ETV Bharat / jagte-raho

સુરતમાં પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા, પોલીસે રાજસ્થાનમાંથી કરી ધરપકડ - crime

સુરતમાં એક અઠવાડિયા અગાઉ પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી પતિ ફરાર થયો હતો. જેની પુણા પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, દલાલો મારફત લગ્ન કરનારા યુવકને પોતાની પત્નીએ માર માર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા આરોપી પતિએ-પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી.

ETV BHARAT
સુરતમાં પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા, પોલીસે રાજસ્થાનમાંથી કરી ધરપકડ
author img

By

Published : Dec 12, 2020, 10:58 PM IST

  • પુણા પોલીસે આરોપી પતિની કરી ધરપકડ
  • રાજસ્થાનમાંથી ઝડપાયો પતિ
  • અઠવાડિયા અગાઉ આરોપીએ કરી હતી પત્નીની હત્યા

સુરતઃ શહેરની પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં એક અઠવાડિયા અગાઉ પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી પતિ ફરાર થયો હતો. જેની પુણા પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, દલાલો મારફત લગ્ન કરનારા યુવકને પોતાની પત્નીએ માર માર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા આરોપી પતિએ-પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ આરોપી પતિએ પોતાની પત્નીના મૃતદેહને કોથળામાં પેક કર્યો હતો અને એક રાત મૃતદેહ સાથે રાખીને ઉંધ્યો હતો. ત્યારબાદ આરોપી પતિ પોતાના વતન રાજસ્થાન ફરાર થયો હતો.

સુરતમાં પતિએ ગળું દબાવી પત્નીની કરી હત્યા

લગ્ન દલાલ મારફતે કર્યાં હતા

સુરતના પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં આવેલા ઘર નબર 650માં ટેરેસવાળી રૂમમાં મૂળ રાજસ્થાનના વતની લીખ્મારામ ઉર્ફે લક્ષ્મણ કેશારામ ચૌધરી તેની પત્ની કૌશલ્યા રહેતાં હતાં. આ દરમિયાન ગત 4 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે રૂમમાંથી દુર્ગંધ આવી રહી હતી. જેથી મકાન માલિકે રૂમનો દરવાજો તોડી તપાસ કરી હતી. જેમાં એક કોથળામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી મકાન માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મકાન માલિકે જાણ કરવાથી ઘટના સ્થળે પહોચેલી પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં કોથળામાંથી એક ચીઠી મળી આવી હતી. જેમાં મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યુ હતું. આરોપી પતિએ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, તેમણે કૌશલ્યા સાથે લગ્ન દલાલ મારફતે કર્યા હતા. આ લગ્ન માટે તેમણે 3 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા, પરંતુ તેની પત્ની તેની સાથે અવાર-નવાર ઝગડો કરતી હતી અને વતન પરત જવાની ધમકી આપતી હતી. જેથી આરોપી પતિએ અંગે દલાલને જાણ કરી હતી અને રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ દલાલે હાથ ઉંચા કરી દીધા હતા.

મૃતદેહને કોથળામાં ભરી આરોપી ફરાર

પત્ની ઝગડો કરતી હોવાથી રોષે ભરાયેલા પતિએ તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આરોપી પતિએ પોતાની પત્નીના મૃતદેહને કોથળામાં પેક કરી દીધો હતો અને ફરાર થયો હતો. જેથી પુણા પોલીસે એક અઠવાડિયા બાદ રાજસ્થાનમાંથી રૂમમાં બંધ કરી ફરાર થઇ ગયો હતો આ મામલે પુણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.