાં ભ્રષ્ટાચારને અટકાવવા મામલે સત્યનિષ્ઠાનો ઘોર અભાવ વર્તાય છે અને ગેરકાયદે વેપારીઓને જાહેર આરોગ્યનાં પગલાંની લેશમાત્ર ફિકર નથી.” અદાલતની આ નોંધ સ્વયં ગેરકાયદેસર વેપારની સમગ્ર પ્રક્રિયામાં ખરા અપરાધીઓ કોણ છે, તેનો સાંકેતિક પુરાવો છે. કોરોના મહામારીમાં અદાલતનું આ નિરીક્ષણ સાચું સાબિત થયું છે. લોહી તરસ્યા લોકો એવી ચેતવણી લક્ષમાં નથી લેતા કે, સેનિટાઇઝર્સની બનાવટમાં મિથેનોલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન પહોંચી શકે છે, નર્વસ સિસ્ટમ પર વિપરિત અસર પડી શકે છે અને લાંબા સમયની બિમારી મોતમાં પરિણમી શકે છે.
ભેળસેળનો વણથંભ્યો સિલસિલો
ચીન અને બાંગ્લાદેશ અપરાધીઓને મૃત્યુદંડની સજા ફટકારે છે, જ્યારે બ્રિટન, બ્રાઝિલ, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્ઝના ચુસ્ત અમલ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. દેશમાં આર્મરી ક્ષેત્રે ઉચિત સુધારાનો અભાવ અપરાધી ટોળકીઓ માટે કોઇપણ પ્રકારની અડચણ વિના તેમનો ધંધો આગળ ધપાવવા છૂપા આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યો છે. એ સર્વવિદિત છે કે, દૂધમાં થતી ભેળસેળની શિશુના વિકાસ પર વિપરિત અસર પડે છે, જ્યારે તેલ જેવી ચીજવસ્તુઓમાં હાનિકારક પદાર્થોની ભેળસેળથી ઇન્ટેન્સાઇનમાં ચાંદા પડી શકે છે અને કેન્સર જેવી જીવલેણ બિમારી પણ થઇ શકે છે. ધીમે-ધીમે, ભેળસેળની આ પ્રક્રિયા સેનિટાઇઝર જેવાં ઉત્પાદનોમાં પગપેસારો કરી રહી છે, જેના કારણે લાખો લોકોનાં જીવ જોખમમાં મૂકાયાં છે.
ઉચ્ચ સ્તરે શુદ્ધતા પ્રસ્થાપિત કરવી જરૂરી
કેન્દ્ર સરકારની જવાબદારી રાષ્ટ્રીય સ્તરની ઓથોરિટી પ્રસ્થાપિત કરવા સાથે પૂરી થઇ ગઇ હોય, તેમ જણાય છે. રાજ્ય સ્તરે, નિયમો અને નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરાવી શકે, તેવી ચોક્કસ વ્યવસ્થાનો અભાવ વર્તાય છે. સર્વિલન્સ (દેખરેખ)ના ચેકપોઇન્ટ્સ પરિશુદ્ધ હોવા જોઇએ, જેથી ભેળસેળ અને નકલી ઉત્પાદનો ક્ષેત્રે માફિયાઓના રાજનો સમૂળગો સફાયો થઇ શકે. આ કાર્ય ત્યારે જ શક્ય થઇ શકશે, જ્યારે સ્થાનિક સ્તરે તેનો યોગ્ય અમલ થાય. જો ક્રૂરતાનો અંત આણવા માટેની કાર્યક્ષમ વ્યવસ્થા મોજૂદ હશે, તો ભ્રષ્ટ કામગીરીનો આપમેળે જ અંત આવી જશે!