ન્યૂયોર્ક(અમેરીકા): ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 13 ટકા એટલે કે લગભગ 11,000 કર્મચારીઓની છટણી કરી છે. (meta fires more than 11000 employees )કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝકરબર્ગે બુધવારે કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું કે કમાણીમાં ઘટાડો અને ટેક્નોલોજી ઉદ્યોગમાં ચાલી રહેલા સંકટને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. છટણી અંગે ઝુકરબર્ગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યવશ, મારી અપેક્ષા મુજબ તે થયું નથી."
જવાબદારી લઉં છું: તેણે આગળ કહ્યું હતુ કે,(meta) "મેક્રો ઈકોનોમિક મંદી, વધેલી સ્પર્ધા અને જાહેરાતમાં ઘટાડો થવાના સંકેતોને કારણે અમારી આવક મારી અપેક્ષા કરતાં ઘણી ઓછી થઈ ગઈ છે. મને આ વાતની ગેરસમજ થઈ અને હું તેની જવાબદારી લઉં છું. " અગાઉ, અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે ટ્વિટરના અધિગ્રહણ પછી ત્યાં કર્મચારીઓની મોટા પાયે છટણી કરી હતી.
કર્મચારીઓની છટણી: ગયા અઠવાડિયે, ટ્વિટરે તેના 7,500 કર્મચારીઓમાંથી લગભગ 50 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. અન્ય સોશિયલ મીડિયા કંપનીઓની જેમ, મેટાએ પણ રોગચાળાને કારણે લાગુ કરાયેલ લોકડાઉન દરમિયાન મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘરમાં જ રહ્યા અને તેમના ફોન અને કમ્પ્યુટર પર વધુ સમય વિતાવ્યો હતો.
કટોકટી વધી: જો કે, લોકડાઉન ખતમ થયા પછી, લોકો બહાર જવા લાગ્યા અને આ કંપનીઓની કમાણી આશ્ચર્યજનક ઘટવા લાગી હતી. મેટાનો આવકનો સૌથી મોટો સ્ત્રોત ઓનલાઈન જાહેરાતમાં ઘટાડો અને આર્થિક મંદીને કારણે કંપની માટે કટોકટી વધી છે. આ ઉનાળામાં મેટાએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત ત્રિમાસિક કમાણીમાં ઘટાડો અનુભવ્યો છે.
સંભવિત મંદી: રોકાણકારો મેટાવર્સમાં દર વર્ષે $10 બિલિયન કરતાં વધુના રોકાણને લઈને પણ ચિંતિત છે, કારણ કે તેનું ફોકસ સોશિયલ મીડિયા બિઝનેસથી દૂર થઈ રહ્યું છે. મેટા અને તેના જાહેરાતકર્તાઓ સંભવિત મંદીનો સામનો કરી રહ્યા છે.