અમદાવાદ: નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પેસેન્જર એરક્રાફ્ટ ક્રેશ થયું. યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલા અનુસાર યેતી એરલાઈન્સના જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા યેતી એરલાઈન્સના એરક્રાફ્ટમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને એરપોર્ટ હાલ પૂરતું બંધ છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 36 મૃતદેહો મળી આવ્યા છે.
-
#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023#WATCH | A passenger aircraft crashed at Pokhara International Airport in Nepal today. 68 passengers and four crew members were onboard at the time of crash. Details awaited. pic.twitter.com/DBDbTtTxNc
— ANI (@ANI) January 15, 2023
નેપાળના વડાપ્રધાન એક્શન મોડમાં: નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ પ્રચંડે તમામ સરકારી એજન્સીઓને અસરકારક બચાવ કાર્ય માટે સૂચના આપી છે. આ ઘટના અંગે તેમણે કેબિનેટની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. વડાપ્રધાન પ્રચંડની અધ્યક્ષતામાં મળેલી આપાતકાલીન બેઠકમાં સરકારના કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા.
5 ભારતીયો પણ વિમાનમાં સવાર હતા: વિમાનમાં 53 નાગરિકો સાથે પાંચ ભારતીયો હતા, ચાર રશિયાના, એક આયર્લેન્ડના, બે કોરિયાના, આર્જેન્ટિના અને ફ્રાન્સનો એક-એક. આ જાણકારી નેપાળની એરપોર્ટ ઓથોરિટીએ આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુલ 68 મુસાફરોમાં 6 બાળકો પણ સામેલ છે. યેતી એરલાઈન્સે વિમાનમાં સવાર તમામ મુસાફરોની યાદી પણ જારી કરી છે.
ટેકનિકલ ખામી હતી દુર્ઘટનાનું કારણ: નેપાળની એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્લેન ક્રેશ હવામાનને કારણે નહીં પરંતુ ટેકનિકલ ખામીને કારણે થયું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે એરક્રાફ્ટના પાયલોટે લેન્ડિંગ માટે એટીસી પાસેથી પરવાનગી લીધી હતી. પોખરા એટીસીને પણ ઉતરાણ માટે ઓકે કહેવામાં આવ્યું હતું. સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે લેન્ડિંગ પહેલા પ્લેનમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી, તેથી એવું ન કહી શકાય કે ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હતી.
-
"Nepal Prime Minister Pushpa Kamal Dahal 'Prachanda' has reached Tribhuvan International Airport in Kathmandu after the accident of the Yeti Airlines ANC ATR 72 plane carrying passengers from Kathmandu to Pokhara," tweets PMO Nepal pic.twitter.com/lNle3Pmupf
— ANI (@ANI) January 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Nepal Prime Minister Pushpa Kamal Dahal 'Prachanda' has reached Tribhuvan International Airport in Kathmandu after the accident of the Yeti Airlines ANC ATR 72 plane carrying passengers from Kathmandu to Pokhara," tweets PMO Nepal pic.twitter.com/lNle3Pmupf
— ANI (@ANI) January 15, 2023"Nepal Prime Minister Pushpa Kamal Dahal 'Prachanda' has reached Tribhuvan International Airport in Kathmandu after the accident of the Yeti Airlines ANC ATR 72 plane carrying passengers from Kathmandu to Pokhara," tweets PMO Nepal pic.twitter.com/lNle3Pmupf
— ANI (@ANI) January 15, 2023
આ પણ વાંચો NITIN GADKARI: જેલમાં બંધ ગેંગસ્ટરે ગડકરીની ઓફિસમાં કર્યો હતો ધમકીનો કોલ
અત્યાર સુધીમાં 16 મૃતદેહ મળ્યા: પોખરા નજીક પ્લેન ક્રેશ થયાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. રેસ્ક્યુ ટીમે પ્લેન ક્રેશ સ્થળ પરથી અત્યાર સુધીમાં 16 મૃતદેહો બહાર કાઢ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.