પાકિસ્તાન : રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો વધારો કર્યો છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશમાં ચલણના મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં પહેલેથી જ આસમાની મોંઘવારીથી પરેશાન લોકોની મુશ્કેલી વધી છે. તાજેતરના વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત હવે વધીને 282 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડિઝલમાં થયો આટલો વધારો : પેટ્રોલ અને કેસોઈનના ભાવમાં વધારોઃ નાણાપ્રધાન ઈશાક ડારે મોડી રાત્રે લાઈવ ટેલિકાસ્ટમાં કિંમતોમાં વધારાની જાહેરાત કરતા કહ્યું કે ડીઝલ અને લાઇટ ડીઝલ ઓઈલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની કિંમત અનુક્રમે રૂપિયા 293 અને રૂપિયા 174.68 પ્રતિ લિટર હશે. કેરોસીનનો ભાવ પણ 5.78 રૂપિયા વધીને 186.07 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
આ પણ વાંચો : Pakistan Crisis: આ દેશ પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યો, 2 અબજ ડોલરનું આપ્યું ફંડિંગ
નવી કિંમતો 16 એપ્રિલથી લાગુ થશે: નાણાપ્રધાને કહ્યું કે, "નવી કિંમતો રવિવારે (16 એપ્રિલ) મધ્યરાત્રિથી થી લાગુ કરવામાં આવશે." ડારે સ્વીકાર્યું કે આ સુધારો જરૂરી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો છેલ્લા 15 દિવસમાં વધારો થયો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC+) એ આ મહિનાની શરૂઆતમાં ઉત્પાદનમાં કાપની જાહેરાત કરી હતી. ત્યારપછી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે વધારો થયોઃ અગાઉ પાકિસ્તાનમાં જાન્યુઆરીના અંતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેની કિંમત 249 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સરકાર આટલેથી ન અટકી, આ પછી પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે અને 15 એપ્રિલ સુધી તે 272 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાઈ રહ્યું હતું. ભાવ વધારાને કારણે પેટ્રોલની કિંમત 282 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.