ETV Bharat / international

North Korea News: સાઉથ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધ અભ્યાસથી અકળાયેલા તાનાશાહ કિમ જોંગે બે બેલાસ્ટિક મિસાઈલ લોન્ચ કરી દીધી - કિમ જોંગ યુન

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ યુને મિલિટરીને મિલિટરીને દુશ્મનો(અમેરિકા અને સાઉથ કોરિયા)ને જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેવા કહ્યું છે. આ અહેવાલ નોર્થ કોરિયાના સ્ટેટ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. અમેરિકા અને સાઉથ કોરિયાના સંયુક્ત યુદ્ધ અભ્યાસથી અકળાઈ ઉઠ્યો તાનાશાહ કિમ જોંગ.

નોર્થ કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 12:14 PM IST

સીયોલ(સાઉથ કોરિયા): બુધવાર રાત્રે નોર્થ કોરિયાએ દરિયામાં બે શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી દીધી હતી. અમેરિકા સાઉથ કોરિયા સાથે મળીને સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. આ અભ્યાસ દરમિયાન અમેરિકાએ લોંન્ગ રેન્જ બોમ્બર્સ વિમાન દ્વારા શક્તિ પ્રદર્શન કર્યુ હતું. અમેરિકાના આ પ્રદર્શન બાદ કિમ જોંગે દરિયાના ઉત્તર વિસ્તારમાં બે બેલાસ્ટિક મિસાઈલ લોન્ચ કરી દીધી.

મિસાઈલે 400 કિમીનું અંતર કાપ્યુંઃ બુધવારે કરાયેલા બેલેસ્ટિક મિસાઈલના હુમલામાં નુકસાનનો કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. આ બેલેસ્ટિક મિસાઈલ હુમલા પાછળનું કારણ કિમ જોગનો પ્રત્યુત્તર ગણવામાં આવી રહ્યો છે. સમુદ્રમાં સાઉથ કોરિયા અને અમેરિકા સંયુક્ત રીતે યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. તેમને પોતાની તાકાતનો પરચો બતાવવા માટે તાનાશાહ કિમ જોંગે આ મિસાઈલ લોન્ચ કરી હોવાનું પ્રાથમિક તારણ છે. સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે નિવેદન આપ્યું છે કે નોર્થ કોરિયાની મિસાઈલ સમુદ્રમાં પટકાઈ તે પહેલા 400 કિલોમીટરનું અંતર કાપી ચૂકી હતી. આ મિસાઈલને નોર્થ કેપિટલ રીજીયનમાંથી લોન્ચ કરવામાં આવી હતી.

જાપાન ડીફેન્સ મિનિસ્ટ્રીએ નોંધ લીધીઃ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કહે છે કે નોર્થ કોરિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ બેલેસ્ટિક મિસાઈલ આંતરરાષ્ટ્રીય શાંતિ કરાર માટે ખતરારૂપ છે. અમેરિકા અને સાઉથ કોરિયા આ હુમલા અંગે વધુ માહિતી એકઠી કરી રહ્યા છે. જાપાન ડીફેન્સ મિનિસ્ટ્રી દ્વારા પણ આ હુમલાની નોંધ લેવામાં આવી છે. જાપાનના એક્સ્કલુઝિવ ઈકોનોમિક ઝોનથી દૂર આ મિસાઈલોએ 400 કિમીનું અંતર કાપ્યુ અને જમીનથી 50 કિમી ઉપર ઉડીને બ્લાસ્ટ થઈ હતી.

B-1B બોમ્બર વિમાનથી ભડક્યો તાનાશાહઃ બુધવારે અમેરિકાએ એક B-1B બોમ્બર વિમાનનો યુદ્ધ અભ્યાસ કર્યો હતો. સમુદ્રમાં સાઉથ કોરિયા અને અમેરિકા સાથે મળીને એક યુદ્ધ અભ્યાસમાં વ્યસ્ત છે. તેઓ કોરિયન પેનિન્સુલા પશ્ચિમ તટ પર આ અભ્યાસ કરી રહ્યા છે. જાપાન ડીફેન્સ મિનિસ્ટ્રીએ કહ્યું કે જાપાન અને અમેરિકા પણ સંયુક્ત હવાઈ યુદ્ધ અભ્યાસમાં B-1B બોમ્બર વિમાનનો યુદ્ધ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ જાપાન અને કોરિયન પેનિન્સયુલા વિસ્તારના સમુદ્રમાં કરાયો હતો. આ યુદ્ધ અભ્યાસનો હેતુ આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે રિસ્પોન્ડ કરવું તે જાણવાનો છે.

B-1B બોમ્બર વિમાન અત્યંત કાર્યક્ષમઃ નોર્થ કોરિયા અમેરિકાના B-1B બોમ્બર વિમાનના યુદ્ધ અભ્યાસ મુદ્દે ઘણું સંવેદનશીલ છે કારણ કે આ વિમાન ઘાતક હુમલા કરી શકવા ઉપરાંત લશ્કરી સરંજામ લઈ જવા માટે પણ સક્ષમ છે. સાઉથ કોરિયાની ડીફેન્સ મિનિસ્ટ્રી જણાવે છે કે બુધવારે અમેરિકાએ દસમી વાર B-1B બોમ્બર વિમાનનો યુદ્ધ અભ્યાસ કર્યો છે. 21 ઓગસ્ટે અમેરિકા અને સાઉથ કોરિયાએ ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ કોમ્પ્યુટર સિમ્યુલેટેડ કમાન્ડ પોસ્ટ એક્સરસાઈઝનો પ્રારંભ કર્યો હતો. આ વર્ષે ટ્રેનિંગ દરમિયાન B-1B બોમ્બર વિમાનનો યુદ્ધ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

  1. International News: ઉત્તર કોરિયાના કિમ જોંગે રશિયાના સંરક્ષણ પ્રધાન સાથે કરી મુલાકાત, યુક્રેનના યુદ્ધ પર રશિયાનું સમર્થન કર્યું
  2. North Korea: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને 'આક્રમક' પરમાણુ વિસ્તરણની લીધી સપથ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.