નવી દિલ્હી: તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ તબાહીનો ભોગ બનેલા લોકોની મદદ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સિવિલ ડિફેન્સ (NDRF)ની ટીમ આજે રવાના થઈ હતી. એનડીઆરએફની ટીમ ડોગ સ્કવોડ સાથે જરૂરી સાધનો લઈ ગઈ છે. તુર્કી અને પડોશી દેશ સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 3800થી વધારે લોકોનાં મોત થઇ ચૂક્યા છે. આ સાથે 15 હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
NDRF ની ટીમને તુર્કી રવાના: ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી સાધનો સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના જવાનોની એક ટીમ ગાઝિયાબાદના હિંડન એરબેઝથી તુર્કીમાં શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે. સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના આંચકા બાદ ભારતે NDRF ની ટીમને તુર્કી મોકલી છે. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ દીપક તલવાર જેઓ ભારતથી તુર્કીમાં પ્રથમ એનડીઆરએફ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું, "ટીમમાં 47 એનડીઆરએફ કર્મચારીઓ અને ત્રણ વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. જેઓ યુએનની માર્ગદર્શિકા અનુસાર રાહત અને બચાવ કામગીરીમાં જોડાશે."
-
India's Humanitarian Assistance and Disaster Relief (HADR) capabilites in action.
— Arindam Bagchi (@MEAIndia) February 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The 1st batch of earthquake relief material leaves for Türkiye, along with NDRF Search & Rescue Teams, specially trained dog squads, medical supplies, drilling machines & other necessary equipment. pic.twitter.com/pB3ewcH1Gr
">India's Humanitarian Assistance and Disaster Relief (HADR) capabilites in action.
— Arindam Bagchi (@MEAIndia) February 6, 2023
The 1st batch of earthquake relief material leaves for Türkiye, along with NDRF Search & Rescue Teams, specially trained dog squads, medical supplies, drilling machines & other necessary equipment. pic.twitter.com/pB3ewcH1GrIndia's Humanitarian Assistance and Disaster Relief (HADR) capabilites in action.
— Arindam Bagchi (@MEAIndia) February 6, 2023
The 1st batch of earthquake relief material leaves for Türkiye, along with NDRF Search & Rescue Teams, specially trained dog squads, medical supplies, drilling machines & other necessary equipment. pic.twitter.com/pB3ewcH1Gr
આ પણ વાંચો JEE Main 2023 જાન્યુઆરી સત્રનું પરિણામ જાહેર
ભારતથી દવા અને ડોક્ટરોની ટીમ પણ જશે: માહિતી આપતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું કે, 78 વ્યક્તિઓ સાથે બે બચાવ અને રિકવરી ટીમ તુર્કી જવા રવાના થશે. અમે વધારાના ભંડોળના સંસાધનોનો વિકલ્પ જોઈ રહ્યા છીએ, જે બંને દેશો માટે ઉપલબ્ધ છે. PMOએ એક નિવેદન જારી કરીને કહ્યું કે NDRF સિવાય તુર્કીને મેડિકલ સહાય પણ આપવામાં આવશે. આ માટે ભારતથી દવા અને ડોક્ટરોની ટીમ પણ જશે. જુદા જુદા શહેરોમાં, બચાવ કર્મીઓ અને રહેવાસીઓ તૂટેલી ઇમારતોમાંથી બચેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. તુર્કીની એક હોસ્પિટલ અને ભૂકંપમાં નાશ પામેલી સીરિયાની અનેક હોસ્પિટલોમાંથી નવજાત શિશુ સહિતના દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા પડ્યા હતા.
-
#WATCH | Team of NDRF personnel along with a specially trained dog squad and necessary equipment departs from Hindon Airbase in Ghaziabad for Turkey, for search and rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes, killing more than 3,400 people pic.twitter.com/sbkCjx75ug
— ANI (@ANI) February 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Team of NDRF personnel along with a specially trained dog squad and necessary equipment departs from Hindon Airbase in Ghaziabad for Turkey, for search and rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes, killing more than 3,400 people pic.twitter.com/sbkCjx75ug
— ANI (@ANI) February 7, 2023#WATCH | Team of NDRF personnel along with a specially trained dog squad and necessary equipment departs from Hindon Airbase in Ghaziabad for Turkey, for search and rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes, killing more than 3,400 people pic.twitter.com/sbkCjx75ug
— ANI (@ANI) February 7, 2023
-
Team of NDRF personnel with a specially trained dog squad along with necessary equipment departs for Turkey, for search & rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes of magnitude 7.8, 7.6 & 6.0 yesterday, killing more than 3,400 people. pic.twitter.com/xGfS6AGBOp
— ANI (@ANI) February 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team of NDRF personnel with a specially trained dog squad along with necessary equipment departs for Turkey, for search & rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes of magnitude 7.8, 7.6 & 6.0 yesterday, killing more than 3,400 people. pic.twitter.com/xGfS6AGBOp
— ANI (@ANI) February 7, 2023Team of NDRF personnel with a specially trained dog squad along with necessary equipment departs for Turkey, for search & rescue operations.#Turkey was hit by three consecutive devastating earthquakes of magnitude 7.8, 7.6 & 6.0 yesterday, killing more than 3,400 people. pic.twitter.com/xGfS6AGBOp
— ANI (@ANI) February 7, 2023
વિદેશ મંત્રાલયની જાહેરાત: દરમિયાન વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં કહ્યું, 'ભારતની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) તુર્કી મોકલવામાં આવી રહી છે. ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ બેચ ખાસ પ્રશિક્ષિત NDRF શોધ અને બચાવ ટીમ સાથે તુર્કી જવા રવાના થયો. જેમાં ડોગ સ્ક્વોડ, મેડિકલ સપ્લાય, ડ્રિલિંગ મશીન અને અન્ય જરૂરી સાધનોનો સમાવેશ થાય છે.