તેલંગણાઃ દેશમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે તેલંગણા રાજ્યના એક ગામમાં એક 85 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એક ઈસમે નશાની હાલતમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. આ વૃદ્ધા લોકોને જાણ કરશે તેવા ડરના કારણે આ ઈસમે તેની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ, વૃદ્ધાના દિકરાની વહુ તેને સવારે કોફી આપવા માટે તેની પાસે ગઈ હતી, ત્યારે વૃદ્ધાની હાલત જોઈને ચીસો પાડવા લાગી હતી. જે બાદ પાડોશી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પાડોશીએ દાવો કર્યો હતો કે, તેઓએ શંકર નામના ઈસમને મૃતક વૃદ્ધા સાથે વાત કરતા જોયો હતો. આ ઘટનામાં આરોપી શંકરની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.