વોશિંગ્ટન : વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કરે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે તેમની માધ્યમો સાથે દૈનિક વાતચીત વેળાએ જણાવ્યું હતું કે, "અમે લાંબા સમયથી કહ્યું છે તેમ બંને દેશો વચ્ચેના તણાવના મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતને સમર્થન આપીએ છીએ. આ વલણ અમે ઘણા સમયથી સ્પષ્ટ રાખ્યું છે."
દ્વિપક્ષીય સમસ્યાઓ ઉકેલવા : તેઓ તે પછી બંને દેશોના નેતૃત્વને શું સંદેશ હશે તેવા એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં. જેમાં એ જાણવાની કોશિશ કરવામાં આવી હતી કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું છે કે જો ભારત ગંભીર મામલાઓને ઉકેલવા તૈયાર હોય તો તેમનો દેશ દ્વિપક્ષીય સમસ્યાઓ પર ભારત સાથે વાત કરવા તૈયાર છે.
આઈટુુયુટુ વિશે નિવેેદન : I2U2 આર્થિક મંચ અને સમિટના પરિણામની પ્રગતિ પર મિલરે કહ્યું કે તે મુદ્દે પણ કામ ચાલુ છે.તેમણે કહ્યું કે"તમે અંડર સેક્રેટરીને સંખ્યાબંધ પ્રસંગોએ તે અંગે વાત કરતા જોયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ આ મુદ્દે વાત કરી છે. જેમ કે સચિવની વાત છે હું, અડગ છીએ. અમે અમારા કાર્યને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અબ્રાહમ એકોર્ડ અને I2U2 જેવા નવા ગઠબંધન વધુ સઘન બનાવશે"
તમામ ક્ષેત્રોમાં પ્રગતિ માટે કામ : મિલરે વધુમાં જણાવ્યું હતું કે આ ભાગીદારીમાં જુદા જુદા દેશોનું અનોખું જૂથ છે. જેમાં ભારત, ઇઝરાયેલ, અમેરિકા અને યુએઇ છે. વિશ્વ સામેના કેટલાક સૌથી મોટા પડકારોનો સામનો કરવા માટેના પ્રોજેક્ટ અને પહેલને તેઓ ઓળખે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાન્સ લો-કાર્બન ડેવલપમેન્ટ પાથવેને આધુનિક બનાવવા, જાહેર આરોગ્યમાં સુધારો કરવા માટે ખાનગી ક્ષેત્ર અને એન્ટરપ્રાઇઝને એકત્ર કરવાનો તેનો પ્રયાસ છે અને અમે તે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ.
ભારતની ભૂમિકા શું હશે : આ મામલામાં ભારતની ભૂમિકા શું હશે તેનો જવાબ આપવા માટે દબાણ કરવામાં આવતા મિલરે કહ્યું કે ભારતની ભૂમિકા I2U2 ના સભ્ય તરીકેની છે. આપને જણાવીએ કે અમેરિકા, UAE અને ઈઝરાયેલ સાથે ભારતની નવી ભાગીદારી શરૂ થઈ છે જેને I2U2 નામ આપવામાં આવ્યું છે. આ સમૂહ હેઠળ સંભવિત સંયુક્ત પરિયોજનાઓ તથા પોતાના ક્ષેત્ર અને તેથી વધુ તો આર્થિક વ્યવહાર અને રોકાણ સંબંધી વિત્તીય ગોઠવણોમાં મજબૂત બનાવવા સહિત પોતાના પરસ્પર હિત સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં સહયોગની ચર્ચા કરવામાં આવે છે.