સિયોલઃ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં નાસભાગને કારણે મોટી સંખ્યામાં (stampede at Halloween festival) લોકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. હેલોવીન ફેસ્ટિવલની પાર્ટીમાં એક સાકડી શેરીમાં દોડધામ મચી જતા 100થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના ભારતીય (halloween-horror) સમય અનુસાર શનિવારની મોડી રાત્રે થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર અને જીવલેણ ઘટનામાં 50 લોકોના મૃત્યું તો માત્ર હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. સિયોલ પોલીસ અને ઈમરજન્સી વિભાગે આ વિસ્તારને કોર્ડન કરીને ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેતું હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી છે. ઈમરજન્સી વિભાગના વડાએ એવી માહિતી આપી હતી કે, આ ઘટના સંબંધી કુલ 80 થી વધારે કોલ એક વિસ્તારના આવ્યા હતા. લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. લોકોને સફોકેશનને કારણે પૂરતો શ્વાસ લઈ શકતા ન હતા.
-
#SouthKorea | Morning visuals from the spot of the deadly stampede in Seoul that broke out during Halloween festivities yesterday leaving 149 dead and injuring scores of people till now
— ANI (@ANI) October 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) pic.twitter.com/9REYUhFJKl
">#SouthKorea | Morning visuals from the spot of the deadly stampede in Seoul that broke out during Halloween festivities yesterday leaving 149 dead and injuring scores of people till now
— ANI (@ANI) October 30, 2022
(Source: Reuters) pic.twitter.com/9REYUhFJKl#SouthKorea | Morning visuals from the spot of the deadly stampede in Seoul that broke out during Halloween festivities yesterday leaving 149 dead and injuring scores of people till now
— ANI (@ANI) October 30, 2022
(Source: Reuters) pic.twitter.com/9REYUhFJKl
રાષ્ટ્રપતિનું નિવેદનઃ દક્ષિણ કોરિયા રાષ્ટ્રના રાષ્ટ્રપતિએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને નિવેદન આપ્યું હતું કે,
ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે એ માટે તથા ઘટનાની સુરક્ષા માટે યુદ્ધના ધોરણે ટીમને રવાના કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય તરફથી પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. નજીકની હોસ્પિટલ અને મોટી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો માટે બેડ ખાલી તેમજ પ્રાથમિક સુવિધાઓ તૈયાર કરવા માટે ખાસ આદેશ આપી દેવાયા છે.
ભંયકર સ્થિતિઃ હેલોવીન ફેસ્ટિલની પાર્ટીમાં નાસભાગને કારણે સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે, લોકોના મૃતદેહ રસ્તા પર પડ્યા હતા. લોકો ટોપટપ રસ્તા પર બેભાન થઈને પડેલા હતા. મૃતકોની સંખ્યા 100થી વધારે હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને મેડિકલ વિભાગના ડૉક્ટર્સની ટીમ યુદ્ધના ધોરણે રવાના થઈ હતી. જ્યાં રસ્તા પર અને વાહનના પાર્કિંગમાં લોકોને સારવાર આપવાનું શરૂ કરી દેવાયું હતુ. આ સિઓલમાં એક ફેસ્ટિવલનો ઉત્સાહ ઉજાશ જાણે અવસાનના અંધારામાં ફેરવાયો હતો. આ અંગેના કેટલાક વીડિયો પણ ટ્વિટર પરથી સામે આવ્યા છે.
શું કહ્યું અધિકારીઓએઃ દક્ષિણ કોરિયા સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે, સાંકડી શેરીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જવાને કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં 100થી વધારે લોકો મૃત્યું પામ્યા હોવાનું હાલ મનાય રહ્યું છે. નેશનલ ફાયર એજન્સી અધિકારી ચોઈ ચોઓન સિકે જણાવ્યું કે, આ ઘટના શનિવારે રાત્રે બની હતી. ઈટાવન લેજર નામના જિલ્લામાં ભીડ વધી જવાને કારણે આ ઘટના બની હતી. જ્યારે આ માહિતી મળી ત્યારે 82 લોકો ઈજાગ્રસ્ત હતા. પછી એમાં વધાતો થતો ગયો. જ્યારે 50 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યું પામ્યા છે.
400થી વધારે કર્મીઓ સ્ટેન્ડ ટુઃ આ ઘટનાને કારણે પોલીસ, ફાયર અને તબીબી વિભાગના કુલ 400 કર્મચારીઓને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નાની નાની ટીમ તૈયાર કરીને લોકોને ઘટના સ્થળે જ સારવાર આપવામાં આવી રહી છે. 140થી વધારે એમ્બ્યુલન્સ આ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે તૈયાર રાખવામાં આવી છે. જેથી વધુને વધુ લોકોને બચાવી શકાય. હાલ એવા પણ જોવા મળ્યા હતા કે, લોકો બેભાન સ્થિતિમાં રસ્તાની બન્ને બાજુંએ પડ્યા હતા. જેને ખસેડવા માટે પોલીસને પણ પરસેવો આવી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.
ઈમરજન્સી જાહેરઃ આરોગ્ય મંત્રાલયે આ ઘટનાને લઈને સમગ્ર સિઓલમાં મેડિકલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ખાસ કરીને ઈજાગ્રસ્તની સારવાર માટે ટીમ તૈયાર કરીને લોકોની સારવાર કરવામાં આવી છે. સ્થાનિક સમાચાર અનુસાર આ ફેસ્ટિવલમાં 1 લાખથી વધારે લોકો એકઠા થયા હોવાનું અનુમાન છે. મોટાભાગના લોકોને નાસભાગને કારણે હાથ અને પગમાં ઈજા પહોંચી છે. જ્યારે રસ્તા પર પડી જવાને કારણે અનેક એવા લોકોનો શરીર પર ઘસરકા લાગ્યા છે. પોલીસે પણ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે એ માટે તબીબી ટીમ સાથે કદમ મિલાવીને પગલાં લેવાના શરૂ કર્યા છે. ખાસ કરીને જે હોટેલ સામે આ ઘટના બની ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.