અબુ ધાબી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે વાતચીત કરી હતી. અબુ ધાબી એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મોદીના સ્વાગત માટે દુબઈમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર ભારતીય તિરંગા સાથે મોદીની તસવીર દેખાડવામાં આવી હતી. તેમને આવકારવા માટે પ્રકાશમાં લખવામાં આવ્યું હતું - માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે.
-
It is always gladdening to meet HH Sheikh Mohamed bin Zayed Al Nahyan. His energy and vision for development are admirable. We discussed the full range of India-UAE ties including ways to boost cultural and economic ties. @MohamedBinZayed pic.twitter.com/XCBWW8cP38
— Narendra Modi (@narendramodi) July 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is always gladdening to meet HH Sheikh Mohamed bin Zayed Al Nahyan. His energy and vision for development are admirable. We discussed the full range of India-UAE ties including ways to boost cultural and economic ties. @MohamedBinZayed pic.twitter.com/XCBWW8cP38
— Narendra Modi (@narendramodi) July 15, 2023It is always gladdening to meet HH Sheikh Mohamed bin Zayed Al Nahyan. His energy and vision for development are admirable. We discussed the full range of India-UAE ties including ways to boost cultural and economic ties. @MohamedBinZayed pic.twitter.com/XCBWW8cP38
— Narendra Modi (@narendramodi) July 15, 2023
યુએઈના રાષ્ટ્રપતિએ સ્વાગત કર્યું: મોદીનું અહીંના રાષ્ટ્રપતિ ભવન 'કસ્ર અલ વતન' ખાતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં યુએઈના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને અહીં ગાર્ડ ઓફ ઓનરનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બાળકોએ હાથમાં ત્રિરંગો લીધો હતો. વડાપ્રધાન મોદીની UAEની મુલાકાતના કેન્દ્રમાં ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ જેવા ક્ષેત્રો હોવાનું માનવામાં આવે છે. ભારત અને UAE વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને લોકો-થી-લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સંબંધો મજબૂત કરી રહ્યા છે.
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચર્ચા: યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી. મોદીએ યુએઈના 'કોપ-28'ના અધ્યક્ષપદ માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી: પીએમ મોદીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) 'કોપ-28'ના અધ્યક્ષપદ દરમિયાન ભારતના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. વડાપ્રધાન મોદીએ શનિવારે યુએઈમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ કોન્ફરન્સ 'COP28'ના નિયુક્ત પ્રમુખ ડૉ. સુલતાન અલ જાબેર સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.
-
WATCH | Dubai's Burj Khalifa displayed the colours of the Indian national flag yesterday ahead of PM Modi's official visit to the country pic.twitter.com/xQ9e7cJ6uH
— ANI (@ANI) July 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">WATCH | Dubai's Burj Khalifa displayed the colours of the Indian national flag yesterday ahead of PM Modi's official visit to the country pic.twitter.com/xQ9e7cJ6uH
— ANI (@ANI) July 15, 2023WATCH | Dubai's Burj Khalifa displayed the colours of the Indian national flag yesterday ahead of PM Modi's official visit to the country pic.twitter.com/xQ9e7cJ6uH
— ANI (@ANI) July 15, 2023
ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું કે, "PM @narendramodi એ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપનીના ગ્રૂપ સીઈઓ અને UAE માં યોજાનારી 'COP28' ના અધ્યક્ષ-નિયુક્ત ડૉ. સુલતાન અલ જાબેર સાથે ફળદાયી બેઠક કરી હતી." જાબેરે વડાપ્રધાનને આગામી COP-28 વિશે માહિતી આપી હતી. વડાપ્રધાને COP-28ની UAEની અધ્યક્ષતા દરમિયાન ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
'COP-28' શું છે: વર્ષ 2023ની યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ અથવા UNFCCની પાર્ટીઓની કોન્ફરન્સ, જેને સામાન્ય રીતે COP-28 તરીકે ઓળખવામાં આવે છે, દુબઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ કોન્ફરન્સ વર્ષ 1992માં પ્રથમ યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ એગ્રીમેન્ટ બાદથી દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. IIT દિલ્હી તેનું કેમ્પસ અબુ ધાબીમાં સ્થાપશે: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દિલ્હીનું કેમ્પસ અબુ ધાબીમાં સ્થાપવામાં આવશે. વડા પ્રધાન મોદીની હાજરીમાં શિક્ષણ મંત્રાલય અને શિક્ષણ અને જ્ઞાન વિભાગ, અબુ ધાબી સાથે આ હેતુ માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
(PTI-ભાષા)