મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે પોલીસ હેડ કવાર્ટરની જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ આવાસ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે, તે દરમિયાન નવા બની રહેલા પોલીસ આવાસના બિલ્ડિંગમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતા મોરબી જીલ્લા એસ.પી. ડી.વાય.એસ.પી, એલ.સી.બી, એસ.ઓ.જી, અને તાલુકા પોલીસ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જેમાં મરનાર યુવાનાનને માર મારતા તેનું મોત્ત થયાનું જણાતા મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં એક પોલીસ કર્મચારી અને પાંચ જી.આર.ડીના જવાનોની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે
તો પોલીસ હેડ કવાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા મૂળ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ન્યુ તલવાણા ગામના રહેવાસી કોન્ટ્રાક્ટર રાકેશ છોટાલાલ રાઠોડ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈ, જીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરા, કમલેશ દેગામાં અને અન્ય ત્રણ જીઆરડી જવાનો એ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી જેની વધુ તપાસ પી.એસ.આઈ. એમ.વી.પટેલ ચલાવી રહ્યા છે.