વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના (Texas school massacre ) બાદ કહ્યું કે, દેશમાં હથિયારોના વેચાણ પર નવા નિયંત્રણો લાદવા માટે પગલાં ભરવા પડશે. એશિયાના પાંચ દિવસના પ્રવાસેથી પરત ફર્યાના થોડા સમય બાદ જ બિડેને વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, "બંદૂકોનું (વેચાણ) સમર્થન કરનારાઓ સામે આપણે આખરે ક્યારે ઊભા થઈશું?" ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગમાં 19 બાળકો સહિત 21 લોકોના મોત થયા છે. હુમલાખોર પણ માર્યો ગયો. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે 'હું થાકી ગયો છું, આપણે પગલાં લેવા પડશે'.
-
For every parent, for every citizen, we have to make it clear to every elected official: It’s time for action.
— President Biden (@POTUS) May 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
We can do more. We must do more. pic.twitter.com/VDe0Wc7YT8
">For every parent, for every citizen, we have to make it clear to every elected official: It’s time for action.
— President Biden (@POTUS) May 25, 2022
We can do more. We must do more. pic.twitter.com/VDe0Wc7YT8For every parent, for every citizen, we have to make it clear to every elected official: It’s time for action.
— President Biden (@POTUS) May 25, 2022
We can do more. We must do more. pic.twitter.com/VDe0Wc7YT8
આ પણ વાંચો: Live Update: યાસીન મલિકને મળશે ફાંસી કે આજીવન કેદ, પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી
પહેલા દાદીને ગોળી મારી હતીઃ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે હત્યારાની ઓળખ સાલ્વાડોર રામોસ તરીકે કરી છે. સાલ્વાડોર રામોસ એ જ વિસ્તારનો રહેવાસી હતો જ્યાં શાળા આવેલી છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. એબોટે અગાઉ કહ્યું હતું કે તેણે ભયાનક રીતે ગોળીબાર (Firing in Texas School ) કર્યો હતો જેમાં 14 બાળકો અને એક શિક્ષક માર્યા ગયા હતા. બાદમાં તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ ગઈ છે. મૃતકોમાં 19 બાળકોનો સમાવેશ (Texas 19 children 2 adults shot dead) થાય છે. સાલ્વાડોર રામોસ તરીકે ઓળખાયેલ બંદૂકધારી, તેની દાદીને ગોળી મારનાર પ્રથમ હતો, જે હજુ પણ જીવિત છે પરંતુ ગંભીર સ્થિતિમાં છે.
આ પણ વાંચો: સાવજને સળી કરવી ભારે પડી: સિંહે ઝૂકીપરની આંગળી જ ફાડી નાખી, જૂઓ વીડિયો..