કિવ (યુક્રેન): યુએસ પ્રમુખ જો બાઈડને સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળવા માટે અઘોષિત મુલાકાત લીધી હતી. એવું માનવામાં આવે છે કે આ મુલાકાત બંને દેશોની એકતા તરફનો ઈશારો છે. રાષ્ટ્રપતિ જો બાઈડનની આ મુલાકાત યુક્રેન પર રશિયાના હુમલાની પ્રથમ વર્ષગાંઠના થોડા દિવસો પહેલા થઈ હતી.
ઝેલેન્સ્કી સાથે મુલાકાત: મેરિન્સકી પેલેસ ખાતે ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં બાઈડને યુએસ સહાયમાં વધારાના અડધા અબજ ડોલરની જાહેરાત કરવા અને યુક્રેનને યુએસ અને સાથી દેશોના સમર્થનની ખાતરી આપવા માટેના સંઘર્ષ અંગે ટિપ્પણી કરી હતી. બાઈડને કહ્યું કે એક વર્ષ પછી પણ કિવ ઊભું છે અને યુક્રેન ઊભું છે, લોકશાહી ઊભી છે. અમેરિકા યુક્રેનને શક્ય તમામ મદદ કરશે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે ગત વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને જ્યાં યુક્રેન રશિયાને છોડવા તૈયાર નથી ત્યાં રશિયા પીછેહઠ કરવાના કોઈ સંકેત પણ નથી આપી રહ્યું.
આ પણ વાંચો: Achievement News: 4 ભારતીય વિદ્યાર્થીઓની કમાલ, અમેરિકામાં NAE માટે ચૂંટાયા
અમેરિકા યુક્રેનને શક્ય તમામ મદદ કરશે: જો બાઈડને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા દરેક પરિસ્થિતિમાં યુક્રેનની સાથે ઊભું છે અને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ બિડેનની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે અને એમ પણ કહ્યું છે કે યુક્રેનને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન છે. વ્હાઇટ હાઉસ દ્વારા એક વિગતવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યુએસ દ્વારા યુક્રેનને કઈ રીતે અને કયા સ્તરે મદદ આપવામાં આવશે.
આ પણ વાંચો: Chandrayan-3: ચંદ્રયાન-3 લેન્ડરનું મોટું પરીક્ષણ સફળ, જૂનમાં લોન્ચ થવાની છે શક્યતા
યુક્રેનની મુલાકાત લેતાં યુદ્ધ વકરવાની આશંકા: પરંતુ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની યુક્રેન મુલાકાત બાદ કેવો માહોલ ઉભો થશે, તે જોવાનું રહેશે. ખાસ વાત એ છે કે જો બાઈડનની આ મુલાકાત સરપ્રાઈઝ વિઝિટ છે, કારણ કે તેના વિશે કોઈ સત્તાવાર માહિતી અગાઉ સામે આવી નથી. મુલાકાત દરમિયાન જો બાઈડન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં યુક્રેનને નવેસરથી મદદ કરવામાં આવશે.