ETV Bharat / international

ઉત્તર કોરિયા કરી રહ્યું છે નવું પરમાણુ પરીક્ષણ : દક્ષિણ કોરિયા

અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન (US Secretary of State Anthony Blinken) સાથે વાતચીત કર્યા બાદ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્ક ગ્યુન-હે કહ્યું કે, જો ઉત્તર કોરિયા આ દિશામાં આગળ વધશે તો તેની કિંમત ચૂકવવી પડશે.

ઉત્તર કોરિયાએ કરી રહ્યું છે નવુ પરમાણુ પરીક્ષણ

author img

By

Published : Jun 14, 2022, 1:17 PM IST

વોશિંગ્ટન: દક્ષિણ કોરિયાના ટોચના રાજદ્વારીએ મંગળવારે દાવો કર્યો હતો કે, ઉત્તર કોરિયાએ નવા પરમાણુ પરીક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને દેશના ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા રાજકીય નિર્ણયો જ તેને રોકી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે અહીં વાતચીત કર્યા બાદ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્ક ગ્યુન-હે કહ્યું કે, જો ઉત્તર કોરિયા આ દિશામાં આગળ વધશે તો તેને તેની કિંમત ચૂકવવી પડશે. એવી આશંકા છે કે, તે આગામી દિવસોમાં સાતમું પરમાણુ પરીક્ષણ કરી શકે છે.

આ પણ વાંચો: ભારતના માછીમારોને પડી શકે છે માર, આટલી મોટી મુશ્કેલીનો કરવો પડશે સામનો

ઉત્તર કોરિયા કરે છે બીજું પરમાણુ પરીક્ષણ: પાર્કે કહ્યું, "ઉત્તર કોરિયાએ બીજા પરમાણુ પરીક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને મને લાગે છે કે, હવે માત્ર એક રાજકીય નિર્ણય લેવાનો છે." આ પહેલા અમેરિકા અને દક્ષિણ કોરિયાના અધિકારીઓએ કહ્યું હતું કે, ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણની તૈયારી પૂર્ણ કરવાની નજીક છે. પાર્કે કહ્યું, "જો ઉત્તર કોરિયા બીજું પરમાણુ પરીક્ષણ NEW NUCLEAR TEST) કરે છે, તો મને લાગે છે કે તે ફક્ત અમારા પ્રતિશોધમાં વધારો થશે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાં વધારો કરશે."

આ પણ વાંચો: જાણો કયા દેશમાં નુપુર શર્માનો વિરોધ કરવામાં આવશે તો મળશે દેશનિકાલની સજા

સૈન્ય તૈનાતીમાં નોંધપાત્ર ફેરફારો: પ્રતિબંધો સિવાય પાર્કે કહ્યું ન હતું કે, ઉત્તર કોરિયાએ (NORTH KOREA) અન્ય કઈ કિંમત ચૂકવવી પડશે અને ન તો તે સંબંઘમાં કોઈ વિસ્તૃત જાણકારી આપી કે કોઈ અવરોઘ પોલિસી તેને કેવી રીતે રોકી શકે તે અંગે કોઈ વિગતો આપી નથી. જો કે, બ્લિંકને કહ્યું કે, USA અને તેના સાથી દક્ષિણ કોરિયા અને જાપાન, બદલો લેવા માટે તેમની સૈન્ય તૈનાતીમાં નોંધપાત્ર ફેરફારો કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ ઉપરાંત દબાણ ચાલુ રહેશે અને યોગ્ય હશે તે રીતે વધારવામાં આવશે. પાર્ક અને બ્લિંકન બંનેએ આગ્રહ કર્યો કે, ઉત્તર કોરિયા માટે પૂર્વશરતો વિના વાટાઘાટો કરવાનો માર્ગ ખુલ્લો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.