કિવઃ યુક્રેન અને રશિયા (Russia Ukraine war) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને એક મહિનો વીતી ગયો છે. આજે યુદ્ધનો 31મો દિવસ (31th day of the Russia Ukraine war)છે. લડાઈ ચાલુ રહે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (US President Joe Biden) યુક્રેનમાં તબાહી અંગે કહ્યું કે, તે અટકવાનું નથી. તે સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી છે. પોલેન્ડ સાથેની સરહદની મુલાકાત લેતી વખતે, તેમણે હજારો અમેરિકી સૈનિકોમાંથી કેટલાક સાથે પણ મુલાકાત કરી હતી. જેમને માનવતાવાદી સહાય માટે અને નાટોની પૂર્વ ધાર પર US સૈન્યની હાજરી વધારવા માટે પોલેન્ડની સરહદ પર મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારત આવ્યા ચીનના વિદેશ પ્રધાન, આજે એસ.જયશંકર સાથે વાત કરશે
US પ્રમુખ જો બાઈડ પોલેન્ડની પ્રશંસા કરી : US પ્રમુખ જો બાઈડને (US President Joe Biden) શુક્રવારે યુક્રેન પર રશિયાના આક્રમણથી ભાગી ગયેલા 20 લાખથી વધુ શરણાર્થીઓને આશ્રય આપવા બદલ પોલેન્ડની પ્રશંસા કરી હતી. તેમણે માનવતાવાદી નિષ્ણાતો સાથે પણ વાતચીત કરી અને લોકોની વધતી જતી સમસ્યાઓને દૂર કરવા શું કરવું જોઈએ તેની ચર્ચા કરી હતી. આ બધાની વચ્ચે રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિલિટરી જનરલ સ્ટાફે કહ્યું છે કે, યુક્રેનમાં 1,351 રશિયન સૈનિકો માર્યા ગયા છે.
આ પણ વાંચો: રશિયાના ઠરાવ પર ભારત સહિત 13 દેશો UNSCમાં રહ્યા હતા ગેરહાજર
બ્રિટિશ વડાપ્રધાને ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને (British Prime Minister Boris Johnson) શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping) સાથે ફોન પર વાતચીત કરી હતી, જેને નિખાલસ વાતચીત તરીકે વર્ણવવામાં આવી રહી છે. જે લગભગ એક કલાક ચાલી હતી.'ડાઉનિંગ સ્ટ્રીટ'એ જણાવ્યું હતું કે, બંને નેતાઓએ પરસ્પર હિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ સામેલ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બોરિસ જ્હોન્સને આ વાતચીતનો ઉપયોગ શી પર સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ તરફ સક્રિય રીતે કામ કરવા દબાણ કરવા માટે કર્યો હશે.