બલૂચિસ્તાન: પાકિસ્તાનમાં આતંકી હુમલાનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરની ઘટના બલૂચિસ્તાનના પંજગુરની છે. જ્યાં વિસ્ફોટમાં યુનિયન કાઉન્સિલ (યુસી)ના અધ્યક્ષ ઈશ્તિયાક યાકુબ સહિત 7 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના અખબાર ડોનમાં છપાયેલા સમાચાર મુજબ પંજગુરના ડેપ્યુટી કમિશનર અમજદ સોમરોએ આ વાતની પુષ્ટિ કરી છે. ડૉનમાં છપાયેલા સમાચાર અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે બલૂચિસ્તાનના પંજગુર જિલ્લામાં સોમવાર રાત્રે પહેલાથી જ લેન્ડમાઇન બિછાવી દેવામાં આવી હતી. જેનું નિશાન યુનિયન કાઉન્સિલ (યુસી)ના અધ્યક્ષ ઈશ્તિયાક યાકુબને લઈ જતું વાહન હતું. આ હુમલામાં યુનિયન કાઉન્સિલ (યુસી)ના અધ્યક્ષ સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા.
રિમોટ વિસ્ફોટક ઉપકરણ વડે હુમલો: પંજગુરના ડેપ્યુટી કમિશનર અમજદ સોમરોએ ડૉન.કોમને જણાવ્યું કે બદમાશોએ વાહનને નિશાન બનાવવા માટે રિમોટ વિસ્ફોટક ઉપકરણ લગાવ્યું હતું. જેનું નિશાન યુસીના ચેરમેનની કાર હતી. તેમણે જણાવ્યું કે જેવી ગાડી બલગાતર વિસ્તારમાં ચકર બજાર પહોંચી કે તરત જ ઉપકરણમાં વિસ્ફોટ થયો, જેના કારણે જાનહાનિ થઈ. પંજગુરના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ મોહમ્મદ યાકુબ, ઈબ્રાહિમ, વાજિદ, ફિદા હુસૈન, સરફરાઝ અને હૈદર તરીકે થઈ છે. આ તમામ બાલતાગર અને પંજગુરના રહેવાસી હતા.
વિસ્ફોટની તપાસ: તેમણે કહ્યું કે ચાર મૃતકોની ઓળખ હોસ્પિટલમાં તેમના સંબંધીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટની તપાસ ચાલી રહી છે. ડૉન અખબારે લખ્યું છે કે દેશભરમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો વચ્ચે આ હુમલો થયો છે. જણાવી દઈએ કે નવેમ્બરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને સરકાર સાથેનો યુદ્ધવિરામ ખતમ કરી દીધો હતો.
BLF એ હુમલાની જવાબદારી લીધી: ઇશાક બાલાગાત્રીના પિતા યાકુબ બાલાગાત્રી અને તેના 10 સાથીઓની પણ સપ્ટેમ્બર 2014માં આ જ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. પ્રતિબંધિત બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF) એ હુમલાની જવાબદારી લીધી હતી. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ અધિકારીઓને આજની ઘટનામાં આ જ સંગઠનની સંડોવણી હોવાની શંકા છે.
(ANI)