વોશિંગટનઃ અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કે આખરે ટ્વીટરનો ફસાયેલો સોદો પાર પાડી દીધો છે. ટ્વીટર ખરીદીને એલન મસ્ક ટ્વીટરના (Elon Musk took control of Twitter) માલિક બન્યા છે. એક રીપોર્ટને આધારે માલિક બન્યા બાદ તેમણે પહેલું કામ ભારતીય મૂળના ટ્વીટરના સીઈઓ પરાગ અગ્રવાલને કાઢી (Elon Musk sacked Parag Agrawal) મૂક્યા છે. એમની સાથે CFO નેડ સેગલને પણ કંપનીમાંથી કાઢી મૂક્યા છે. એટલું જ નહીં બન્નેને કંપનીના હેટક્વાર્ટરમાંથી પણ જાકારો આપી દેવાયો છે.
-
“The bird is freed” tweets #ElonMusk after taking over Twitter. pic.twitter.com/04kRGNOXA4
— ANI (@ANI) October 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">“The bird is freed” tweets #ElonMusk after taking over Twitter. pic.twitter.com/04kRGNOXA4
— ANI (@ANI) October 28, 2022“The bird is freed” tweets #ElonMusk after taking over Twitter. pic.twitter.com/04kRGNOXA4
— ANI (@ANI) October 28, 2022
પરાગ અગ્રવાલ કોણ છે?: પરાગ અગ્રવાલે IIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યો છે. તેણે કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી હતી. યાહૂ, માઈક્રોસોફ્ટ અને એટી એન્ડ ટી સાથે કામ કર્યા બાદ પરાગ ટ્વિટરમાં જોડાયો. તેમને આ ત્રણ કંપનીઓમાં સંશોધનલક્ષી હોદ્દાનો અનુભવ હતો. તેણે ટ્વિટરમાં એડ-સંબંધિત ઉત્પાદનો પર કામ કરીને શરૂઆત કરી. પરંતુ, બાદમાં તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ટ્વિટરમાં હતા.
મોટું એલાનઃ તારીખ 13 એપ્રિલના રોજ એલન મસ્કે ટ્વીટર ખરીદવાનું એલાન કર્યું હતું. પરાગ કંપનીના નાણાકીય વ્યવહારો અને ઓનલાઈન વિભાગનું કામ જોતા હતા. તેમણે હવે સનફ્રાંસિસ્કો હેડક્વાર્ટર છોડી દીધું છે. પરાગ અગ્રવાલે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ચાર્જ સંભાળ્યો હતો. પણ વર્ષ 2022નો નવેમ્બર મહિનો આવે એ પહેલા એમની હાંકલપટ્ટી કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને 54.2 ડૉલર પ્રતિ ડૉલર શેર રેટથી 44 અબજમાં ખરીદવાની ઓફર હતી. પરંતુ એ સમયે સ્પામ અને ફેક એકાઉન્ટને કારણે આ ડીલ પાર પડી શકી ન હતી.
ડીલ તોડવાનું એલાનઃ તારીખ 8 જુલાઈના રોજ તેમણે બીજી વખત ટ્વીટરની ડીલ તોડી નાંખવાનું એલાન કર્યું હતું. પછી ડીલને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી. એ પછી મામલો આખો કોર્ટમાં પહોંચી ગયો હતો. જેમાં મસ્કની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જોકે, આ વિવાદ અંગે કોર્ટમાં સુનાવણી હજું પણ ચાલું છે. ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ટ્વિચટર ડીલ પૂરી થવાની વાત સામે આવી હતી. બુધવારે મસ્ક સનફ્રાસિંસ્કો પહોચ્યા હતા. પોતાની સાથે લાવેલી બેગથી સૌ કોઈ આશ્ચર્યમાં હતા. જેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.
કોર્ટ પ્રમાણે પગલાંઃ કોર્ટના આદેશ અનુસાર શુક્રવાર સુધીમાં 44 બિલિયન ડૉલરની આ ડીલ પૂરી કરવાની છે. એટલું જ નહીં મસ્કે પોતાના ટ્વીટર પરના બાયોમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. લોકેશન ચેન્જ કરીને ટ્વીટર હેડકવાર્ટર કરી નાંખ્યું છે. એ પછી ડિસક્રિપ્ટરમાં ચીફ ટ્વીટ લખ્યું હતું.
બેંકર્સ સાથે મીટિંગઃ ટ્વિટર ઓફિસ પહોંચવાના એક દિવસ પહેલા એલોન મસ્કે મંગળવારે આ ડીલમાં ફંડ આપનારા બેંકર્સ સાથે મીટિંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે ટ્વિટરના ચીફ માર્કેટિંગ ઓફિસરે કર્મચારીઓને એક મેઇલ મોકલીને માહિતી આપી હતી કે મસ્ક સ્ટાફને સંબોધવા માટે આ અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરની મુલાકાત લેશે. શુક્રવારે લોકો તેમને સીધા સાંભળી શકશે. ડેલવેર ચેન્સરી કોર્ટના ન્યાયાધીશ કેથલીન મેકકોર્મિકે મસ્કને તારીખ 28 ઓક્ટોબર, શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં સોદો પૂર્ણ કરવા અને બંધ કરવાનો આદેશ આપ્યો.