ETV Bharat / jagte-raho

ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાંથી બે લાખથી વધુની ચોરી - ડીસાના રેલવે સ્ટેશન વિસ્તાર

બનાસકાંઠાઃ જિલ્લામાં તસ્કરો જાણે ઠંડીનો લાભ લઇ રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે રવિવારે વહેલી સવારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શખ્સો રહેણાંક મકાનમાંથી બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Banaskantha Crime News
બંધ મકાનમાંથી બે લાખથી વધુની ચોરી
author img

By

Published : Jan 6, 2020, 2:12 AM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ચોરોને જાણે ઠંડીમાં મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં તસ્કરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક મોટી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકામાં પણ તસ્કરો અવનવા ઉપાયથી ચોરી કરી રહ્યા છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ભાડીયાત તરીકે રહેતા દિનેશભાઈ ધાયણાજી ઠાકોર પોતાના કામકાજ અર્થે પોતાના વતન ચેખલા ખાતે ગયા હતા ત્યારે ઘરે કોઈ ન હોવાનો લાભ લઇને મોડી રાત્રે તસ્કરોએ દિનેશભાઇના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તિજોરી તોડી અને અંદર પડેલા ત્રીસ હજાર રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.

બંધ મકાનમાંથી બે લાખથી વધુની ચોરી

આ બાબતની જાણ સવારે બાજુના મકાનમાં રહેતા લોકોને તથા તેઓએ તાત્કાલિક મકાન માલિકને બોલાવ્યા હતા. દિનેશભાઈએ પોતાના ઘરમાં જોયું તો ચોરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક આ બાબતે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક ચોરીના બનાવો વધી રહ્યા છે. જેના કારણે હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક જ મહિનામાં અનેક નાની મોટી ચોરીઓ થઈ છે જેના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં CCTV કેમેરા ગોઠવવામાં આવે તેથી અવાર-નવાર નાની-મોટી બધી ઘટનાઓ રોકી શકાય.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.05 01 2020

સ્લગ... ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બે લાખ ઉપરાંતની ચોરી....

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો જાણે ઠંડી નો લાભ લઇ રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શખ્સો રહેણાંક મકાનમાંથી બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા...
Body:
વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ચોરોને જાણે ઠંડીમાં મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં તસ્કરોને પોલીસની જાણે ડર ના હોય તેમ એક પછી એક મોટી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકામાં પણ તસ્કરો અવનવા ઉપાય થી ચોરી કરી રહ્યા છે ત્યારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભાડીયાત તરીકે રહેતા દિનેશભાઈ ધાયણાજી ઠાકોર પોતાના કામકાજ અર્થે પોતાના વતન ચેખલા ખાતે ગયા હતા ત્યારે ઘરે કોઈ ન હોવાનો લાભ લઇને મોડી રાત્રે તસ્કરોએ દિનેશભાઇના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તિજોરી તોડી અને અંદર પડેલ ત્રીસ હજાર રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જ્યારે આ બાબતની જાણ સવારે દિનેશભાઇના બાજુના મકાનમાં રહેતા લોકોને તથા તેઓએ તાત્કાલિક દિનેશભાઈ ને બોલાવ્યા હતા અને દિનેશભાઈ આવી અને પોતાના ઘરમાં પ્રવેશી જોયું તો પોતાના ઘરમાં ચોરી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી દિનેશભાઈએ તાત્કાલિક આ બાબતે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈટ... દિનેશભાઈ ઠાકોર
( મકાન માલિક )

વિઓ... ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક ચોરીના બનાવો વધી રહ્યા છે. જેના કારણે હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક જ મહિનામાં સાથે આ નાની મોટી ચોરીઓ થઈ છે જેના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે છે તેથી અવારનવાર નાની-મોટી બધી ઘટનાઓ રોકી શકાય..

બાઈટ... વિજય ઠાકોર
( સ્થાનિક )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.