ઇન્ડોનેશિયા: યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર સોમવારે ઇન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંત જાવામાં 5.4 તીવ્રતાનો ભૂકંપ (magnitude earthquake rattles Indonesia Java) આવ્યો હતો. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. USGS મુજબ, ભૂકંપની ઊંડાઈ જમીનથી 10.0 કિમી નીચે હતો અને સોમવારે 11:51:10 (UTC+05:30) આસપાસ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર: 6.840 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 107.107 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જાવા ટાપુનું સૌથી મોટું શહેર જકાર્તાની રાષ્ટ્રીય રાજધાની છે. જાવા એ જ્વાળામુખી-બિંદુવાળું ટાપુ (JAVA ISALAND) છે જે સુમાત્રા અને બાલી વચ્ચે આવેલું છે, જે ઇન્ડોનેશિયાના ભૌગોલિક અને આર્થિક કેન્દ્રમાં આવેલું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 44 થયો છે, જેમા 300થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ અને ઇજાગ્રસ્તઓની સંખ્યા વધી શકે છે.