ETV Bharat / international

Florida Mass Shooting: ફ્લોરિડામાં સામૂહિક ગોળીબારમાં 10 ઈજાગ્રસ્ત, તપાસનો ધમધમાટ શરૂ - વોશિંગ્ટન પોલીસ

ફ્લોરિડામાં સામૂહિક ગોળીબાર: પોલીસે જણાવ્યું કે (Florida Mass Shooting) તમામ પીડિતો 20 થી 35 વર્ષની વય વચ્ચેના પુરુષો હતા. ઘટનાસ્થળે ગાંજો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે શૂટરો કારની બારીઓમાંથી ગોળીબાર કરી રહ્યા હતા

Florida Mass Shooting: ફ્લોરિડામાં સામૂહિક ગોળીબારમાં 10 લોકો ઘાયલ, સ્થળ પરથી ગાંજાનો જથ્થો મળ્યો

author img

By

Published : Jan 31, 2023, 11:07 AM IST

વોશિંગ્ટનઃ વિશ્વમાં ક્રાઇમમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત વધી રહેલા ક્રાઇમને કારણે સરકાર પણ ચિંંતામાં જોવા મળી રહી છે. ફરી વાર આવો જ બનાવ અમેરિકાના કેલિફોર્નિયા બાદ હવે ફ્લોરિડામાં ફાયરિંગનો બનાવ બન્યો છે. મળતી માહિતી અનૂસાર આ બનાવમાં 10 લોકોના ઈજાગ્રસ્ત થયા છે.

ફ્લોરિડામાં સામૂહિક ગોળીબાર: પોલીસએ માહિતી આપી તે અનૂસાર તમામ પીડિતો 20 થી 35 વર્ષની વય વચ્ચેના પુરુષો હતા. ગઇ કાલે સોમવારે બપેરના સમયમાં આ બનાવ બન્યો હતો. લેકલેન્ડ પોલીસ વિભાગે જણાવ્યું કે આ ગોળીબારમાં ઘાયલ બે લોકોની હાલત ગંભીર છે. ડિપાર્ટમેન્ટ ચીફ સેમ ટેલરે જણાવ્યું હતું કે ઘેરા વાદળી રંગનું ચાર દરવાજાનું નિસાન શૂટિંગ સ્થળ પર રોકાઈ ગયું હતું.

આ પણ વાંચો US California shooting: કેલિફોર્નિયામાં થયો ગોળીબાર, નિર્દોષ બાળક સહિત 6 લોકોના થયા મોત

ગોળીબાર: ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ટેલરે જણાવ્યું કે કારની ચારેય બારીઓ ખુલ્લી હતી. ચારેય બારીમાંથી ગોળીબાર થઈ રહ્યો હતો. તેઓ બંને તરફથી ગોળીબાર કરીને લોકોને ઇજા પહોંચાડી રહ્યા હતા. આ પછી આરોપીની કાર તેજ ગતિએ ભાગી ગઈ હતી. પોલીસ હવે આ મામલે સક્રિય બની છે અને તે વાહનની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો ભાડુઆત રાત્રે મોડો આવતાં મકાનમાલિક ગુસ્સે ભરાયો, ગોળી મારી દીધી

ગાંજાનો જથ્થો: પોલીસે બાદમાં માહિતી આપતા જણાવ્યું કે સ્થળ પરથી ગાંજાનો કેટલોક જથ્થો મળી આવ્યો છે. બની શકે છે કે તે સમયે ગાંજાનું વેચાણ ચાલતું હતું. અમારી 34 વર્ષની કારકિર્દીમાં અમે ક્યારેય એવા કેસ પર કામ કર્યું નથી. જ્યાં એક સાથે આટલા લોકોને ગોળી મારી દેવામાં આવી હોય. અમે તમામ આરોપીઓને શોધવા માટે આખી રાત બહાર રહીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.