ETV Bharat / international

Hamas Israel Conflict : ઇઝરાયેલના વિસ્તારમાંથી 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા : IDF - ઇઝરાયેલ સેનાની કવાયત

ઇઝરાયેસ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધને લઈને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, 7 ઓક્ટોબરના હુમલા બાદથી બંને પક્ષો વચ્ચે લડાઈ ચાલુ છે. જેમાં ઇઝરાયેલી વિસ્તારની અંદર લગભગ 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. હમાસ દ્વારા ઇઝરાયેલ, બેન્જામિન નેતન્યાહુ અને તેલઅવીવ સહિતના વિસ્તારમાં હુમલા કર્યા છે.

Hamas Israel conflict
Hamas Israel conflict
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 3:49 PM IST

ઇઝરાયેલ : ઇઝરાયેસ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધને લઈને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, 7 ઓક્ટોબરના હુમલા બાદથી બંને પક્ષો વચ્ચે લડાઈ ચાલુ છે. લગભગ 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહો ઇઝરાયેલી પ્રદેશની અંદરથી મળી આવ્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ દ્વારા એમ પણ કહ્યું હતું કે, હુમલા બાદ 900 ઇઝરાયેલીઓ માર્યા ગયા છે, જેમાં 123 સૈનિકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, ડઝનેક ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ ગાઝાના ગીચ વસ્તીવાળા રિમાલ અને ખાન યુનિસ વિસ્તારોમાં રાતોરાત 200 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો.

  • Israel is at war.

    We didn’t want this war.

    It was forced upon us in the most brutal and savage way.
    But though Israel didn’t start this war, Israel will finish it.

    Once, the Jewish people were stateless.
    Once, the Jewish people were defenseless.
    No longer.

    Hamas will… pic.twitter.com/eVECGnzLu3

    — Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો : CNN ના રીપોર્ટ અનુસાર IDF એ જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સેનાએ ખાન યુનિસમાં એક મસ્જિદની અંદર સ્થિત હમાસના આતંકવાદીઓ માટેના શસ્ત્રોના સંગ્રહ સ્થળ અને હમાસના આતંકવાદી ઓપરેટિવ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો હતો. ઇઝરાયેલી જેટ વિમાનોએ હમાસ ઓપરેટિવ્સના અનેક ઓપરેશનલ આવાસ તેમજ મસ્જિદની અંદર સ્થિત હમાસ ઓપરેશનલ કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો.

IDF પ્રવક્તાનું નિવેદન : ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેચટે કહ્યું કે, અમે ગાઝાના સરહદ વાડ પર વધુ કે ઓછું સંપૂર્ણ નિયંત્રણ પુનઃસ્થાપિત કર્યુ છે. આશા છે કે આગામી થોડા કલાકોમાં તે સંપૂર્ણ થઈ જશે. કર્નલ રિચર્ડ હેચટે વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સુરક્ષા દળોએ સરહદની આસપાસના સમુદાયોને સુરક્ષિત કર્યા છે અને વિસ્તારને ખાલી કરાવવાનું લગભગ કામ પૂર્ણ કર્યું છે. સાદ અને કિસુફિમ સમુદાયોમાં રાત્રી દરમિયાન ગોળીબારના બે નાના બનાવ થયા હતા.

  • These are just some of the faces of the fallen soldiers in the war against Hamas.

    We stand by their families in this devastating time and together, we will carry on their memory. pic.twitter.com/Hm0n9sT4lx

    — Israel Defense Forces (@IDF) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઇઝરાયેલ સેનાની કવાયત : CNN પ્રવક્તા પાસેથી મળતી માહિતી અનુસાર જણાવ્યું કે, અમે ગાઝા પટ્ટી પર અમારા આક્રમણ અને હવાઈ હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ અંગે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું કે, સેનાએ દક્ષિણ ઇઝરાયેલમાં તમામ સમુદાયો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. CNN દ્વારા એક અલગ નિવેદનમાં IDF પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે જણાવ્યું હતું કે, સેનાએ લેબનોન સાથેની સરહદ પર તેની હાજરી પણ વધારી છે. વધારાના હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

  1. Israel-Palestine War : ઇઝરાયલમાં રહેતા પોરબંદરના રમાબેને શેર કર્યો યુદ્ધ વચ્ચે વીડિયો
  2. Israel Hamas War: ઈઝરાયલ દ્વારા હમાસના ગાઝા વિસ્તારમાં 1000 સ્થળો પર બોમ્બ બાર્ડિંગ કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.