ETV Bharat / jagte-raho

આણંદમાં ફાયરિંગ એક યુવકને ઉતાર્યો મોતને ઘાટ, આરોપી ફરાર - Murder

આણંદ: દૂધ નગરી આણંદ છેલ્લા 24 કલાકમાં લોહિયાળ નગરી બની જવા પામી છે. છેલ્લા 24 કલાકમાં જ આણંદ શહેરમાં હત્યાની બે અલગ-અલગ ઘટનાઓથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે.

આણંદમાં ફાયરિંગ એક યુવકને ઉતાર્યો મોતને ઘાટ, આરોપી ફરાર
author img

By

Published : Jul 6, 2019, 11:23 PM IST

આણંદ શહેર આમ તો દૂધ નગરી તરીકે ઓળખાય છે. પણ છેલ્લા 24 કલાકમાં આ શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે. શુક્રવારની રાત્રીએ આણંદ જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટોલથી એક યુવકની હત્યા થતાં સમગ્ર આણંદ શહેરમાં ચર્ચાઓ થઈ હતી.

વાત જાણે એમ છે કે, જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મેલડી માતા મંદિર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતા સંજય શીવાભાઈ સોલંકી (દેવીપુજક) છુટક કપડાની ફેરી કરવાનો વ્યવસાય કરતો હતો. જયારે તેનું ફેમેલી રેલ્વે સ્ટેશન પાસે દાબેલીની લારી બહાર પાણી વેચવાનો વ્યવસાય કરે છે. મૃતક સંજયને આણંદના ખૂંખાર આરોપી ઇલ્યાસ મચ્છી સાથે થોડા સમય પહેલા નાણાંની લેતીદેતી મામલે ઝગડો થયો હતો. જેને પગલે શુક્રવારની મોડી રાત્રે ઇલ્યાસ મચ્છી એકટીવા લઇ મેલડી માતા ઝુંપડપટ્ટીએ પહોચી સંજયને બોલાવી તેની સાથે વાતચીત કરતો હતો.

આણંદમાં ફાયરિંગ એક યુવકને ઉતાર્યો મોતને ઘાટ, આરોપી ફરાર

તે જ સમયે અચાનક સંજય કઈ પણ વિચારે તે પહેલા જ ઇલ્યાસ મચ્છીએ પોતાની પાસે રહેલી 7.65 MM પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી સંજય પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સંજયના 7 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. તો પોતે ત્રણ બાળકોના પિતા સંજયના ભાઈનું એક મહિના પહેલા જ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અચાનક એક જ મહિનામાં બે-બે પુત્રોના મોતથી સંજયના પરિવારની સ્થિતિ દયનીય બની જવા પામી છે.

સંજયની જાહેરમાં ફાયરીંગ કરી હત્યા કરનાર આરોપી ઇલ્યાસ મચ્છી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ પણ વિદેશી દારૂની હેરાફેરી, હથિયારોની હેરાફેરીમાં અવારનવાર જેલ યાત્રા કરી ચુકેલો છે. જો કે હાલ તો આણંદ સીટી પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ફૂટેલા કારતુસનું ખોખું, ઘટના સ્થળ પર જે જગ્યા પર લોહી પડ્યું હતું. તે માટી FSLમાં મોકલી આપી છે. તો સમગ્ર મામલાની તપાસ આણંદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે જ આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Intro:એન્કર :દૂધ નગરી આણંદ છેલ્લા ૨૪ કલાકમાં લોહિયાળ નગરી બની જવા પામી છે ૨૪ કલાકમાં જ આણંદ શહેરમાં હત્યાની બે અલગ અલગ ઘટનાઓથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે,બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે 

Body:વીઓ :  આણંદ શહેર ,દૂધ નગરી તરીકે ઓળખાતા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ગુનેગારો બેફામ બની ગયા છે ,ગત રાત્રીએ આણંદ જુના બસ મથક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી એક યુવકની હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર આણંદ શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો છે ,વાત જાણે એમ છે કે જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મેલડી માતા મંદિર પાસે આવેલ ઝુપરપટ્ટી માં રહેતા સંજય શીવાભાઈ સોલંકી(દેવીપુજક )છુટક કપડાની ફેરી ફરવાનો વ્યવસાય કરતો હતો, જયારે તેનું ફેમેલી રેલ્વે સ્ટેશન પાસે દાબેલીની  લારી બહાર પાણી વેચવાનો વ્યવસાય કરે છે મૃતક સંજયને આણંદના ખૂંખાર આરોપી ઇલ્યાસ મચ્છી સાથે થોડા સમય પહેલાનાણા ની  લેતીદેતી મામલે ઝગડો થયો હતો જેથી ગઈકાલે મોડી રાત્રે ઇલ્યાસ મચ્છી એકટીવા લઇ મેલડી માતા ઝુપરપટ્ટી એ પહોચી સંજય ને બોલાવી તેની સાથે વાતચીત કરતો હતો તે જ સમયે અચાનક સંજય કઈ પણ વિચારે તે પહેલા જ ઇલ્યાસ મચ્છી એ પોતાની પાસે રહેલ   ૭.૬૫ એમ એમ  પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી સંજય પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો ,ઉલ્લેખનીય છે કે સંજયના સાત વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને ત્રણ બાળકો ના પિતા સંજયના ભાઈ નું એક મહિના પહેલા જ હાર્ટ એટેકથી અવસાન થયું હતું ,અચાનક એક જ મહિનામાં બે બે પુત્રો ના મોત થી સંજયના પરિવારની સ્થિતિ દયનીય બની જવા પામી છે 

બાઈટ :બરખાબેન સોલંકી (મૃતકના પત્ની )

Conclusion:વીઓ :સંજયની જાહેરમાં ફાયરીંગ કરી હત્યા કરનાર આરોપી ઇલ્યાસ મચ્છી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ,અને અગાઉ પણ વિદેશી દારૂની હેરાફેરી ,હથિયારોની હેરાફેરી માં અવારનવાર જેલ યાત્રા કરી ચુકેલો છે જોકે હાલ તો આણંદ સીટી પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલા કારતુસ નું ખોખું ,ઘટના સ્થળ પર જે જગ્યા પર લોહી પડ્યું હતું તે માટી એફ એસ એલમાં મોકલી આપી  સમગ્ર મામલાની તપાસ આણંદ ડીવીઝન ના નાયબ પોલીસ અધિક્ષક ધ્વરા કરવામાં આવી રહી છે અને આરોપીને ઝડપી પડવાની કવાયત હાથ ધરવામાં આવી છે 

બાઈટ :બી ડી જાડેજા (નાયબ પોલીસ અધિક્ષક આણંદ ડીવીઝન )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.