વાંકાનેર પંથકની રહેવાસી સગીરા સાથે આરોપી વિપુલ વાટુકીયાએ લલચાવી ફોસલાવી બે વખત જાતીય દુષ્કર્મ કર્યુ હતું. તેમજ આરોપી હાર્દિક ધનેસરા જે વિપુલનો મિત્ર છે, જેને સગીરાને વિપુલ સાથે આડો સંબંધ છે. તેની વાત કરી દેવાની ધમકી આપી હતી. સગીરાને કામે રખાવી દેવાનું કહીને આરોપી તુષાર ધોરીયા સાથે મળીને ચોટીલા લઇ ગયા હતા. જ્યાં સગીરાનો ટીકટોક વીડિયો ઉતારી બાદમાં વોટ્સએપથી આરોપી વિપુલને મોકલી આરોપી હાર્દિકે ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગેની એક ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.આ બનાવને પગલે વાંકાનેર પોલીસની ટીમે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.