આ યુવાને ‘પિગ્સો લર્નિંગ’ નામક એક એપ્લિકેશન બનાવી છે, જેના થકી સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવી શકે છે. આ એપ્લિકેશનને ગુજરાત સરકારના સ્ટુડન્ટ સ્ટાર્ટ એન્ડ ઇનોવેશન પોલીસી યોજનામાં પણ પસંદગી પામી છે.
મોડાસાના યુવાન સોફ્ટવેર ઈજનેર મયંક પંચાલે એક એવી એપ્લિકેશન બનાવી છે, જેમાં UPSC, GPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. ત્યારે આ એપ્લિકેશન અંગે મયંક પંચાલ પાસેથી જાણીએ ખાસ માહિતી...