ETV Bharat / international

ભારતના માછીમારોને પડી શકે છે માર, આટલી મોટી મુશ્કેલીનો કરવો પડશે સામનો - Central Marine Fisheries Research Institute

સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની (Central Marine Fisheries Research Institute) વસ્તી ગણતરી 2016 અનુસાર દેશમાં કુલ દરિયાઈ માછીમારોની વસ્તી 37.7 લાખ છે, જેમાં નવ લાખ પરિવારોનો સમાવેશ થાય છે. લગભગ 67.3 ટકા માછીમારો BPL (Below Poverty Line) કેટેગરીમાં હતા.

ભારતમાં માછીમારોની સબસિડી બંધ કરવાથી તેમના પરિવારોની સાથે ગરીબી રેખા પર પણ થશે અસર

author img

By

Published : Jun 13, 2022, 4:01 PM IST

જિનેવા: ભારતમાં માછીમારોને તેમના પરિવારોનું ભરણપોષણ કરવા માટે આપવામાં આવતી સરકારી સબસિડી અને WTO કરાર દ્વારા તેને બંધ કરવાથી દેશમાં લાખો માછીમારો અને તેમના પરિવારો ગરીબી તરફ દોરી જશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (World Trade Organization)માં વિકસિત દેશો સૂચિત મત્સ્યઉદ્યોગ સબસિડી કરાર હેઠળ સબસિડી દૂર કરવા દબાણ કરી રહ્યા છે. આ કરાર પર વાટાઘાટો ચાલી રહી છે.

આ પણ વાંચો: ભારતીય-અમેરિકન પ્રવાસીઓની સિદ્ધિઓ બન્ને દેશના સંબંધોને પ્રતિબિંબિત કરે છે: રાજદૂત

નવ લાખ પરિવારોનો થાય છે સમાવેશ: ચીન, યુરોપિયન યુનિયન (European Union) અને USA જેવા દેશોથી વિપરીત, ભારત એક મુખ્ય મત્સ્યઉદ્યોગ સબસિડી પ્રદાતા (Subsidies for fishermen in India) નથી. આમાં, ચીન 7.3બિલિયન અમેરિકી ડોલર, EU 3.8બિલિયન ડોલર અને USA 3.4બિલિયનની સબસિડી આપે છે. બીજી તરફ, ભારતે 2018માં નાના માછીમારોને માત્ર 27.7 મિલિયન ડોલર આપ્યા હતા. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની (Central Marine Fisheries Research Institute) વસ્તી ગણતરી 2016 અનુસાર, દેશમાં દરિયાઈ માછીમારોની કુલ વસ્તી 37.7 લાખ છે, જેમાં નવ લાખ પરિવારોનો સમાવેશ થાય છે. લગભગ 67.3 ટકા માછીમારો BPL કેટેગરીમાં હતા.

આ પણ વાંચો: એક જોખમી દેશ તરીકે ચીન સાથે વર્તણૂંક કરવી એ મોટી ભૂલ ભર્યું છે

ગરીબી પણ વધવાની છે શક્યતા: ભારતમાં ઔદ્યોગિક રીતે માછલીઉઘોગ ચાલતો નથી: ભારતમાં માછીમારોને સબસિડીની સહાય બંધ કરવાથી લાખો માછીમારો અને તેમના પરિવારોને અસર થશે અને ગરીબી પણ વધશે. ભારતમાં દરિયાઈ માછીમારી (Marine fishing) નાના પાયે કરવામાં આવે છે અને આનાથી લાખો લોકોને ખાદ્ય સુરક્ષા મળી રહે છે. દેશમાં ઔદ્યોગિક રીતે મોટા પાયે માછલી પકડાતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.