ETV Bharat / international

Alibaba New CEO : અલીબાબામાં ઉથલપાથલ, ચાઇનીઝ ઇ કોમર્સ જાયન્ટના નવા સીઇઓ અને ચેરમેનની જાહેરાત - કોવિડ19 રોગચાળાના નિયંત્રણો

ચાઇનીઝ ઇ કોમર્સ જાયન્ટ અલીબાબાએ મુખ્ય મેનેજમેન્ટ ફેરબદલમાં નવા સીઇઓ અને ચેરમેનની જાહેરાત કરી છે. કોવિડ19 રોગચાળાના નિયંત્રણો દરમિયાન ચીનની અર્થવ્યવસ્થામાં ઘટાડો થવાને કારણે મેનેજમેન્ટમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. એડી વુ ઈ કોમર્સ જાયન્ટ અલીબાબા ગ્રુપના સીઈઓ તરીકે ડેનિયલ ઝાંગનું સ્થાન લેશે.

Alibaba New CEO : અલીબાબામાં ઉથલપાથલ, ચાઇનીઝ ઇ કોમર્સ જાયન્ટના નવા સીઇઓ અને ચેરમેનની જાહેરાત

author img

By

Published : Jun 20, 2023, 4:43 PM IST

હોંગકોંગ : ચીનના ઇ કોમર્સ જાયન્ટ અલીબાબા ગ્રૂપે એવા સમયે એક મોટા મેનેજમેન્ટ ફેરબદલની જાહેરાત કરી છે જ્યારે દોઢ વર્ષ પહેલાં કોવિડ-19 રોગચાળાના નિયંત્રણોનો અંત આવ્યો હોવા છતાં ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના ઈ-કોમર્સ જૂથના ચેરમેન એડી વુ સીઈઓ તરીકે ડેનિયલ ઝાંગનું સ્થાન લેશે. ઈ કોમર્સ જાયન્ટની વૃદ્ધિને વેગ આપવાના હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.

ઝાંગને બીજે મૂકાયાં : જોકે ઝાંગ અલીબાબાના ક્લાઉડ કમ્પ્યુટિંગ યુનિટના સીઈઓ અને ચેરમેન બની રહંશે,.ક્લાઉડ કમ્પ્યુટિંગ યુનિટને બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને એક વર્ષની અંદર ટ્રેડિંગ માટે સૂચિબદ્ધ થવાની અપેક્ષા છે. અલીબાબાના વર્તમાન એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન જોસેફ ત્સાઈ અલીબાબા ગ્રુપના ચેરમેન તરીકે ઝાંગનું સ્થાન લેશે.

હું નવા નિમાયેલા પદનામિતોને સ્થાન હસ્તાંતરણની ખાતરી સાથેે આગામી મહિનાઓમાં જો અને એડી સાથે નિકટતાથી કામ કરવા માટે આતુર છું...ડેનિયલ ઝાંગ(અલીબાબા સીઈઓ)

જોસેફ ત્યાઈ કોણ છે : ત્સાઈની ઓળખ આપીએ તો તેઓ એનબીએ બાસ્કેટબોલ ટીમ બ્રુકલિન નેટ્સની માલિકી ધરાવે છે અનેે તાઈવાનમાં જન્મેલા કેનેડિયન નાગરિક છે. તેમણેે 1990ના દાયકાના અંતમાં અલીબાબાની સ્થાપનામાં મદદ કરી હતી.

10 સપ્ટેમ્બરથી લેશે સ્થાન : નવા સીઇઓ અને ચેરમેન પદના આ ફેરફારો 10 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. ઝાંગ 2015માં અલીબાબા ગ્રુપના સીઈઓ બન્યાં હતાં અને 2019માં અલીબાબાના સહસ્થાપક જેક માના અનુગામી અધ્યક્ષ બન્યાં હતાં. તેમણે આ નવા ફેરફારને લઇને જણાવ્યું હતું કે “મારા માટે બદલાવ કરવાનો આ યોગ્ય સમય છે.“ અલીબાબા ક્લાઉડ ઇન્ટેલિજન્સ ગ્રુપના મહત્વને જોતાં તે સંપૂર્ણ સ્પિન ઓફ તરફ આગળ વધી રહ્યું છે તેમ ઝાંગે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અલીબાબા ઇ કોમર્સના 6 ડિવિઝન પડશે : અલીબાબાએ માર્ચમાં તેના મુખ્ય ઈ કોમર્સ બિઝનેસ સિવાયના તમામને બહારની મૂડી એકત્ર કરવા માટે જાહેર કંપનીમાં જવા દેવાની યોજના સાથે પોતાને છ બિઝનેસ ડિવિઝનમાં બદલવાની યોજનાની જાહેરાત કરી હતી.

(આ સમાચાર ઈટીવી ભારત દ્વારા સંપાદિત નથી અને તે સિન્ડીકેટ દ્વારા પ્રાપ્ત થયેલા છે)

  1. New Jobs : આ કંપનીમાં હજારો નોકરીઓ, ઉત્તમ પ્રતિભાઓ માટે ભરતી બંધ નથી
  2. Paytmને અલીબાબા અને અન્ય દ્વારા 4700 કરોડ રૂપિયા મળ્યા
  3. paytm નિદેશકોએ રૂપિયા 22,000 કરોડના આઈપીઓ માટે સૈદ્ધાંતિક આપી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.