ETV Bharat / international

ઈઝરાયલ હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ ચાર દિવસથી વધુ ચાલે તેવી આશા છેઃ જો બાઈડેન

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 25, 2023, 11:23 AM IST

ઈઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોની અદલાબદલી શરુ થયાને એક દિવસ પૂરો થયો છે. અમેરિક રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, આ ચાર દિવસીય ગાઝા યુદ્ધ વિરામ લાંબા દિવસ સુધી ચાલશે તેવી મને આશા છે. શનિવારે વધુ બંધકોને મુક્ત કરવમાં આવશે. તેના પછીના દિવસે તેનાથી પણ વધુ બંધકોને મુક્ત કરાશે. હમાસે મુક્ત કરેલા બંધકોમાં 13 ઈઝરાયલી, 10 થાઈલેન્ડ અને એક ફિલિપાઈનના નાગરિકનો સમાવેશ થાય છે. જેના બદલામાં ઈઝરાયલે 39 પેલેસ્ટાઈન નાગરિકોને જેલમાંથી મુક્ત કર્યા છે. putting conditions on military aid to israel worthwhile thought

ઈઝરાયલ હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ ચાર દિવસથી વધુ ચાલે તેવી આશા છેઃ જો બાઈડેન
ઈઝરાયલ હમાસ વચ્ચેનો યુદ્ધ વિરામ ચાર દિવસથી વધુ ચાલે તેવી આશા છેઃ જો બાઈડેન

નાનટુકેટ(અમેરિકા): અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, ઈઝરાયલની સૈન્ય સહાયતા પર શરતો લગાવવી યોગ્ય છે. તેમણે ગાઝા યુદ્ધવિરામ ચાર દિવસથી વધુ ચાલે તેવી આશા પણ વ્યક્ત કરી છે. નાનટુકેટ(માશાચ્યૂએટ્સ)માં રિપોર્ટ્સ સાથે વાતચીત કરતા યુએસ પ્રેસિડેન્ટે જણાવ્યું કે રોજ વધુમાં વધુ બંધક છોડવામાં આવે તે યોગ્ય રહેશે.

આવતીકાલે અને તેના પછીના દિવસે એમ આવનારા દિવસો પણ વધુ બંધક મુક્ત થાય તેવી આશા બાઈડને વ્યક્ત કરી છે. હમાસે મુક્ત કરેલા બંધકોમાં 13 ઈઝરાયલી, 10 થાઈલેન્ડ અને એક ફિલિપાઈનના નાગરિકનો સમાવેશ થાય છે. જેના બદલામાં ઈઝરાયલે 39 પેલેસ્ટાઈન નાગરિકોને જેલમાંથી મુક્ત કર્યા છે.

બાઈડને કહ્યું કે, ઈઝરાયલની સૈન્ય સહાયતા પર શરતો લગાવવી યોગ્ય છે. આજે આપણે જ્યાં પણ છીએ તે અન્ય લોકોએ કરેલ મદદના લીધે છીએ. તેથી હું યુદ્ધમાં પહોંચતી સહાય બંધ કરીશ નહીં. તેમણે આ સંદર્ભે કોઈ શક્ય એવું ઉદાહરણ આપ્યું નહતું.

તેલ અવીવમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ 7 ઓક્ટોબરથી હમાસે બંધક બનાવ્યા હતા તેમની મુક્તિ પર સ્વાગત કર્યું હતું. જેમાં 13 ઈઝરાયલી નાગરિકોનો સમાવેશ થાય છે. જો કે ઈઝરાયલ સરકાર દરેક બંધક મુક્ત થાય તેમ ઈચ્છે છે. કુલ 240 નાગરિકોને હમાસે બંધક બનાવ્યા હતા. નેતન્યાહૂએ યુદ્ધ વિરામ દરમિયાન દરેક બંધક મુક્ત થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ યુદ્ધનું એક લક્ષ્ય દરેક બંધકને મુક્ત કરાવવાનું છે આપણે આ યુદ્ધના દરેક લક્ષ્યને હાંસલ કરીશું.

ઈઝરાયલે 39 પેલેસ્ટાઈન નાગરિકોને જેલમાંથી મુક્ત કર્યા છે. જેના અગાઉ વેસ્ટ બેન્કમાં ઈઝરાયલ સીક્યૂરિટી ફોર્સિસે હજારો પેલેસ્ટાઈન નાગરિકોને દૂર કરવા ટીયર ગેસનો મારો ચલાવ્યો હતો. ઈઝરાયલની ઓફર જેલની આગળ હજારો પેલેસ્ટાઈન નાગરિકો પોતાના ભાઈ બંધુઓ આઝાદ થાય તે જોવા એકત્ર થયા હતા.

પેલેસ્ટાઈન નાગરિકોના ટોળામાં કેટલાક યુવકો હમાસનો રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા નજરે પડ્યા હતા. તેમણે દૂર કરવા ઈઝરાયલી ફોર્સે ટીયરગેસનો મારો ચલાવ્યો હતો. આ ટોળામાં અનેક પેલેસ્ટાઈન નાગરિકો પોતાના કુટુંબીઓને લેવા માટે આવ્યા હતા. જેમાંથી અનેક આ ટીયર ગેસથી પરેશાન હતા, ચીસો પાડતા હતા અને તેમના કપડા મેલા ઘેલા અને લોહીના ડાઘાવાળા હતા.

  1. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ: અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાકના અર્ધસૈનિક દળના 8 સૈનિકનું મોત, ઈરાકે કહ્યું અમેરિકાનું કૃત્ય ઇરાકની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન
  2. ઈઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, શું ભારત હમાસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.