ઈસ્લામાબાદ: ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલની આગેવાની હેઠળની બેન્ચે આજે જસ્ટિસ એજાઝ-ઉલ અહેસાન, જસ્ટિસ મઝહર આલમ ખાન મિયાંખાઈલ, જસ્ટિસ મુનીબ અખ્તર અને જસ્ટિસ જમાલ ખાન મંડોખાઈલની સુનાવણી કરી હતી. જે બાદ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે નેશનલ એસેમ્બલી પુનઃસ્થાપિત કરી છે. કોર્ટે કહ્યું કે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય છે. સ્પીકરે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તેની સામે સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું.
ઈમરાનને મોટો ફટકો - અગાઉ, જટિલ કેસની રજૂઆત માટે વિવિધ વકીલો કોર્ટમાં હાજર થયા હતા. નઈમ બોખારીએ ડેપ્યુટી સ્પીકર સૂરીનું પ્રતિનિધિત્વ કર્યું, ઈમ્તિયાઝ સિદ્દીકીએ વડાપ્રધાન ખાનનું પ્રતિનિધિત્વ કર્યું, અલી ઝફરે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનું પ્રતિનિધિત્વ કર્યું અને એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને સરકારનું પ્રતિનિધિત્વ કર્યું.
SCએ કહ્યું- ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય - બાબર અવાન પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટી માટે, રઝા રબ્બાની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી માટે અને મખદૂમ અલી ખાન પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ માટે હાજર રહ્યા હતા. આ પહેલા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનું પ્રતિનિધિત્વ કરતા બેરિસ્ટર અલી ઝફરે પોતાની દલીલો રજૂ કરી હતી. સમાચાર અનુસાર, બંદિયાલે ઝફરને પૂછ્યું કે જો બધું બંધારણ મુજબ ચાલી રહ્યું છે, તો દેશમાં બંધારણીય સંકટ ક્યાં છે? એક પ્રસંગે બંદિયાલે વકીલને પૂછ્યું કે તેઓ કેમ નથી જણાવી રહ્યા કે દેશમાં બંધારણીય કટોકટી છે કે નહીં. ચીફ જસ્ટિસે કહ્યું કે, જો બધું બંધારણ મુજબ થઈ રહ્યું છે તો સંકટ ક્યાં છે? સુનાવણી દરમિયાન મિયાંખૈલે ઝફરને પૂછ્યું કે શું વડાપ્રધાન જનપ્રતિનિધિ છે? તો વકીલે "હા" નો જવાબ આપ્યો. ત્યારે મિંખૈલે પૂછ્યું કે શું સંસદમાં બંધારણનો ભંગ થશે તો વડાપ્રધાન બચશે?
અપડેટ ચાલું છે...