નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ (SBI) ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો સાત ટકા ઘટીને રૂપિયા 6,068 કરોડ નોંધ્યો છે. આવક ઘટવાથી બેન્કનો નફો પણ ઘટ્યો છે. SBIએ શનિવારે સ્ટોક એક્સચેન્જોને (Stock exchanges news) આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેને રૂપિયા 6,504 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.
આ પણ વાંચો: જાણો, સારો ક્રેડિટ સ્કોર જાળવવો કેટલો જરૂરી અને તે કેવી રીતે બનાવવો?
SBIનો કેટલો છે નફો: દેશની સૌથી મોટી બેન્કે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેની એકલ આવક ઘટીને રૂપિયા 74,998.57 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 77,347.17 કરોડ હતી. બેન્કનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (Non-Performing Assets) રેશિયો અગાઉના વર્ષના 5.32 ટકાથી સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં 3.91 ટકા થયો છે. એ જ રીતે, નેટ NPA પણ જૂન 2022માં ઘટીને 1.02 ટકા થઈ ગઈ છે. જે અગાઉના વર્ષના જૂન ક્વાર્ટરમાં 1.7 ટકા હતી. એકીકૃત ધોરણે, SBIનો ચોખ્ખો નફો નજીવો ઘટીને રૂપિયા 7,325.11 કરોડ થયો છે. ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં તે રૂપિયા 7,379.91 કરોડ હતો.