ETV Bharat / international

રશિયા પાસેથી તેલ આયાત કરવાના મામલે ભારત હવે ત્રીજા નંબરે

author img

By

Published : Apr 10, 2023, 12:49 PM IST

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. હવે આવી રહેલા તાજા સમાચારો અનુસાર રશિયા હવે તેલ પુરવઠામાં ભારતનું નંબર વન ભાગીદાર બની ગયું છે. પહેલા આ જગ્યા ઈરાક પાસે હતી પરંતુ હવે તેના પર રશિયાનો કબજો છે.

રશિયા પાસેથી તેલ આયાત કરવાના મામલે ભારત હવે ત્રીજા નંબરે
રશિયા પાસેથી તેલ આયાત કરવાના મામલે ભારત હવે ત્રીજા નંબરે

મોસ્કોઃ યુક્રેનમાં યુદ્ધને કારણે જ્યાં પશ્ચિમી દેશો સાથે રશિયાના સંબંધો બગડ્યા હતા, ત્યાં ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. રશિયા પાસેથી તેલ આયાત કરવાના મામલે ભારત હવે ત્રીજા નંબરે આવી ગયું છે. ચીન પ્રથમ સ્થાને અને અમેરિકા બીજા સ્થાને છે. યુદ્ધની શરૂઆતથી જ ભારતને રશિયા પાસેથી સસ્તું તેલ મળી રહ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, ભારત આ માટે ડોલરમાં નહીં પરંતુ દિરહામમાં ચૂકવણી કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Anand Mahindra Post Video: આ કોઈ અમેરિકા કે યુરોપ નહીં પણ ભારતીય રેલવે છે

તેલની રમતે તોડ્યો રેકોર્ડઃ આ બાબત અમેરિકા અને યુરોપિયન દેશોને પરેશાન કરી શકે છે. આ હકીકત અમેરિકા માટે હંમેશા મુસીબતનું કારણ હતી કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે. ભારતીય રિફાઈનરીઓ રશિયા સાથે દિરહામમાં તેલનો વેપાર કરે છે. માર્ચમાં ભારત અને રશિયા વચ્ચે તેલનો વેપાર 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસની નવી ટોચે પહોંચ્યો હતો.

ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયરઃ પરંતુ આમાં થોડી સ્થિરતા આવી છે. આ નવા આંકડા સાથે રશિયાએ ભારતના પરંપરાગત ઓઈલ સપ્લાયર ઈરાકનું સ્થાન લીધું છે. હવે ઈરાક નહીં પણ રશિયા ભારતને તેલનો નંબર વન સપ્લાયર છે. એનર્જી સપ્લાય મોનિટરિંગ એજન્સી વોર્ટેક્સા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રશિયા હવે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર બની રહ્યો છે. સતત છઠ્ઠા મહિને ભારતે તેના ત્રીજા ભાગથી વધુ તેલ રશિયા પાસેથી ખરીદ્યું છે.

ભારતે સૌથી વધુ તેલ ખરીદ્યુંઃ ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યું તે પહેલાં ભારતની આયાતમાં રશિયાનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો. જ્યારે માર્ચ 2022 સુધીમાં તે વધીને 1.64 મિલિયન બેરલ પ્રતિ દિવસ એટલે કે 34 ટકા થઈ ગયો છે. કેટલાક યુરોપિયન દેશો રશિયાથી આવતા તેલની કિંમત નક્કી કરવા માંગે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સર્વસંમતિ નથી. જ્યારે સાઉદી અરેબિયા બીજો દેશ હતો જ્યાંથી ભારતે સૌથી વધુ તેલ ખરીદ્યું હતું.

દિરહામમાં તેલના વેપારનો અર્થઃ ફેબ્રુઆરીમાં એક અહેવાલ અનુસાર, યુરોપિયન યુનિયન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો પછી ભારત રશિયા માટે વધુ મહત્વપૂર્ણ ગ્રાહક બની ગયું છે. ભારતને આ તેલ પ્રતિ બેરલ US$60 કરતા પણ ઓછી કિંમતે મળી રહ્યું છે. જ્યારે તેનું પેમેન્ટ UAEની કરન્સી દિરહામમાં કરવામાં આવી રહ્યું છે. તેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની ચિંતા વધી શકે છે.

આ પણ વાંચોઃ Dalai Lama Video: દલાઈ લામા પાસે આવી અપેક્ષા નહોતી, વાંધાજનક વીડિયો થયો વાયરલ

ભારતે રશિયા પાસેથી બમણું તેલ ખરીદ્યુંઃ ભારતીય રિફાઇનરીઓ અને રશિયન ડીલરો વચ્ચે દિરહામમાં આદાનપ્રદાન પર પ્રતિબંધ અસંભવિત છે. કેટલીક બેંકો છે જે વિદેશમાં અન્ય નાણાકીય સંબંધોને ટાળવા માટે સરહદો પાર કરે છે. તેઓ એવી રીતે વ્યવહાર કરે છે કે તેમના પર યુએસ અને યુરોપિયન યુનિયનના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ ન લાગે.જો ઈરાક સાથે સરખામણી કરવામાં આવે તો તે ઘણું ઓછું છે. ઈરાકની સરખામણીએ ભારતે રશિયા પાસેથી બમણું તેલ ખરીદ્યું છે. વર્ષ 2017-18 સુધી, ઇરાક ભારતને સૌથી વધુ ઓઇલ સપ્લાયર હતું અને તે ભારતને દરરોજ 0.82 મિલિયન બેરલ ઓઇલ સપ્લાય કરતું હતું.

અમેરિકાએ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યુંઃ ભારત ઉપરાંત ચીન અને અમેરિકાએ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું છે. રશિયામાંથી ભારતની પેટ્રોલિયમની આયાત ફેબ્રુઆરીમાં 1.62 મિલિયન બેરલથી થોડી વધી છે. વોર્ટેક્સા અનુસાર સાઉદી અરેબિયા આ મામલે બીજા નંબર પર છે. તેણે માર્ચમાં ભારતને 986,288 મિલિયન બેરલ તેલનું વેચાણ કર્યું હતું. જ્યારે ઈરાક 821,952 bpd ના વેચાણ સાથે ત્રીજો સૌથી મોટો તેલ સપ્લાયર હતો. 313,002 bpd સાથે, UAE યુ.એસ.ને પાછળ છોડીને ચોથું સૌથી મોટું સપ્લાયર બન્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.