ટોક્યો : ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે અહીં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી(Rajnath Singh meets Fumio Kishida). આ અવસરે તેમણે પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજનાથ સિંહે કહ્યું, ભારત-જાપાનની ભાગીદારી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
જાપાનના પ્રવાસે રક્ષાપ્રધાન રક્ષા પ્રધાન રાજનાથ સિંહ જાપાનના પ્રવાસે છે(Rajnath Singh Japan visit). આ પહેલા ગુરુવારે તેઓ તેમના જાપાની સમકક્ષ યાસુકાઝુ હમાદાને મળ્યા હતા. આ પ્રસંગે તેમને કહ્યું કે, બંને દેશો વચ્ચેની વિશેષ દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી મુક્ત, ખુલ્લા અને કાયદા આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજનાથ સિંહ મંગોલિયા અને જાપાનની પાંચ દિવસીય મુલાકાતના છેલ્લા તબક્કામાં ટોક્યો પહોંચ્યા છે.
વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ બેઠક બાદ રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે, જાપાનના સંરક્ષણ પ્રધાન યાસુકાઝુ હમાદા સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં સંરક્ષણ સહકાર અને પ્રાદેશિક બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી. આ વર્ષે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. ભારત અને જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને અનુસરે છે. જાપાન સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મુક્ત, ખુલ્લા અને કાયદા આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સંબંધો સુધરશે ઈન્ડો-પેસિફિકમાં ચીનના વધી રહેલા સૈન્ય હસ્તક્ષેપ વચ્ચે, ભારત, યુએસ અને અન્ય કેટલીક વિશ્વ શક્તિઓ મુક્ત, ખુલ્લા અને કાયદા આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની જરૂરિયાત પર ભાર મૂકે છે. ચીન લગભગ તમામ વિવાદિત દક્ષિણ ચીન સમુદ્ર પર દાવો કરે છે, જો કે તાઈવાન, ફિલિપાઈન્સ, બ્રુનેઈ, મલેશિયા અને વિયેતનામ પણ તેના કેટલાક ભાગો પર દાવો કરે છે.