ETV Bharat / international

NASAના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી લેવાયેલું બ્રહ્માંડનું પ્રથમ રંગીન ચિત્ર - વેબ સ્પેસ ટેલિસ્કોપના પ્રથમ રંગીન ફોટા

રાષ્ટ્રપતિ બિડેને વેબની પ્રથમ છબીઓમાંથી એક પ્રકાશિત (first image from james webb space telescope) કરી છે, અને કહ્યું છે કે તે બ્રહ્માંડનું અત્યાર સુધીનું સૌથી ઊંડું દૃશ્ય છે. NASA જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી (Webb Space Telescope) લેવામાં આવેલા સૌપ્રથમ કોસ્મિક કલર ફોટો રિલીઝ કરવા જઈ રહ્યું છે.

NASAના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી લેવાયેલું બ્રહ્માંડનું પ્રથમ રંગીન ચિત્ર

author img

By

Published : Jul 12, 2022, 8:16 AM IST

વોશિંગ્ટન: નાસાએ સોમવારે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી બ્રહ્માંડની પ્રથમ રંગીન છબી (first image from james webb space telescope) બહાર પાડી. આ બ્રહ્માંડનું અત્યાર સુધીનું સૌથી વધુ રિઝોલ્યુશન ચિત્ર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ પ્રથમ કલર ઈમેજ વિશે માહિતી આપી (Webb Space Telescope) હતી. આ ચિત્રોમાં આકાશગંગા, નિહારિકા અને ગેસ ગ્રહ જોઈ શકાય છે. આ માટે અમેરિકન, યુરોપિયન અને કેનેડિયન સ્પેસ એજન્સીઓએ તૈયારીઓ કરી લીધી છે.

  • The first full-colour image from NASA's James Webb Space Telescope reveals the deepest ever view of the universe to date. It shows galaxies once invisible to us

    (Source: NASA) pic.twitter.com/Kwk79D1yWr

    — ANI (@ANI) July 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: જાણો શા માટે પહેરવી જોઈએ સ્માર્ટ રિંગ ?

ટેલિસ્કોપ દ્વારા અદભૂત ફોટોગ્રાફમાં કેપ્ચર: આંતરરાષ્ટ્રીય સમિતિએ નક્કી કર્યું છે કે, સંપૂર્ણ રંગીન વૈજ્ઞાનિક ફોટોગ્રાફ્સના પ્રથમ (james webb space telescope) હપ્તામાં 7,600 પ્રકાશ-વર્ષ દૂર ધૂળ અને ગેસનો ગ્રહ કેરિના નેબ્યુલા દર્શાવવામાં આવશે. આ ઉપરાંત, સધર્ન રિંગ નેબ્યુલા સામેલ હશે, જે 2,000 પ્રકાશ-વર્ષ દૂર એક ઝાંખા તારાને ઘેરી લે છે. કેરિના નેબ્યુલા તેના વિશાળ સ્તંભો માટે પ્રખ્યાત છે, જેમાં 'મિસ્ટિક માઉન્ટેન'નો સમાવેશ થાય છે, તેના ત્રણ પ્રકાશ-વર્ષ-લાંબા કોસ્મિક શિખર હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા અદભૂત ફોટોગ્રાફમાં કેપ્ચર કરવામાં આવ્યા છે.

બ્રહ્માંડનું અત્યાર સુધીનું સૌથી ઊંડું દૃશ્ય: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એક ટ્વિટમાં લખ્યું છે કે, વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી પ્રથમ તસવીર વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ઐતિહાસિક ક્ષણ છે. ખગોળશાસ્ત્ર અને અવકાશ સાથે અમેરિકા અને સમગ્ર માનવતા માટે આ સારો દિવસ છે. રાષ્ટ્રપતિ બિડેને વેબની પ્રથમ છબીઓમાંથી એક પ્રકાશિત કરી છે, અને કહ્યું છે, કે તે બ્રહ્માંડનું અત્યાર સુધીનું સૌથી ઊંડું દૃશ્ય છે. તેમજ નાસાના અધિકારી નેલ્સને એક નિવેદનમાં કહ્યું કે, આ આપણા બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી ઊંડી તસવીર છે. પ્રેસ કોન્ફરન્સ બાદ આ તસવીરો એક પછી એક લોકોને પ્રદર્શિત કરવામાં આવશે.

આ પણ વાંચો: જાણો આ નવી ટેક્નોલોજી વિશે, જેનો ભારતના લશ્કરી શસ્ત્રાગારમાં થયો સમાવેશ

વેબ ટેલિસ્કોપ શક્તિશાળી ટેલિસ્કોપમાંથી એક: વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં લોન્ચ કરાયેલા સૌથી શક્તિશાળી ટેલિસ્કોપમાંથી એક છે. નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પામ મેલરોયના નિવેદન અનુસાર, મિશનમાં 20 વર્ષ સુધી કામ કરવા માટે પૂરતી વધારાની ઇંધણ ક્ષમતા છે. નાસામાં વેબના ડેપ્યુટી સિનિયર પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ જોનાથન ગાર્ડનરે જણાવ્યું હતું કે, વેબ આટલી દૂરની તારાવિશ્વોની શોધમાં બિગ બેંગ પછીના સમયમાં પાછળ જોઈ શકે છે, પ્રકાશને તે આકાશગંગાઓ સુધી પહોંચવામાં ઘણા અબજો વર્ષો લાગ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.