ETV Bharat / international

ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપ, ઈમારતોને નુકસાન - અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે તબાહી

દક્ષિણ ફિલિપાઈન્સના સુરીગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા (Earthquake hits Philippines) હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ફિલિપાઈન્સમાં ગયા મહિને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ફિલિપાઈન્સમાં જોરદાર ભૂકંપ, ઈમારતોને નુકસાન

author img

By

Published : Jul 27, 2022, 11:30 AM IST

મનીલા(ફિલિપાઈન્સ): ઉત્તર ફિલિપાઈન્સમાં બુધવારે 7.3ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા (Earthquake hits Philippines) હતા. રાજધાની મનિલામાં ભૂકંપના કારણે ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી અને લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા (Earthquake in Dolores) હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ (manila earthquake) જાનહાની થઈ નથી. ફિલિપાઈન ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતના એક પહાડી વિસ્તારમાં જમીનથી 25 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું અને ભૂકંપ પછી પણ અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા.

આ પણ વાંચો: સેન્ટ્રલ જેલના કેદીઓ બન્યા 'કલાકાર', કામગીરી જોઈ લોકો થયા આશ્ચર્યચકિત

મકાનોની દિવાલોમાં તિરાડો: અધિકારીઓએ જણાવ્યું કે, ભૂકંપના જોરદાર (phillippines shaken with earthquake ) આંચકાના કારણે ઇમારતો અને મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 7.0 દર્શાવી છે, જ્યારે તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે, ફિલિપાઇન્સ ભૂકંપની સંભાવના ધરાવતો પ્રદેશ છે. દેશમાં 1990માં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 2,000 લોકો માર્યા (Dolores Philippines) ગયા હતા. ગયા મહિને પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમયે દક્ષિણ ફિલિપાઈન્સના સુરીગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાગવેટ શહેરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં 16 કિમીની ઊંડાઈએ હતું.

આ પણ વાંચો: શું ખરેખર લઠ્ઠાકાંડમાં પોલીસ અને સરકારની મિલીભગત... જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે તબાહી: આ સિવાય જૂન મહિનામાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી. અહીં આ ભૂકંપના કારણે 1000થી વધુ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 6 નોંધવામાં આવી હતી. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, આ ભૂકંપના આંચકા અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાયા હતા. પેશાવર, ઈસ્લામાબાદ, લાહોર અને પંજાબના અન્ય ભાગો અને પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં 6.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.