ETV Bharat / international

ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મૃત્યુ - rain spells across Pakistan

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ દેશભરમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોમાં ઓછામાં ઓછા સાત બાળકો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. National Disaster Management Authority, Rain related incidents

ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં થયા અનેક લોકોના મૃત્યુ

author img

By

Published : Aug 21, 2022, 1:06 PM IST

ઈસ્લામાબાદ: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (National Disaster Management Authority) જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે ચોમાસાના વરસાદથી સર્જાયેલા અચાનક પૂર અને અન્ય વરસાદ સંબંધિત ઘટનાઓમાં (Rain related incidents) ઓછામાં ઓછા 36 લોકો માર્યા ગયા અને 145 અન્ય ઈજાગ્રસ્ત થયા. NDMA દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દેશભરમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં જીવ ગુમાવનારાઓમાં ઓછામાં ઓછા સાત બાળકો અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ગ્લાસગોએ ભારતને કલાકૃતિઓ પરત મોકલવાનો યોજ્યો સમારોહ

ક્યાં કેટલું થયું નુકશાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શનિવારે સાંજે ઉમેર્યું હતું કે, દેશનો દક્ષિણ સિંધ પ્રાંત સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો, જેમાં 18 લોકોના મોત અને 128 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 11 અને પૂર્વી પંજાબ પ્રાંતમાં સાત મૃત્યુ થયા છે. અહેવાલમાં જણાવાયું છે કે, દેશમાં 27,870 મકાનો નાશ પામ્યા હતા, જેમાં 10,860 સંપૂર્ણ નાશ પામ્યા હતા અને 17,010 આંશિક રીતે નાશ પામ્યા હતા. NDMAએ જણાવ્યું હતું કે, જૂનના મધ્યથી આ સિઝનના ચોમાસાના વરસાદથી (Rain related incidents) પાકિસ્તાનમાં કુલ મૃત્યુઆંક 728 પર પહોંચી ગયો છે, જેમાં 156 મહિલાઓ અને 263 બાળકોનો સમાવેશ થાય છે, તેમજ 1,291 અન્ય લોકો ઘાયલ થયા છે. વધુમાં, 116,771 મકાનો, 129 પુલ અને 50 દુકાનો નાશ પામી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDMA, અન્ય સરકારી સંસ્થાઓ, સ્વયંસેવકો અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો ચીનની નજર તાઈવાન પર, વિમાનો અને જહાજોથી રાખે છે ખબર

આર્મી ટુકડીઓ બચાવમાં પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (Inter-Services Public Relations) દ્વારા શનિવારે સાંજે એક નિવેદનમાં જણાવાયું હતું કે, આર્મી ટુકડીઓ પૂર રાહત સાધનો સાથે આંતરિક સિંધ અને તેની રાજધાની શહેર કરાચીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. સૈન્ય બચાવ ટુકડીઓ (Pakistan Army) સિંધના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી કાઢવાની કામગીરી અને રાશન વિતરણ કરી રહી છે. ISPRએ ઉમેર્યું હતું કે, કરાચી અને આંતરિક વિસ્તારોમાં સતત વરસાદ અને શહેરી પૂરને પગલે કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે અનામત બચાવ ટીમો હાઈ એલર્ટ પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.