હેનોઈઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે જણાવ્યું કે, તેઓ ચીન પર કોઈ પ્રકારનું નિયંત્રણ લાવવા માંગતા નથી. ચીન આંતરાષ્ટ્રીય નિયમો અનુસાર વેપાર કરીને વૃદ્ધિ કરી શકે છે. એક પ્રેસ કોન્ફરન્સના સંબોધનમાં ચીન મુદ્દે વાત કરતા બાઈડને જણાવ્યું કે, ચીન વેપાર ઉપરાંત અનેક આયામોમાં પરિવર્તન કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.જેમકે ચાયનીઝ ગવર્મેન્ટનો કોઈપણ અધિકારી કે કર્મચારી પશ્ચિમી સેલફોનનો ઉપયોગ કરી શકતો નથી.
ક્વાડનો હેતુઃ બાઈડન જણાવે છે કે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે મળીને એક સુરક્ષા સંવાદ કરી રહ્યા છે. આ સંવાદનો હેતુ ચીનને અલગ પાડવાનો નથી પરંતુ હિંદ-પ્રશાંત વિસ્તારમાં સ્થિરતા કાયમ કરવાનો છે. બાઈડન અને શી જિનપિંગ વચ્ચે બહુ લાંબો સમય વાર્તાલાપ ચાલ્યો હતો. જિનપિંગે બાઈડનને ક્વાડમાં જોડાવવાનો હેતુ પુછતા બાઈડને જણાવ્યું કે અમારો હેતુ સ્થિરતા સ્થાપવાનો છે.
ચીન નિયમનું પાલન કરે તે આવશ્યકઃ માર્ગ વાહનવ્યવહાર, મહાસાગર તેમજ અવકાશીય ક્ષેત્રે નિયમોનું ચુસ્ત પાલન થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. દરેક દેશ કંઈકને કંઈક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ચીન અને જિનપિંગ સામે પણ અનેક પડકારો છે તેઓ પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે ચીન આર્થિક રીતે સદ્ધર થાય, પણ ચીન નિયમોનું પાલન કરીને સફળતા મેળવે તે આવશ્યક છે.
સંગઠન મજબૂત કરવાની તકઃ બાઈડને કહ્યું કે,અમેરિકા અને ચીન વચ્ચેનો સંબંધ વધુ સફળ અને પારદર્શક બને. હું ચીન પર કોઈ પ્રકારનું નિયંત્રણ લાદવા માંગતો નથી. આપણી પાસે વિશ્વભરના હકારાત્મક સંગઠનોને મજબૂત કરવાની તક છે.
સમગ્ર યાત્રાનો સારઃ અમેરિકા અને ભારત સાથે ચીનનો સાથ-સહકાર વધે, વિયેતનામ અમેરિકાની સાથે રહે. અમે ચીનને નિયંત્રિત કરવા માંગતા નથી. ભારતમાં પોતાની બે દિવસીય યાત્રાના સમાપન બાદ અમેરિક રાષ્ટ્રપતિ વિયેતનામ આવ્યા છે. ભારતીય પ્રવાસ દરમિયાન બાઈડને વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષિય ચર્ચા કરી અને G-20 શિખર સંમેલનમાં ભાગ પણ લીધો હતો. (એએનઆઈ)